1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે બુધવારે બનાસકાંઠા સહિત કેટલાક વિસ્તારમાં માવઠું પડવાની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે બુધવારે બનાસકાંઠા સહિત કેટલાક વિસ્તારમાં માવઠું પડવાની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે બુધવારે બનાસકાંઠા સહિત કેટલાક વિસ્તારમાં માવઠું પડવાની આગાહી

0
Social Share

અમદાવાદઃ તાજેતરમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યા બાદ ઠંડીમાં સામાન્ય વધારો થયો હતો.હવે ફરીવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવવાના કારણે આગામી. તા. 5મીએ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. જે વિસ્તારમાં માવઠું પડવાની શક્યતા છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા મહિસાગરનો સમાવેશ થાય છે.  રવિ પાકની સીઝનમાં વરસાદની આગાહીથી ખેડૂતો ફરી એકવાર ખેતીને લઈને થનારા નુકસાનથી ચિંતિત બન્યા છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લાં ચાર દિવસથી ઠંડા પવનોને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જોકે શનિવારથી ઠંડા પવનોનું જોર ઘટતાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં 4થી 5 દિવસો દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. આ સાથે જ 5મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન ખાતાની આગાહી મુજબ, રાજ્યમાં 5મી જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા મહિસાગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિ પાકની સીઝનમાં વરસાદની આગાહીથી ખેડૂતો ફરી એકવાર ખેતીને લઈને થનારા નુકસાનથી ચિંતિત બન્યા છે.

રાજ્યભરમાં ત્રણ-ચાર દિવસ પહેલા કડકડતી ઠંડી બાદ ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે.  આજે રવિવારે સવારથી અમદાવાદનું તાપમાન વધતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન 3 ડિગ્રી વધીને 27.5 ડિગ્રી અને લઘુતમ પણ 3 ડિગ્રી વધીને 15.1 ડિગ્રી નોંધાયું હતું. આગામી બેથી ચાર દિવસો દરમિયાન અમદાવાદના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થશે, પણ 8 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે. રાજ્યમાં 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી 4થી 5 દિવસોમાં શહેરોના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં રાજ્ય સહિતના કેટલાક વિસ્તારોમાં માવઠું અને વરસાદી છાંટા પડવાને કારણે ઠંડી વધી હતી. આ ઉપરાંત ઉત્તર ભારતમાં હીમ વર્ષાને કારણે ઠંડા પવન શરૂ થતાં શહેરમાં ઠંડી વર્તાઈ હતી. જોકે હવે ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે.(file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code