Homerevoinewsમાહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા IAS શ્રી જી.ટી.પંડ્યા

માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા IAS શ્રી જી.ટી.પંડ્યા

  • કર્મયોગીઓને ટીમ-ભાવનાથી કામગીરી કરવાનો અનુરોધ કરતા શ્રી જી.ટી.પંડ્યા

ગાંધીનગર, 3 નવેમ્બર, 2026 – Director of Information શ્રી જી.ટી.પંડ્યાએ આજે માહિતી નિયામકનો પદભાર સંભાળ્યો હતો. માહિતી નિયામક શ્રી જી.ટી.પંડ્યાએ આજે પદભાર સંભાળ્યા બાદ ગાંધીનગર ખાતે અધિક માહિતી નિયામક ડૉ. સંજય કચોટ સહિત માહિતીના અધિકારીઓ સાથે બેઠક કરીને પરિચય‌ કેળવ્યો હતો. શ્રી પંડ્યાએ સૌને ટીમ-ભાવનાથી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

શ્રી પંડ્યાએ માહિતી નિયામકશ્રીની કચેરીની કામગીરી સમજીને પ્રજા કલ્યાણની રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓના મહત્તમ લાભ છેવાડાના માનવી સુધી પ્રચાર- પ્રસાર દ્વારા કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે સૌને માર્ગદર્શન આપ્યું હતું.

IAS Shri G. T. Pandya assumes charge as Director of Information
IAS Shri G. T. Pandya Welcomed by Additional Director of Information Dr. Sanjay Kachot

આ પણ વાંચોઃ સતર્કતા જાગૃતિઃ માહિતી નિયામક કચેરીના કર્મયોગીઓએ અધિક માહિતી નિયામક ડૉ. સંજય કચોટની અધ્યક્ષતામાં શપથ લીધા

શ્રી જી.ટી.પંડ્યાએ માહિતી નિયામકનો ચાર્જ સંભાળ્યો તે અગાઉ તેઓ રાજ્યના શિક્ષણ વિભાગમાં અધિક સચિવ તરીકે કાર્યરત હતા. તેઓ મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેક્ટર તરીકે અને રાજકોટ જિલ્લામાં પણ જિલ્લા વિકાસ અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે.

૧૫ મે, ૧૯૭૨ના રોજ જન્મેલા શ્રી જી. ટી. પંડ્યાએ માઇનિંગ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી પ્રાપ્ત કરી છે. ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની વર્ષ 2011ની બેચના સનદી અધિકારીશ્રી પંડ્યા વહીવટી ક્ષેત્રે લાંબો અને સમૃદ્ધ અનુભવ ધરાવે છે. અગાઉ તેઓ સરકારમાં વિવિધ મહત્વપૂર્ણ પદો પર સેવાઓ આપી ચૂક્યા છે.
નોંધપાત્ર બાબત એ છે કે તેઓને સ્વસ્થ ભારત અને ઈ-ઔષધિ પ્રોજેક્ટ માટે સ્કોચ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular