વડોદરા, 4 નવેમ્બર, 2026 : Drug mafia Salim Dola arrested from Turkey શહેરમાં ચારેક વર્ષ પહેલા એક ફેટકરીમાંથી રૂપિયા 473 કરોડનું ડ્રગ્સ પકડાયુ હતું. તત્કાલિન સમયે આ કેસમાં 10 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પણ મુખ્ય આરોપી સૌમીલનો ખાસ ગણાતો આરોપી સલીમ ડોલા વિદેશ નાસી ગયો હતો. ત્યારબાદ વિદેશમાંથી બેસીને સલીમ ભારતમાં ડ્રગ્સનો કારોબાર કરતો હતો. દરમિયાન આરોપી સલીમ ડોલા તૂર્કિયેમાં હોવાથી જાણ થતાં ઈન્ટરપોલ મારફત રેડકોર્નર નોટિસ ઈસ્યૂ કરાતા આરોપીને તૂર્કિયેથી ડીપાર્ટ કરવામાં આવતા ગુજરાત એટીએસએ આરોપી સલીમ ડોલાનો કબજો મેળવીને વધુ તપાસ માટે વડોદરા લાવવામાં આવ્યો છે.
ગુજરાત એટીએસના સૂત્રોના કહેવા મુજબ વર્ષ 2022માં વડોદરાની ફેક્ટરીમાંથી ઝડપાયેલા રૂપિયા 473 કરોડના ડ્રગ્સ કેસમાં ફરાર સલીમ ડોલાની તુર્કિયેથી ધરપકડ કરવામાં આવી છે. સલીમ ડોલા વિદેશમાં બેસી ભારતમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતો હતો. સલીમ વિદેશ હોવાથી તેની સામે ઈન્ટરપોલ મારફત રેડકોર્નર નોટિસ ઈસ્યૂ કરવામાં આવી હતી. સલીમ તુર્કિયેમાં હોવાની જાણ થતા ધરપકડ કરી તેને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસ દ્વારા હાલ કબજો મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સલીમ ડોલા સામે ભારતમાં અલગ અલગ 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
વડોદરા જિલ્લાના સિંઘરોટ ગામ ખાતે આવેલા એક મેન્યુફેક્ચરિંગ યુનિટ પર ગુજરાત એટીએસ દ્વારા વર્ષ 2022માં દરોડો પાડીને રૂપિયા 473 કરોડની કિમતનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યુ હતું. તત્કાલિન સમયે આ કેસમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસની તપાસ દરમિયાન પકડાયેલા આરોપી સૌમિલ પાઠક સાથે અગાઉ મુંબઈ જેલમાં સલીમ ઇસ્માઈલ ડોલા પણ હતો.સૌમિલ અને સલીમ સંપર્કમાં આવ્યા બાદ સલીમ ડોલા સાથે મળીને સૌમીલે એમડી ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરી હતી. ફેક્ટરીમાં બનાવેલું એમડી ડ્રગ સલીમના સાગરીત અહેમાન શેખપુર પાસે પણ પહોંચાડવામાં આવ્યું હતું જે કેસમાં સલીમ ડોલા વોન્ટેડ હતો. સલીમ વિદેશમાં રહીને ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો જેથી એટીએસ દ્વારા સલીમની ધરપકડ કરવા માટે ઇન્ટરપોલ મારફતે રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી દરમિયાન સલીમ તુર્કિયેમાં હોવાનું સામે આવતા તુર્કીથી સલીમની ધરપકડ કરીને ડિપોટ કરવામાં આવ્યો હતો જે બાદ ગુજરાત એટીએસને સલીમની કસ્ટડી મળી હતી. આરોપી સલીમને વડોદરા લાવીને વધુ પૂછતાછ કરવામાં આવી રહી છે.


