Homeગુજરાતીગુજરાતવસતી ગણતરીના બીજા તબક્કા માટે CS ના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

વસતી ગણતરીના બીજા તબક્કા માટે CS ના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

ગાંધીનગર, 4 નવેમ્બર, 2026 : High-level meeting for the second phase of census જનગણના- 2027 – બીજા તબક્કા (વસ્તીની ગણતરી) માટેની ગુજરાત રાજ્યસ્તરીય મુખ્ય જનગણના અધિકારીઓ (Principal Census Officers – PCOs)ની પરિષદ આજે ગુજરાત સરકારના મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

રાજ્યવ્યાપી સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે તમામ મુખ્ય જનગણના અધિકારીઓ (જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશ્નરો) તેમજ જિલ્લા સ્તરના હિતધારકોએ વર્ચ્યુઅલ માધ્યમથી પરિષદમાં ભાગ લીધો હતો.

મુખ્ય સચિવના આગમન સાથે પરિષદનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ  સુજલ જે. મયાત્રા, IAS, નિયામક, જનગણના કાર્ય નિદેશાલય (DCO), ગુજરાત દ્વારા સ્વાગત પ્રવચન તથા બીજા તબક્કા (વસ્તીની ગણતરી) અંગેની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.

 મૃત્યુંજય કુમાર નારાયણ, ભારતના મહારજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશનર, ભારતના રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશ્નરની કચેરી (ORGI), નવી દિલ્હી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત અધિકારીઓને સંબોધવામાં આવ્યા હતા. તેમણે મુખ્ય સચિવના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ઘરયાદીની કામગીરી (HLO) સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે પુરાવા આધારિત નીતિ ઘડતર અને રાષ્ટ્રીય વિકાસમાં જનગણનાના આંકડાઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. સ્વ-ગણતરી (Self-Enumeration)માં મહત્તમ જાહેર સહભાગિતા સુનિશ્ચિત કરવા પ્રોત્સાહિત કર્યા હતા તથા વસ્તીની ગણતરીના બીજા તબક્કાને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર પાસેથી પૂરતા સહયોગની વિનંતી કરી છે.

મુખ્ય સચિવએ પોતાના સંબોધનમાં આંકડાઓની ચોકસાઈ અને અદ્યતન આયોજન પર ભાર મૂક્યો હતો. તેમણે જનગણના વિશ્વનો સૌથી મોટો કવાયતરૂપ કાર્યક્રમ હોવાનું અને તેના આંકડાઓનો ઉપયોગ શાળાઓ, આંગણવાડીઓ, રોજગાર, શહેરી આયોજન, ગરીબી નાબૂદી વગેરે ક્ષેત્રોમાં થવાનો હોવાનું જણાવ્યું હતું. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે જનગણનાના આંકડા અસરકારક આયોજન અને કલ્યાણલક્ષી સુશાસનનો પાયો છે. તેમણે ભારતના રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશ્નરને રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી તથા તમામ મુખ્ય જનગણના અધિકારીઓને જનગણનાના કાર્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અને તેની સફળતાપૂર્વક પૂર્ણતા સુનિશ્ચિત કરવા વ્યક્તિગત ધ્યાન આપવા નિર્દેશ આપ્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular