HomeગુજરાતીગુજરાતOTP કે પાસવર્ડ વિના સિનિયર સિટિઝન મહિલાના બેન્ક A/Cમાંથી 2 લાખ ઉપડી...

OTP કે પાસવર્ડ વિના સિનિયર સિટિઝન મહિલાના બેન્ક A/Cમાંથી 2 લાખ ઉપડી ગયા

ગાંધીનગર, 30 ઑક્ટોબર 2026 : 2 lakhs withdrawn from senior citizen woman’s bank account without OTP or password  ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. ડિજિટલ એરેસ્ટ કરીને કે એપીકે ફાઈલ મોકલીને મોબાઈલ ફોન હેન્ગ કરીને બેન્ક ખાતામાંથી રૂપિયા ટ્રાસફર કરી લેવામાં આવતા હોય છે. ત્યારે ગાંધીનગરમાં રહેતા એક સિનિયર સિટિઝન મહિલા સાથે તેના મોબાઈલ ફોનમાં કોઈ ઓટીપી કે પાસવર્ડ અથવા એપીકે ફાઈલ મોકલ્યા વિના જ બેન્ક ખાતામાંથી રૂપિયા બે  લાખ ઉપડી ગયા છે. આ બનાવમાં પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર શહેરના સેક્ટર 22માં આનંદવાટીકા સોસાયટીમાં રહેતા સિનિયર સિટિઝન 61 વર્ષીય મહિલાને કોઈપણ પ્રકારના ટ્રાન્જેક્શન કે ઓટીપી શૅર કાર્ય વિના સાયબર ઠગોએ બે અલગ-અલગ બેંક ખાતામાંથી રૂ.2.20 લાખ નો ચૂનો લગાવ્યો છે. આ અંગે સેકટર 21 પોલીસે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના સેક્ટર 22 સ્થિત આનંદવાટીકા સોસાયટીમાં રહેતા સિનિયર સિટિઝન ઝંખનાબેન ભદ્રવદનલાલ વછરાજા ગત 24મી ઓક્ટોબરે સાંજે પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના મોબાઈલ નંબર પર અચાનક એક પછી એક આશરે દશેક જેટલા ટેક્સ્ટ મેસેજ આવ્યા હતા. તેમણે ગભરાટમાં મેસેજ ચકાસતા ખબર પડી કે સેક્ટર 22 સ્થિત બેંક ઓફ બરોડાના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 1,20,299 તેમજ એરફોર્સ સ્ટેશન સેક્ટર 10 ખાતે આવેલી ઇન્ડિયન ઓવર્સીસ બેંકના ખાતામાંથી કુલ રૂ. 99,966 એમ બંને ખાતામાંથી કુલ રૂ. 2,20,264 ડેબિટ થઈ ગયા છે. મહત્વનું છે કે, ઝંખનાબેન દ્વારા પોતાના બેંક ખાતામાંથી કોઈ જ વ્યવહાર કરવામાં આવ્યો નહોતો. એમાંય તેઓ ઓનલાઇન એપ્લિકેશનનો પણ ઉપયોગ કરતા નથી અને તેમણે કોઈને પણ પોતાનો વન-ટાઇમ પાસવર્ડ કે અન્ય કોઈ ગોપનીય માહિતી આપી ન હોવા છતાં તેમના ખાતામાંથી નાણાં ઉપડી ગયા હતા. અચાનક નાણાં બારોબાર ઉપાડી લેવાતા તેમને સાયબર ફ્રોડ થયાનો અહેસાસ થયો હતો.

આ બનાવ અંગે મહિલાએ સાયબર ક્રાઇમની રાષ્ટ્રીય હેલ્પલાઇન લાઇન નંબર 1930 પર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સેક્ટર 21 પોલીસ સ્ટેશન દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવતા તેમણે વિગતવાર ફરિયાદ નોંધાવી છે. ડિજિટલ યુગમાં સાયબર ઠગાઈના વધતા જતા બનાવો વચ્ચે વૃદ્ધ અને નિવૃત્ત નાગરિકો પણ રોજબરોજ હવે હેકર્સ અને સાયબર અપરાધીઓના નિશાના પર આવી રહ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular