Homerevoinewsઅમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી

  • સુભાષબ્રિજ ખાતે ચાલી રહેલી પાઇલિંગની કામગીરી, ઇન્દિરા સર્કલથી હાંસોલ આઇકોનિક રોડની કામગીરી તેમજ કોતરપુર ખાતે નિર્માણાધીન 400 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીની સમીક્ષા કરી

અમદાવાદ, 3 નવેમ્બર 2026 – Ahmedabad Municipal Commissioner અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની દ્વારા આજે અમદાવાદ શહેરમાં ચાલી રહેલા વિવિધ મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પ્રોજેક્ટ્સની પ્રગતિ, કામગીરીની ગુણવત્તા અને નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ થાય તે અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

સૌપ્રથમ કમિશનરે સુભાષબ્રિજ ખાતે ચાલી રહેલી પાઇલિંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને કામગીરીમાં જરૂરી ઝડપ લાવવા તેમજ નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચોઃ SIR અંગે જનજાગૃતિ માટે ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનું મેગા સંપર્ક અભિયાન

ત્યારબાદ ઇન્દિરા સર્કલથી હાંસોલ ટોયોટા જંક્શન સુધી વિકસાવવામાં આવનાર આઇકોનિક રોડની સાઇટ વિઝિટ કરવામાં આવી હતી. આ દરમિયાન રોડની ડિઝાઇન, પ્લાન્ટેશન, લેન્ડસ્કેપિંગ સહિતના વિવિધ વિકાસલક્ષી પાસાઓ અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અંતમાં કમિશનરે કોતરપુર ખાતે નિર્માણાધીન 400 MLD ક્ષમતાના નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.

અમદાવાદ શહેરના સર્વાંગી વિકાસ, આધુનિક શહેરી માળખાકીય સુવિધાઓના વિસ્તરણ અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સની કામગીરી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular