HomeગુજરાતીગુજરાતGTUની નવી પહેલ, સોશિયલ મીડિયા ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

GTUની નવી પહેલ, સોશિયલ મીડિયા ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

અમદાવાદ, 29 ઓક્ટોબર, 2026 : GTU’s new initiative, Social Media Orientation Program  ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ), દ્વારા ડિજિટલ યુગમાં અસરકારક સંવાદ અને સંસ્થાકીય ઓળખને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યુનિવર્સિટીના મીડિયા સેલ દ્વારા સોશિયલ મીડિયા ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જીટીયુના વિવિધ વહીવટી વિભાગો અને શૈક્ષણિક વિભાગોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સોશિયલ મીડિયા નિષ્ણાત દ્વારા સોશિયલ મીડિયાના અસરકારક અને વ્યૂહાત્મક ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓની પ્રવૃત્તિઓ, શૈક્ષણિક સિદ્ધિઓ, સંશોધનકાર્યો, નવીન પહેલો, વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓ અને વિવિધ કાર્યક્રમોને ડિજિટલ માધ્યમો દ્વારા વધુ અસરકારક રીતે રજૂ કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું.

કાર્યક્રમમાં સંસ્થાકીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કઈ પ્રકારની માહિતી રજૂ કરવી, પોસ્ટ માટે યોગ્ય કન્ટેન્ટની પસંદગી, આકર્ષક વિઝ્યુઅલ ડિઝાઇન, ભાષાની સ્પષ્ટતા, કૅપ્શન લેખન, હૅશટૅગનો યોગ્ય ઉપયોગ, ફોટોગ્રાફ્સ અને વીડિયોનું મહત્ત્વ તેમજ સોશિયલ મીડિયા પર નિયમિત અને સુવ્યવસ્થિત સંચાર જાળવવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, માહિતીની વિશ્વસનીયતા, સંસ્થાની ગરિમા, ડિજિટલ શિષ્ટાચાર અને સોશિયલ મીડિયા નીતિનું પાલન કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જીટીયુના આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ્ય યુનિવર્સિટીના વિવિધ વિભાગો વચ્ચે ડિજિટલ સંકલન વધારવા, શૈક્ષણિક અને સંસ્થાકીય પ્રવૃત્તિઓને વધુ વ્યાપક પ્રેક્ષકવર્ગ સુધી પહોંચાડવા તથા સોશિયલ મીડિયાના માધ્યમથી યુનિવર્સિટીની સિદ્ધિઓ અને પહેલોને અસરકારક રીતે પ્રસ્તુત કરવાનો છે. આ ઓરિએન્ટેશન પ્રોગ્રામ દ્વારા વિભાગીય પ્રતિનિધિઓને સોશિયલ મીડિયાના જવાબદાર, સર્જનાત્મક અને પરિણામલક્ષી ઉપયોગ અંગે સમજ કેળવવાની તક મળી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular