છત્તીસગઢઃ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવાસસ્થાને EDએ દરોડા પાડ્યા
નવી દિલ્હીઃ ઈન્ડોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા. તેમના પુત્ર ચૈતન્ય સામે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. કેસમાં મળેલી નવી માહિતીના આધારે ED એ ભિલાઈ શહેરમાં ચૈતન્યના ઘરની (જ્યાં તે તેના પિતા ભૂપેશ બઘેલ સાથે રહે છે) તલાશી લીધી. […]