ગુજરાતના તત્કાલિન CM બળવંતરાય મહેતા અને વિજય રૂપાણીનું પણ પ્લેનક્રેશમાં થયું હતું નિધન
અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેનક્રેશથી મૃત્યુ થતા રાજકીય આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતે પણ પ્લેન ક્રેશમાં એક સીએમ અને પૂર્વ સીએમ ગુમાવ્યાં છે. સાત મહિના પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેનક્રેશમાં મૃત્યુ થયું હતું. જ્યારે 1965માં ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પ્લેનક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ થયું હતું. […]


