પેપર લીક કેસમાં રેલવેના 8 પૂર્વ કર્મચારીઓને કોર્ટે ફરમાવી પાંચ-પાંચ વર્ષની સજા
અમદાવાદઃ અમદાવાદના સીબીઆઈ કેસોના ખાસ ન્યાયાધીશે ગુનાહિત કાવતરું, ચોરી, અપ્રમાણિક રીતે ચોરાયેલી મિલકત મેળવવા અથવા જાળવી રાખવાના ગુના, ગુનાના પુરાવા ગાયબ કરવા, સામાન્ય ઈરાદાને આગળ વધારવામાં ગુનો કરવા અને ગુનાહિત ગેરવર્તણૂક કરવાના કેસમાં 8 આરોપીઓને દોષિત ઠેરવ્યા અને પાંચ વર્ષની સાદી કેદની સજા ફટકારી તેમજ દરેકને રૂ. 5 લાખ (કુલ રૂ. 40,00,000/-)નો દંડ ફટકાર્યો છે. […]