અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ચાર કાશ્મીરી યુવાનો શંકાસ્પદ હાલતમાં ફરતા પકડાયા
અમદાવાદઃ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આવતી કાલે ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચેની ટી-ટ્વેન્ટી મેચ રમાશે. મેચને લીધે પોલીસે બંદોબસ્ત સઘન બનાવ્યો છે. દરમિયાન શહેર ક્રાઇમ બ્રાન્ચે ચાર કાશ્મીરી યુવકોની અટકાયત કરી છે. આ કશ્મીરી યુવકોની શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે અટકાયત કરવામાં આવી છે. આ યુવકોની સ્ટેડિયમ પાસેથી જ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હતી. કોઈ ગુનાહિત પ્રવૃત્તિને […]