બિહારના બેગુસરાયમાં ગમખ્વાર અકસ્માત, ચાર વ્યક્તિના મોત
પટનાઃ બિહારના બેગુસરાયમાં સવારે એક અકસ્માત થયો. લગ્ન સમારોહમાંથી પરત ફરતી વખતે સ્કોર્પિયો ડિવાઇડર સાથે અથડાઈ અને પલટી ગઈ. આ અકસ્માતમાં સ્કોર્પિયોમાં મુસાફરી કરી રહેલા બે ભાઈઓ સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોની મદદથી પોલીસે તમામ ઘાયલોને બેગુસરાયની સદર હોસ્પિટલ ખાતે દાખલ કર્યા. […]