1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં ટાટ-ટેટના ઉમેદવારોએ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી ન કરાતા ધરણા કર્યા

શાળાઓમાં કોમ્પ્યુટર વિષયના કાયમી શિક્ષકો નથી, શાળાઓમાં કોમ્પ્યુટરો ઘૂળ ખાઈ રહ્યા છે. ગાંધીનગરઃ ગુજરાત સરકારે કાયમી શિક્ષકોની ભરતી કરવાની પ્રકિયા હાથ ધરી છે, એમાં ટેટ અને ટાટ ઉતિર્ણ કોમ્પ્યુટર વિષયના શિક્ષકોની ભરતી કરવા માટે ગાંધીનગરમાં ધરણા કરવામાં આવ્યા હતા. ઇન્ફોરશમેશન ટેકનોલોજીના યુગમાં શાળાના બાળકોને કોમ્પ્યુટરનું જ્ઞાન મળી રહે તે માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક […]

ગાંધીનગરમાં સાબરમતી નદી પરનો સંત સરોવર ડેમ 60 ટકા ભરાયો

ગત વર્ષે જુલાઈ મહિનામાં સંત સરોવર છલોછલ ભરાઈ ગયું હતુ, આ વખતે ધરોઈ ડેમ પણ 40 ટકા જ ભરાયો છે, ઉપરવાસમાં વરસાદ પડશે તો ડેમમાં પાણીની આવક વધશે ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં આ વખતે સરેરાશ ઓછો વરસાદ પડ્યો છે. ઉપરાંત ઉપરવાસમાં પણ ઓછા વરસાદને કારણે ધરોઈ ડેમમાં પણ પાણીની આવકમાં ખાસ વધારો થયો નથી. એટલે સાબરમતી […]

સાબરમતી નદીમાં માતાજીની મૂર્તિ વિસર્જન કરવા ગયેલી 3 વ્યક્તિ ઉંડા પાણીમાં ગરકાવ

ફાયરબ્રિગેડની ટીમે ત્રણેય મૃતદેહને બહાર કાઢ્યાં પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી ત્રણ વ્યક્તિના ડુબી જવાથી મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ અમદાવાદઃ રાજ્યમાં દશાના પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન મોટી રાત પછી અનેક સ્થળો ઉપર મહિલાઓ દ્વારા માતાજની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં આજે વહેલી સવારે માતાજીની મૂર્તિ […]

ગાંધીનગરના પુન્દ્રસણ-વાવોલ રોડ પર બે રિક્ષા વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

રિક્ષાએ કારનો ઓવરટેક કરતા અન્ય રિક્ષા સાથે અથડાઈ, બન્ને રિક્ષા સામસામે અથડાઈને રોડ સાઈડ પર ઉતરી ગઈ, પેથાપુર પોલીસે તપાસ હાથ ધરી ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પુન્દ્રાસણા-વાવોલ રોડ પર બે રિક્ષાઓ વચ્ચે સર્જાયો હતો, પુન્દ્રાસણ વાવોલ રોડ પર રિક્ષાચાલકે પોતાની રિક્ષા પુરઝડપે અને ગફલતભરી […]

ગાંધીનગરમાં જર્જરિત મકાનોના વીજળી-પાણીના જોડાણો કપાયા છતાંયે 20 મકાનો ખાલી ન થયાં

ગાંધીનગરઃ શહેરમાં ચોમાસા પહેલા જ જર્જરિત બનેલા આવાસ ખાલી કરવા માટે વારંવાર નોટિસો આપવા છતાંયે આવાસો ખાલી ન કરાતા આખરે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન અને પાટનગર યોજના વિભાગ દ્વારા જર્જિરિત મકાનોના પાણી અને વીજળીના કનેક્શનો કાપી નખાયા હતા. છતાંપણ 20 જેટલા રહિશો એવા છે. કે, પાણી અને વીજળીના કનેક્શનો કપાઈ ગયા છતાં ક્વાટર્સ ખાલી કર્યા નથી. ગાંધીનગરમાં […]

ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીના ઉમેદવારોનું આંદોલન, પોલીસે 100ની અટકાયત કરી

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં રામકથાના મેદાન પર ફોરેસ્ટગાર્ડ ભરતીના ઉમેદવારો પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિ નાબુદ કરવા તેમજ ભરતીમાં નોર્મલાઈઝેશન કર્યા બાદ માર્ક્સ જાહેર કરવાની માગ સાથે ગઈકાલે સોમવારથી ઘરણા પર ઉતર્યા હતા. અને વરસાદી માહોલમાં પણ ઉમેદવારોએ રામકથા મેદાન પર રાત વિતાવી હતી. દરમિયાન આજે સવારે પોલીસ કાફલાએ ધસી જઈને 100થી વધુ ઉમેદવારોની અટકાયત કરી હતી. રાજ્ય […]

ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં CBRT પદ્ધતિ રદ કરવા ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં આજે વન વિભાગમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઈઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ અને નોર્મલાઈઝેશન મેથડને કારણે અન્યાય થઈ રહ્યો હોવાના મુદ્દે ઉમેદવારોએ ધરણાં -પ્રદર્શન કર્યા હતા. ગાંધીનગરના રામકથા મેદાનમાં એકઠા થયેલા ફોરેસ્ટ ગાર્ડની ભરતીના ઉમેદવારો દ્વારા નોર્મલાઈઝેશન સાથે માર્ક્સ જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ PDF પ્રમાણે જાહેર કરવાની માંગ […]

ગાંધીનગર શહેરમાં 10મીથી 13મી ઓગસ્ટ દરમિયાન દોઢ લાખ ઘરોમાં તિરંગા લહેરાવાશે,

ગાંધીનગરઃ રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. અને આગામી તા.10મીથી 13મી ઓગસ્ટ દરમિયાન ગામેગામ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. તેમજ તાલુકા કક્ષાએ પણ બે કિલોમીટરની તિરંગા યાત્રા યોજાશે. જેમાં શાળા- કોલેજાના વિદ્યાર્થીઓ સાથે […]

ગાંધીનગરમાં ટ્રાફિક સિગ્નલોની લાઈટિંગમાં વારંવાર સર્જાતી એરરને લીધે અકસ્માતનો ભય

ગાંધીનગરઃ શહેરમાં ટ્રાફિક નિયમન માટે મુખ્ય માર્ગોના ચાર રસ્તા પર લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલોમાં કેટલાક સમયથી એરર આવવાની સમસ્યા સર્જાતી હોવાને કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. અને અકસ્માત થવાનો ભય છે. ગમે ત્યારે કોઇ એક તરફની સાઇડ બંધ હોય અને સમય પુરો થાય તે પહેલા જ ઓરેન્જ લાઇટ બ્લિન્ક કરવા લાગે છે. જેથી તે […]

ગાંધીનગરમાં આરટીઓ કચેરીમાં સર્વરની સમસ્યાથી ટેસ્ટ ટ્રેક બંધ કરતા અરજદારોને મુશ્કેલી

ગાંધીનગરઃ ગુજરાતમાં તમામ આરટીઓ કચેરીઓમાં મોટાભાગની કામગીરી ઓનલાઈન કરવામાં આવી છે. પણ સર્વરમાં વારંવાર ક્ષતિ સર્જાતા અરજદારો પરેશાન થઈ રહ્યા છે. દરમિયાન પાટનગર ગાંધીનગરની આરટીઓ કચેરીમાં ફરી એકવાર સર્વર અને ટેકનિકલ ખામીને કારણે ટ્રેક બંધ રહેવાથી ડ્રાઇવિંગ ટેસ્ટ લઈ શકાયાં ન હતાં. બપોર સુધી ટેસ્ટ આપવા આપનારાઓની લાંબી લાઈન લાગી હતી, પરંતુ સાંજ સુધી ટ્રેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code