1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં વરસાદ ખેંચાતા વન વિભાગે રોપા વિતરણ અને વૃક્ષારોપણની કામગીરી અટકાવી

ગાંધીનગરઃ ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ વાવણી લાયક વરસાદ પડ્યો નથી. આકાશમાં વાદળો ગોરંભાયા છે. વાતાવરણમાં બફારો પણ વધ્યો છે. પણ વરસાદ પડતો નથી. ત્યારે ગાંધીનગરમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને રોપા વિતરણની કામગીરી વરસાદ ખેંચાવાને લીધે અટકાવી […]

ગાંધીનગરમાં રાજ્યવ્યાપી પોલીયો અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ,

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બાળ લકવા નાબૂદી અભિયાન- 2024 અન્વયે નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે અંતર્ગત આજે રવિવારે રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષની વય જૂથના 83 લાખ 72 હજારથી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. આ હેતુસર 1 લાખ 33 હજાર 956 […]

ગાંધીનગરમાં 1432 સ્થળોએ વિશ્વ યોગદિન ઊજવાયો, બે લાખ લોકોએ કર્યા યોગના આસન

ગાંધીનગરઃ ગુજરાતભરમાં આજે વિશ્વ યોગદિનની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લાના 13 આઇકોનિક સ્થળ સહિત 1432 જગ્યાએ યોગ દિવસની ઉજવણીમાં અંદાજે 2 લાખથી વધુ લોકો સહભાગી બન્યા હતા. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર મીરાબેન […]

ગાંધીનગરઃ વેધર વોચ ગ્રુપની બેઠકમાં ચોમાસાને પહોંચી વળવા ડિપ્લોયમેન્ટ પ્લાનની કરાઈ ચર્ચા

અમદાવાદઃ ચોમાસાના આગમન પૂર્વે ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી. આ બેઠકમાં હવામાન વિભાગ સહિત વિવિધ વિભાગના અધિકારીઓએ હાજરી આપી ચોમાસાની સંભવિત પરિસ્થિતને પહોંચી વળવા તમામ પ્રકારના આયોજન સંદર્ભે ચર્ચા કરી હતી. હવામાન વિભાગના અધિકારીએ આગામી સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. વરસાદના કારણે કોઈપણ […]

ગાંધીનગરમાં ટેટ અને ટાટ’ના ઉમેદવારોના શિક્ષકોની ભરતીના મુદ્દે દેખાવો, પોલીસે કરી અટકાયત

ગાંધીનગરઃ ગુજરાતમાં 9000 શિક્ષકોની ઘટ છે. શિક્ષકોની ઘટ પુરવાને બદલે સરકાર દ્વારા શાળાઓમાં જ્ઞાન સહાયકોની કરાર આધારિત નિમણુંકો કરવામાં આવી રહી છે. તેની સામે ટાટ અને ટેટ પરીક્ષા ઉતિર્ણ કરેલા ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતીની માગ કરી રહ્યા છે. ત્યારે શિક્ષણ વિભાગની નીતિ-રીતિના વિરોધમાં આજે મંગળવારે રાજ્યભરના ટેટ અને ટાટ પાસ […]

ગાંધીનગર RTOનો નવો નિયમ, અરજદારો પાસે પોતાનુ વાહન હશે તો ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે

ગાંધીનગરઃ શહેરની આરટીઓ કચેરીમાં ટ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા અરજદારો પાસે પોતાનું વાહન હોય તો જ ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો આગ્રહ રાખવામાં આવી રહ્યા છે. જેના લીધે અરજદારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. કહેવાય છે. કે, અન્ય જિલ્લાઓની આરટીઓ કચેરીઓમાં આવો કોઈ નિયમ નથી. તો ગાંધીનગર આરટીઓ કચેરીમાં જ કેમ આવો નિયમ છે. એવો અરજદારો પ્રશ્ન પૂછી રહ્યા […]

ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપનું આયોજન, 46 દેશના ખેલાડીઓ લીધો ભાગ

અમદાવાદઃ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપ યોજાઈ રહી છે. આ ચેમ્પિયનશીપમાં ભારત સહિત 46 દેશના 230 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ટુર્નામેન્ટની મુલાકાત લઈ ખેલાડીઓનું મનોબળ વધાર્યુ હતુ. ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપ-2024 યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ભારત સહિત 46 દેશના 230 ખેલાડીઓ […]

ગાંધીનગરમાં કેટલાક કર્મચારીઓએ જર્જરિત ક્વાટર્સ ખાલી ન કરતાં વીજ-પાણીના કનેકશન કપાયા

ગાંધીનગરઃ શહેરમાં પાટનગર યાજના હેઠળના ઘણાબધા સરકારી ક્વાટર્સ જર્જરિત બની ગયા છે. ચારથી પાંચ દાયકા જુના ક્વાટર્સનું રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે. જર્જરિત હાલતમાં ઉભેલા સરકારી આવાસોનો સ્ટ્રક્ચર રીપોર્ટ નેગેટીવ આવ્યો હોય તેને ભયજનક આવાસ જાહેર કરીને ખાલી કરાવવામાં આવી રહ્યા છે પરંતુ કેટલાક કર્મચારીઓ ક્વાટર્સનો કબજો છોડતા નહીં હોવાથી પાટનગર યોજના વિભાગ દ્વારા આ કામગીરી મ્યુનિસિપલ […]

ગાંધીનગરમાં સચિવાલયના કર્મચારીઓને અર્બન હોર્ટીકલ્ચર અને કિચન ગાર્ડનની તાલીમ અપાઈ

ગાંધીનગરઃ ગુજરાતમાં અર્બન હોર્ટીકલ્ચર અને કિચન ગાર્ડનને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ કૃષિ મંત્રી  રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ સચિવાલયના અધિકારી-કર્મચારીઓ માટે બાગાયત નિયામકની કચેરી દ્વારા બે દિવસીય અર્બન હોર્ટીકલ્ચર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં આશરે 100થી વધુ અધિકારી-કર્મચારીઓએ અર્બન હોર્ટીકલ્ચર, પ્લગ નર્સરી@હોમ અને કિચન […]

ગાંધીનગર જયપુર સ્ટેશન પર એર કોન્કોર્સ બનાવવા માટે ગર્ડરનું લોકાર્પણ

અમદાવાદઃ નોર્થ વેસ્ટર્ન રેલવેના ગાંધીનગર જયપુર સ્ટેશન પર સ્ટેશન રિડેવલપમેન્ટ હેઠળ એર કોન્કોર્સના નિર્માણ માટે બ્લોક લઈને રવિવારે ગર્ડર લોંચિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આવા સ્ટેશનોના પ્લેટફોર્મને જોડતા એર કોન્કોર્સ માટે ગર્ડર લોન્ચ કરવાનું કામ ઉત્તર પશ્ચિમ રેલવે અને રાજસ્થાનમાં પ્રથમ વખત કરવામાં આવ્યું છે. ઉત્તર પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશી કિરણના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code