1. Home
  2. Tag "Gandhinagar"

લોકસભા ચૂંટણીઃ ગાંધીનગરમાં મતદાન પૂર્વે સુરક્ષાદળો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયુ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર આગામી 7મી મેના રોજ મતદાન યાજોશે. જ્યારે સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયાં છે. જ્યારે અન્ય 25મી બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગાંધીનગરમાં લોકસભા ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુક્ત […]

ગાંધીનગરમાં હીટ એન્ડ રન, પૂરફાટ ઝડપે કારે બાઈકને ટક્કર મારતા એકનું મોત, એકને ગંભીર ઈજા

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે શહેરના ગ-0 બ્રિજ પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે. પૂરફાટ ઝડપે કારએ બાઈકને ટક્કર મારતા બાઈકસવારો રોડ પર પટકાતા ગંભીર ઈજા થઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઇક સવાર બે મિત્રોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં […]

ગાંધીનગર નજીક ડ્રગ્સ બનાવતી ફેકટરીનો પર્દાફાશ, 10 લોકોની અટકાયત

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળાખારોને નાથવા માટે પોલીસ અને અન્ય એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદ નજીક ગાંધીનગરમાંથી ડ્રગ્સ બનાવવાના રેકેટનો એટીએસ અને એનસીબીએ પર્દાફાશ કર્યો હતો. ગાંધીનગરમાંથી ઝડપાયેલી ફેક્ટરીમાંથી 25 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં 10 લોકોની અટકાયત કરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ગુજરાત એટીએસ અને એનસીબીએ સંયુક્ત […]

ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઈમનો PSI રૂપિયા 40 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાયો

ગાંધીનગરઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક લાંચનો કેસ પકડાયો છે. એન્ટી કરપ્શન બ્યુરોએ સીઆઈડી ક્રાઈમના પીએસઆઈને ગાંધીનગરમાં રૂપિયા 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. ગાંધીનગરમાં સેકટર – 11 સહયોગ સંકુલ સ્થિત સીઆઇડી ક્રાઇમ ઓફિસમાં ફરજ બજાવતા પીએસઆઈ જગદીશ તુલસીભાઇ ચાવડાને સુરતમાં નોંધાયેલા ગુનાના કામે જપ્ત કરેલા કોમ્પ્યુટર, લેપટોપ, […]

ગાંધીનગરમાં કરોડોના ખર્ચે બનાવાયેલો આઈકોનિક રોડ પરના ફુલ-ઝાડ સુકાવા લાગ્યા,

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના રોડ-રસ્તાઓનું વાયબ્રન્ટ સમિટ પહેલા નવિનીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી તરફના આઈકોનીક રોડને અંદાજીત 32 કરોડના ખર્ચે તૈયાર કરીને સમયાંતર વિવિધ રંગબેરંગી ફૂલ છોડ – વૃક્ષો ઉછેરવામાં આવ્યા હતા. પરંતુ ઉનાળાની ગરમીમાં તંત્રની યોગ્ય જાળવણીના અભાવે ફુલ-ઝાડ સુકાઈ ગયા છે. આમ રોડની બન્ને સાઈડ અને ડિવાઈડર પર લીલાછમ વૃક્ષો […]

લોકસભા ચૂંટણીઃ નરેન્દ્ર મોદી અને અમિત શાહ 27મી એપ્રિલથી ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ધીમે ધીમે તેજ બની રહ્યો છે. રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 25 બેઠકો ઉપર આગામી 7મી મેના રોજ મતદાન યોજાશે. જ્યારે સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયાં છે. દરમિયાન આગામી 27મી એપ્રિલથી 3 મે સુધી રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગ, સદનસીબે જાનહાની ટળી

ગાયનેક વિભાગના ઓપીડીમાં લાગી આગ એસીમાં શોર્ટ સરકીટથી આગ લાગ્યાનું ખૂલ્યું ફાયરબ્રિગેડની ટીમે આગ ઉપર મેળવ્યો કાબુ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓમાં વધારો થયો છે. રવિવારે અમદાવાદ શહેર અને જિલ્લામાં આગની 3 ઘટનાઓ બની હતી. દરમિયાન રાજધાની ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. હોસ્પિટલના ગાયનેક વિભાગની ઓપીડીમાં સામાન્ય આગ લાગી હતી. શોર્ટ […]

ગાંધીનગર સીટ પરથી અમિત શાહે વિજય મુહૂર્તમાં ભર્યુ નામાંકન પત્ર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રહ્યા હાજર

ભવ્ય રોડ શો યોજ્યા બાદ આજે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. 12 વાગ્યેને 39 મિનિટના વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેક્ટર કચેરીમાં તેમણે નામાંકન પત્ર ભર્યું છે. ગઈકાલે ગાંધીનગર અને અમદાવાદમાં કાર્યકરો સાથે શક્તિ-પ્રદર્શન કર્યા બાદ જાહેરસભા યોજી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ રહ્યા […]

ગાંધીનગરથી ઈન્દિરા બ્રિજ જતા રોડ પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું મોત

ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં ગાંધીનગરના ભાટથી ઈન્દિરા બ્રિજ તરફ જતાં રોડ પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. કોઈ અજાણ્યા વાહને રાહદારીને અડફેટે લીધો હતો, અને વાહનચાલક વાહન સાથે નાસી ગયો હતો. દરમિયાન આ રસ્તા પરથી પસાર થતાં લોકોએ રાહદારીને સારવાર સામે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત […]

વૈદિક ગુરુકુલોમાં વેદ પરંપરા અને નૈતિક શિક્ષણની સાથોસાથ આધુનિક અભ્યાસનો સમન્વય જરૂરી : રાજ્યપાલ

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામે સાબરમતી નદીના તીરે વૈદિક સંસ્કૃતિ અને ગુરુકુલીય શિક્ષાની સુરક્ષા અને સંવર્ધન હેતુ સ્થાપિત દર્શનયોગ ધામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે સમર્પણ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ ભવનમાં 36 સાધના કુટિર છે. રામનવમીના પાવન પર્વે શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ સંકુલમાં વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ પણ કરાવ્યો હતો.  ગાંધીનગરના લાકરોડામાં વૈદિક સંસ્કૃતિની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code