અંબાજીના ભાદરવી પૂનમના મેળા દરમિયાન સેવા કેમ્પો પરથી કચરો એકત્ર કરીને ખાતર બનાવાશે
સૌ પ્રથમવાર સેવા કેમ્પો પરથી દિવસમાં બે વાર ભીનો કચરો એકત્ર કરાશે, અંબાજીથી પાલનપુર ધણીયાણા ચોકડી સુધી કચરાનું વહન કરાશે, સફાઈ માટે 150 ℅ વધારાના ટ્રેકટરો અને પાંચ ઝોન દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાશે અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં માતાજીના દર્શન માટે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડતા હોય છે. જેમાં દુર દુરથી પગપાળા […]