આજે ગીતા જ્યંતિ, શ્રીકૃષ્ણ દ્વારા ઉપદેશિત એકાત્મતા, સમાનતા, દિવ્ય તત્ત્વજ્ઞાનનું મનન-ચિંતન કરીએ
શ્રીમદ્ ભગવદ્ ગીતા એટલે ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણના મુખારવિંદમાંથી નીસરેલી વાણી, વેદોનો સાર. જેનું સંકલન મહર્ષિ વેદવ્યાસજીએ સાતસો શ્લોક અને અઢાર અધ્યાયના રૂપે કર્યુ છે. ગીતા બહુઆયામી મહામૂલ્યવાન ગ્રંથ છે. ગીતા જયંતિ, માગસર સુદ એકાદશી નિમિત્તે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ દ્વારા ઉપદેશિત એકાત્મતા,સમાનતા,સમદ્રષ્ટિ,સમભાવના દિવ્ય તત્ત્વજ્ઞાનનું મનન-ચિંતન કરીએ. શ્રીકૃષ્ણ કહે છે સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિ:સંદેહ […]