1. Home
  2. Tag "Government Hospital"

આરોગ્ય વિભાગનું અંધેર, સરકારી દવાખાનામાં રૂપિયા 4 કરોડની દવાઓ એક્સપાયર્ડ થઈ ગઈ

 અમદાવાદ, 1 એપ્રિલ 2026:  Medicines worth Rs 4 crores expired ગુજરાતમાં સરકારી દવાખાનાઓ અને આરોગ્ય કેન્દ્રોમાં ગરીબ દર્દીઓ માટે સરકાર દ્વારા દવાઓનો જથ્થો આપવામાં આવે છે. કરોડો રૂપિયાની દવા એક્સપાયર્ડ થઈ જાય ત્યાં સુધી તંત્રને ખબર પડતી નથી.  એક તરફ ગરીબ દર્દીઓ મોંઘી દવાઓના ખર્ચથી બચવા માટે સરકારી હોસ્પિટલો અને જનઔષધિ કેન્દ્રોના ધક્કા ખાઈ રહ્યા […]

ઓડિશાના કટકની હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 10ના મોત

નવી દિલ્હી, 16 માર્ચ 2026: ઓડિશાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, SCB મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ટ્રોમા કેર યુનિટમાં આજે વહેલી સવારે લાગેલી આગે ભારે તાંડવ મચાવ્યો છે. આ ભયાનક દુર્ઘટનામાં ICUમાં સારવાર લઈ રહેલા 10 નિર્દોષ દર્દીઓના કરુણ મોત નીપજ્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સોમવારે વહેલી સવારે […]

ગુજરાતમાં વર્ષ 2024માં સરકારી દવાખાનાઓમાં 38 લાખથી વધુ લોકોએ લીધો આરોગ્ય લાભ

10,280થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં 7,600 કમ્યુનિટી હેલ્થ ઑફિસર્સની નિમણૂક ગુજરાતનું ડોકલાવ આયુષ્માન આરોગ્ય મંદિર બન્યું દેશનું પ્રથમNQAS પ્રમાણિત કેન્દ્ર રાજ્યના 8 મુખ્ય પ્રવાસન સ્થળોએ કાર્યરત છે મૉડલ આયુષ્માન આરોગ્ય મંદિર  ગાંધીનગરઃ  જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે નવી ગાથા લખી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં અત્યારસુધીમાં 10,280થી […]

સરકારી હોસ્પિટલમાં જમીન ઉપર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રચુડ પણ ભૂતકાળમાં સુઈ ગયા હતા

હોસ્પિટલના તબીબો અને સ્ટાફમાં હજુ ભયનો માહોલ સુપ્રીમ કોર્ટે પોલીસની કામગીરીને લઈને કર્યાં સવાલો નવી દિલ્હીઃ કોલકાતામાં મહિલા તબીબની હત્યા કેસની હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડએ જણાવ્યું હતું કે, અમે હોસ્પિટલોમાં સામાન્ય રીતે કામ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. અમે સરકારી હોસ્પટલમાં ગયા હતા. હું ખુદ સરકારી હોસ્પિટલમાં જમીન ઉપર […]

સરકારી હોસ્પિટલના તબીબો અને મેડીકલ સ્ટાફના હિતમાં રાજ્ય સરકાર કર્યો મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં લાભાર્થીઓને અપાતી સારવારનું ધોરણ વધારવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારી હોસ્પિટલોને મળતી PMJAYની આવકમાંથી હોસ્પિટલોના ડોક્ટર, પેરા-મેડીકલ સ્ટાફ અને […]

ભાવનગરના વલ્લભીપુરમાં સરકારી હોસ્પિટલની જર્જરિત હાલત, 40 ગામના દર્દીઓને પડતી હાલાકી

ભાવનગર: જિલ્લાના વલ્લભીપુર તાલુકા મથક હોવાથી સરકારી હોસ્પિટલ આવેલી છે. પરંતુ તંત્રની બેદકારીને લીધે હોસ્પિટલના હાલત જર્જરિત બની છે. તેથી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પતરાના શેડ ઊભા કરીને હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે. વલ્લભીપુર તાલુકાના 40 ગામના લોકો સારવાર માટે આ હોસ્પિટલમાં રોજબરોજ આવે છે. દર્દીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. પતરાના શેડ નીચે ચાલતી હોસ્પિટલમાં પૂરતી સારવાર ન […]

પાટડીની સરકારી હોસ્પિટલની દુર્દશા, પીવાના પાણીની સુવિધા નથી, ચારેકોર ગંદકીનું સામ્રાજ્ય

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પછાત ગણાતા પાટડી શહેરની સરકારી હોસ્પિટલનો આ વિસ્તારના 92 જેટલા ગામોના લોકો લાભ લઈ રહ્યા છે. આ હોસ્પિટલની દુર્દશાથી દર્દીઓ વધુ બિમાર પડી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં ગંદકી અને અવ્યવસ્થાથી દર્દીઓ હેરાન પરેશાન થઇ ગયા છે. એમાંય આકરા ઉનાળાની શરૂઆતમાં જ આ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ અને એમના સગાવહાલાઓ માટે પીવાના પાણીની પણ સરખી […]

ગુજરાતમાં તમામ આરોગ્ય સંસ્થાઓમાં સીનિયર સીટીઝનોને હવે અલાયદી સુવિધાઓ અપાશે

ગાંધીનગરઃ રાજયના વયોવૃધ્ધ-સીનિયર સીટીઝન નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે મળી રહે એ માટે રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો તેમજ આરોગ્ય કેંદ્રો ખાતે વયોવૃધ્ધો-સિનિયર સિટિઝન એટલે કે 60 વર્ષથી ઉપરની વય વ્યક્તિઓ માટે આરોગ્યલક્ષી સેવાઓ માટે અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યાનુસાર વયોવૃધ્ધ વ્યક્તિઓ એટલે કે,60 વર્ષ કે […]

ભાવનગરના મહુવાની સરકારી હોસ્પિટલના સિલિંગમાંથી પડતા ગાબડાંથી દર્દીઓમાં ભય

ભાવનગરઃ રાજ્યમાં આરોગ્ય માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં તાલુકા મથકે સરકારી હોસ્પિટલોના મકાનોની જર્જરિત હાલત જોવા મળી રહી છે. જિલ્લાના મહુવાની સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગની એવી હાલત છે. કે બિલ્ડિંગના છતમાંથી પોપડાં પડી રહ્યા છે. જેથી દર્દીઓ ભયના ઓથાર હેઠળ સારવાર લઈ રહ્યા છે. ચોમાસાની ઋતુંમાં તો ગમે ત્યારે છતમાંથી ગાબડાં […]

હળવદની સરકારી હોસ્પિટલમાં આખલો ઘૂંસી ગયો, ત્રણ કલાકની જહેમત બાદ બહાર કાઢયો

મોરબીઃ જિલ્લાના હળવદમાં રખડતા ઢોર અને આખલાં રોડ-રસ્તાઓ પર તરખાટ મચાવતા હોય છે. ત્યારે શહેરના સરકારી હોસ્પિટલમાં આખલો ઘૂંસી જતા  હોસ્પિટમાં દાખલ દર્દીઓ, તેમના સગાવ્હાલાઓ અને તબીબોમાં નાસભાગ મચી ગઈ હતી. બે-ત્રણ કલાકની જહેમત બાદ આખલાને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ હળવદની સરકારી હોસ્પિટલમાં આવેલા દવા રૂમમાં દવા રૂમનો દરવાજો ભુલથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code