1. Home
  2. Tag "government"

આપત્તિ વ્યવસ્થાપન નીતિઓ અને માળખામાં સતત સુધારા સરકાર કરી રહી છેઃ પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે કેન્દ્ર સરકાર આબોહવા પરિવર્તન દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે આપત્તિ વ્યવસ્થાપન નીતિઓ અને માળખામાં સતત સુધારા કરી રહી છે. આજે નવી દિલ્હીમાં આપત્તિ વ્યવસ્થાપન પર વિશ્વ કોંગ્રેસને સંબોધતા,  ગોયલે વસુધૈવ કુટુંબકમની સાચી ભાવના સાથે મુશ્કેલીમાં મુકાયેલા દેશોને મદદ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર […]

ગુજરાતઃ અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર રોડ સેફ્ટી કામગીરી માટે સરકારે રૂ. ૧૮૮ કરોડ ફાળવ્યા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યમાં માર્ગ સલામતી રોડ સેફ્ટી માટે જનહિતકારી નિર્ણય કર્યો છે. તેમણે રાજ્યના માર્ગો પરની રોડ સેફ્ટી સંલગ્ન વિવિધ કામગીરી માટે માર્ગ મકાન વિભાગને ૧૮૮ કરોડ રૂ.ના કામો હાથ ધરવા મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ માર્ગો પર અકસ્માતોની સંખ્યા ઘટે અને વાહન ચાલકો માટે માર્ગ સલામતી વધે તેવો જનહિત અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી […]

સરકાર મજબૂત સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટે સુધારા નીતિઓ ઘડી રહી છે

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ભારપૂર્વક જણાવ્યું છે કે સરકાર મજબૂત સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટે સુધારાવાદી નીતિઓ ઘડી રહી છે. જેનો ઉદ્દેશ્ય ટેકનોલોજી સ્તરે આત્મનિર્ભરતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. એરો ઈન્ડિયા 2025 અગાઉ નવી દિલ્હીમાં રાજદૂતો સાથે એક ગોળમેજી પરિષદની અધ્યક્ષતા કરતા રાજનાથ સિંહે સંરક્ષણ અને હવાઈ ક્ષેત્રોમાં દેશની પ્રગતિ પર […]

જમ્મુ-કાશ્મીરમાં વિદ્યાર્થીઓએ સરકાર સામે ખોલ્યો મોરચો, CM અબ્દુલ્લાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન

જમ્મુ-કાશ્મીરમાં અનામત નીતિને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓનો આ અસંતોષ હવે એક મોટું આંદોલન બની રહ્યો છે. સોમવારે વિરોધ ચરમસીમાએ પહોંચ્યો જ્યારે વિદ્યાર્થીઓએ શ્રીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન ગુપકર રોટ ખાતે પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનમાં નેશનલ કોન્ફરન્સના સાંસદ અગા રૂહુલ્લા મેહદી અને અન્ય ઘણા રાજકીય નેતાઓએ પણ ભાગ લીધો હતો. સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ અનામત […]

ગુજરાતના વિજ વપરાશકારોને રાહત, સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કર્યો

ગાંધીનગરઃ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.1,120 કરોડનો લાભ થશે ‘સુશાસન દિવસ’ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.ઓકટોબર 2024થી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના […]

ભારતના યુવાનોની ક્ષમતા અને પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ કરવાની સરકારની પ્રાથમિકતાઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગથી 71 હજારથી વધુ નવનિયુક્ત નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કાર્યક્રમને સંબોધતા નવનિયુક્ત યુવાનોને અભિનંદન આપતાં કહ્યું કે, “આજે દેશના હજારો યુવાનો માટે જીવનની નવી શરૂઆત થઈ રહી છે. તમારું વર્ષોનું સ્વપ્ન સાકાર થયું છે, વર્ષોની મહેનત સફળ થઈ છે. પીએમ મોદીએ પોતાનાં સંબોધનમાં કહ્યું, હું […]

સરકારના નિયંત્રણમાં આવી શકે છે મસ્જિદો અને ચર્ચ, વિધાનસભા અધ્યક્ષ નાર્વેકરે સરકારને સૂચવ્યું

હવે મહારાષ્ટ્રમાં મંદિરોની જેમ મસ્જિદ અને ચર્ચ પણ સરકારના નિયંત્રણમાં આવી શકે છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે મંગળવારે રાજ્ય સરકારને આ સૂચન આપ્યું હતું. મંત્રી જયકુમાર રાવલે તેના પર વિચાર કરવાની ખાતરી આપી હતી. હકીકતમાં, ફડણવીસ સરકારે પ્રભાદેવી સ્થિત પ્રખ્યાત સ્વયંભુ સિદ્ધિવિનાયક ટેમ્પલ ટ્રસ્ટ (પ્રભાદેવી) સંશોધન બિલ 2024 વિધાનસભામાં રજૂ કર્યું હતું. નાર્વેકરે બિલ પર […]

સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબધ્ધ

નવી દિલ્હીઃ ખાદ્ય અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ભાવમાં વધારો થયો છે ત્યારે સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબધ્ધ છે. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં ઈલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસીપ્ટ્સ આધારિત પ્લેજ ફાઈનાન્સિંગ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમના લોન્ચ દરમિયાન આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. જોશીએ જણાવ્યું હતું […]

‘ક્યાં સુધી મફત સુવિધાઓ આપીશે, સરકાર રોજગારની તકો કેમ ઊભી કરતી નથી?’, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની મફત રાશન યોજના પર સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે ક્યાં સુધી લોકોને મફત રાશનનું વિતરણ કરવામાં આવશે. સરકાર રોજગારીની તકો કેમ ઉભી કરતી નથી? કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ 81 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે. તેના પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code