1. Home
  2. Tag "Granted Schools"

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, કર્મચારીઓ, શિક્ષકો લડતના માર્ગે, CMને લખ્યો પત્ર

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ છેલ્લા કેટલાક વર્ષોથી અનેક મુશ્કેલીઓ અને પ્રશ્નોનો સામનો કરી રહી છે. અગાઉ સરકારને અનેકવાર રજુઆત કરવા છતાં એનો ઉકેલ આવ્યો નથી. ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યો, શિક્ષકો અને કર્માચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. બીજીબાજુ પરિણામ ઓછું આવે તો ગ્રાન્ટ કાપી લેવામાં આવે છે. આવા અનેક પ્રશ્નો છે. છતાંયે એનું નિરાકરણ લાવવામાં આવતું નથી. […]

ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરાતી નથી, રજુઆતો છતાંયે સરકાર નિષ્ક્રિય

ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાને 45 દિવસ વિતિ ગયા છતાં શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવી નથી. એટલે વિદ્યાર્થીઓના ભણતરને માઠી અસર પડી રહી છે. શાળાને સંચાલકોએ સરકારને અગાઉ અનેકવાર રજુઆતો કર્યા છતાંયે કોઈ પગલાં લેવાયા નથી. ગ્રાન્ટેડ સ્કૂશાળાઓના સંચાલકોની અનેક રજૂઆત અને માંગણીઓ છે, જે પૂરી થાય તો શાળાઓમાં ગરીબ […]

ગ્રાન્ટેડ શાળાઓનું 30 ટકા પરિણામ ઓછું હોય તો પણ 5 વર્ષ સુધી ગ્રાન્ટ ન કાપવા રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ગ્રાન્ટેડ શાળાઓનું ધોરણ 10નું 30 ટકા કરતા ઓછું પરિણામ આવ્યું હોય તો ગ્રાન્ટ આપવામાં આવતા નથી. તેમજ ઓછા પરિણામને લીધે પણ ગ્રાન્ટ કાપી લેવામાં આવે છે. એક બાજુ ગ્રાન્ટેડ શાળાઓમાં પુરતા શિક્ષકોની ભરતી કરાતી નથી. અને બીજી બાજુ કોરોના કાળમાં વિદ્યાર્થીઓને […]

રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા સહિત પડતર પ્રશ્નોની રજુઆતો છતાં સરકાર નિષ્ક્રિય

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ સહિત અનેક પ્રશ્નો અંગે સરકારને સંચાલક મંડળ દ્વારા વારંવાર રજુઆતો કરવા છતાં પ્રશ્નો ઉકેલાતા નથી, ત્યારે ફરીવાર રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ અધિક સચિવને પત્ર લખીને ગ્રાન્ટેડ સ્કૂલોમાં સ્ટાફ, વિદ્યાર્થીઓ પરીક્ષા સહિતના અનેક મહત્વના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત છતાં શિક્ષણ સચિવ દ્વારા એક […]

જ્ઞાનસેતુ ડે શાળાઓમાં ગ્રાન્ટેડ શાળાઓને તબદીલ કરો, શાળા સંચાલકોએ કરી માગ

ગાંધીનગરઃ ગુજરાતમાં જ્ઞાનસેતુ ડે સ્કુલ, જ્ઞાનસેતુ નિવાસી શાળાઓને મંજુરી અપાતા તેની સીધી અસર રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને થશે. રાજ્યભરમાં જ્ઞાનસેતુ ડે સ્કુલ, જ્ઞાનસેતુ નિવાસી શાળા, જ્ઞાનશક્તિ સ્કુલ, રક્ષાશક્તિ સ્કુલો શરૂ થવાથી દર વર્ષે અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાથી આવરી લેવામાં આવશે. આથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાંથી ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકા […]

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં હજારો જગ્યાઓ ખાલી, શાળા સંચાલકો હવે હાઈકોર્ટના શરણે જશે

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો, કર્મચારીઓ વગેરેની અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં ભરવામાં આવતી નથી. ઉપરાંત શિક્ષણ વિભાગના અધિકારીઓ ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવી રહ્યા છે. ત્યારે શાળા સંચાલકોએ  ગુજરાત સરકાર સામે બાંયો ચઢાવી છે. શાળા સંચાલકોએ કહ્યું હતું કે, અમારા પડતર પ્રશ્નોનું ત્વરિત યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમે ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોના પ્રશ્નો ઉકેલવાની માગણી પણ સરકાર મચક આપતી નથી

ગાંધીનગરઃ રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકોના પડતર 23 જેટલા પ્રશ્નો વણઉકેલ્યા રહ્યા હતા. જેમાં શિક્ષકોના પ્રશ્નોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવી, શાળાઓમાં તાકિદે આચાર્યોની ભરતી કરવા સહિતના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષકોના મંડળ દ્વારા અગાઉ શિક્ષણ વિભાગને અનેક વાર રજુઆતો અને આવેદનપત્ર આપવા છતાં પ્રશ્નો ઉકેલાયા નથી. આથી ગ્રાન્ટેડ માધ્યમિક અને […]

ગુજરાતમાં સરકારની અણઘડ નીતિને કારણે ગ્રાન્ટેડ શાળાઓની કફોડી સ્થતિઃ શાળા સંચાલકો

અમદાવાદઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની અણઘડ નીતિને કારણે ગ્રાન્ટેડ શાળાના સંચાલકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઘણી બધી ગ્રાન્ટેડ શાળાઓ તાળા લાગી ગયા છે. બીજીબાજુ ખાનગી શાળાઓ વધતી જાય છે. ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકો અને આચાર્યની ભરતી થતી નથી, મોટાભાગની શાળાઓ પ્રવાસી શિક્ષકોથી ચાલે છે. હાલ 20 ટકા નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે, એમાં […]

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓની સળંગ નોકરી ગણવા સ્કુલ સંચાલકોની રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં  ગ્રાન્ટેડ શાળાઓમાં નોકરી કરતા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓએ અનેક જગ્યાએ તૂટક તૂટક નોકરી કરી છે, તો આવા કર્મચારીઓની તૂટક નોકરી સળંગ ગણવામાં આવે તેવી શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગ સમક્ષ રજુઆત કરી છે. અને આવા કર્મચારીએની સળંગ નોકરી ગણવામાં આવે તો સ્કૂલને અનુભવી શિક્ષક અને સ્ટાફ મળી રહેશે. રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ […]

ક્યાંથી ભણશે ગુજરાત, ગ્રાન્ટેડ શાળાઓમાં 3000થી વધુ આચાર્યોની જગ્યાઓ ખાલી, CMને રજુઆત

ગાંધીનગરઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે શિક્ષણ વિભાગ છેલ્લા ઘણા સમયથી નિરસ બન્યુ છે. ગ્રાન્ટેડ શાળાઓને વર્ગ વધારવાની મંજુરી પણ આપવામાં આવતી નથી. સરકારના ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે ઓરમાયા વર્તનને લીધે હવે શાળા સંચાલકો પણ કંટાળી ગયા છે. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં 3000 આચાર્યોની જગ્યા ખાલી પડી છે. શિક્ષણ વિભાગ દ્વારા 5 વર્ષથી HMATની પરીક્ષા લેવામાં આવતી નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code