1. Home
  2. Tag "gujarat"

ગુજરાતની જનતાને ગરમીમાંથી રાહત મળશે, હળવા વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યની જનતાને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં હળવો વરસાદ પડશે. દાહોદ,છોટા ઉદેપુર,નર્મદા,ડાંગ,તાપી,નવસારી,વલસાડ અને દમણ-દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની સંભાવના છે. રાજ્યમાં વરસાદ પડવાની આગામી 7 દિવસ દરમિયાન હવામાન વિભાગ દ્વારા […]

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ અને આપ સિવાય બાકીના 215 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં 26 બેઠકોમાં સુરતની બેઠક ભાજપની બિનહરિફ બનતા 25 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 24 બેઠકો પર ભાજપનો વિજ્ય થયો હતો. જ્યારે કોંગ્રેસનો એક બેઠક પર વિજ્ય થયો હતો. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સિવાય તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ છે. એટલે કે, 266 ઉમેદવારો પૈકી 215 ઉમેદવારોની ડિપોઝિટ […]

ગુજરાતના 4.59 લાખ મતદારોએ ‘નોટા’નું બટન દબાવ્યું

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કુલ 2.88 કરોડ મત પડયા હતા અને તેમાંથી 4.59 લાખ મતદારોએ “નન ઓફ ધ અબોવ” (નોટા) ઉપર પસંદગી ઉતારીને તેમની સમક્ષ ઉપલબ્ધ તમામ ઉમેદવારોના વિકલ્પને જાકારો આપ્યો હતો. નોટાને મામલે એસટી બેઠક દાહોદ સતત બીજી લોકસભા ચૂંટણીમાં મોખરે રહ્યું હતું. 2019માં 31 હજાર 936 જ્યારે 2024 માં 34 હજાર 935 મતદારોએ […]

ભારે વિરોધ વચ્ચે સાબરકાંઠાની બેઠક પર કમળ ખીલ્યુ : પૂર્વ શિક્ષિકા હવે અધુરા ક્લાસ દીલ્હીમાં લેશે

ખેડબ્રહ્મા : તા.16 ફેબ્રુઆરીના રોજ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી માટે કોને મળશે ટીકીટ ? થી લઈને હવે કોણ જીતશે ? વચ્ચેનો આજે આતુરતાનો અંત આવ્યો હતો. જયારે સાબરકાંઠા બેઠક પર જેમણે સેન્સ આપ્યા હતા તેના આશ્ચર્ય વચ્ચે સૌપ્રથમ અરવલ્લી ના ભીખાજી ઠાકોરને ભાજપે ટીકીટ આપી હતી અને તેઓ ઠાકોર – […]

અમારી ભૂલને કારણે એક બેઠક ગુમાવી છે, હવે ભુલ સુધારીને કામ કરીશુઃ સી આર પાટીલ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો 5 લાખથી વધુ લીડથી જીતવાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો.  ગુજરાતમાં ક્લીન સ્વીપ કરવા મથી રહેલા ભાજપનું સપનુ રગદોળાયું છે. 25 બેઠકો જીતવાનો આનંદ એટલો નથી, જેટલી એક બેઠક ગુમાવવાનો રંજ દેખાઈ રહ્યો છે. પરિણામ બાદ સીઆર પાટીલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ બેઠકો જીતવાનો વિશ્વાસ હતો, […]

ગાંધીનગરમાં અમિત શાહે 1.65 લાખની લીડ વટાવી, નવસારીમાં CR પાટિલ, બનાસકાંઠામાં ગેનીબેન ફરી આગળ

અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી કરવામાં આવી રહી છે. આ સાથે ગુજરાતની 25 બેઠકો પર પણ મતગણતરી થઈ રહી છે. ગાંધીનગરની બેઠક પર ચોથા રાઉન્ડમાં ભાજપના અમિત શાહ 1.65 મતોથી આગળ છે. જ્યારે નવસારીની બેઠક પર સીઆર પાટિલ 88 હજાર મતોથી આગળ છે જ્યારે બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ગનીબેન ઠાકોર પણ આગળ ચાલી રહ્યા છે.ખેડા […]

ગુજરાતમાં 20 બેઠકો પર ભાજપ આગળ, 5 બેઠકો પર નજીવા મતોથી થતી ચડ ઉતર

અમદાવાદઃ  ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો તેમજ વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીની આજે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ છે. જેમાં પ્રારંભીક તબક્કે બનાસકાંઠા, અમરેલી, જામનગર અને આણંદ તથા ભરૂચની બેઠક પર ચડ-ઉતર થઈ રહી છે. કોંગ્રેસ 5 બેઠક પર તો ભાજપ 20 બેઠક પર આગળ છે. આણંદની બેઠક પર કોંગ્રેસના અમિત ચાવડા 8097 અને ભાજપના […]

રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર કાલે મંગળવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે

ગાંધીનગરઃ રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત 615 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને Postal Ballot અને ETPBS માટે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ Observers પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયા છે. મતગણતરી સ્ટાફનું First અને Second Randomization પૂર્ણ કરી દેવામાં […]

ગુજરાતઃ 7 જિલ્લાના 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન

અમદાવાદઃ ગુજરાતમાં પડેલ કમોસમી વરસાદને કારણે થયેલ પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. રાજ્યમાં તા. 13 મે થી 18 મે દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે સુરત, નર્મદા અને વલસાડ જિલ્લામાં તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાન અંતર્ગત વિસ્તારોમાં વિગતવાર સર્વે કરવાની જિલ્લા કલેકટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ […]

ગુજરાતમાં ચાર બેઠકો જીતવાનો કોંગ્રેસને ભરોસો, ભાજપને ક્લિન સ્વિપનો વિશ્વાસ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની મત ગણતરીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક્ઝિટ પોલ ભાજપ-એનડીએને 350થી વધુ બેઠકો મળવાનો દાવો કરી રહ્યું છે, સાથે ભાજપ પણ ગુજરાતમાં તમામ બેઠકો પર જીત મેળવવાનો વિશ્વાસ રાખી રહી છે. જ્યારે કોંગ્રેસને ગુજરાતમાં ચાર બેઠકો પર જીત મળશે એવો ભરોસો છે. જ્યારે 10થી 12 બેઠકો એવી છે. કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code