1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં 15મી જુનથી ચોમાસુ બેસી જશે, આવતીકાલથી 30-35 કિમીની ઝડપે પવન ફૂંકાશે

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ આજે સોમવારથી ગરમીમાં થોડી રાહત મળી છે. લોકો મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આગામી 15મી જુનથી રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ જશે. એવું હવામાન વિભાગનું માનવું છે. જોકે અંબાલાલ પટેલ સહિતના હવામાન શાસ્ત્રીઓ તો 10મી જુન બાદ મેઘરાજાની પધરામણી વાજતે ગાજતે થશે એવી આગાહી કરી રહ્યા છે. રાજ્યના હવામાન વિભાગે […]

ગુજરાતમાં 25-મતગણતરી કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદઃ ૦૪ જૂનના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી-૨૦૨૪ ની મતગણતરી અનુસંધાને શમશેર સિંઘ, પોલીસ મહાનિદેશક (કાયદો અને વ્યવસ્થા) અને લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના પોલીસ નોડલ અધિકારી દ્વારા તમામ પોલીસ કમિશનર, રેન્જ વડાઓ તથા પોલીસ અધિક્ષકઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા સૂચના કરવામાં આવેલ છે. જે અનુસંધાને રાજ્યમાં ૨૫-મતગણતરી કેન્દ્રો ઉપર ત્રી-સ્તરીય […]

ગુજરાતઃ દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

અમદાવાદઃ ગુજરાતનો વિશાળ દરિયાકિનારો પ્રવાસીઓમાં હોટ ફેવરિટ છે. એવામાં, દ્વારકામાં આવેલા બીચ માટે એક સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના એક-બે નહિ, દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. દ્વારકાના કલેક્ટરે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર લોકોની અવર જવર પર તંત્ર દ્વારા રોક લગાવવામાં આવ્યો […]

ગુજરાતમાં આઈસ્ક્રીમ, પીઝા સહિતના વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટીના દરોડા, વેપારીઓમાં ફફડાટ

અમદાવાદ:  હાલ ઉનાળાની ગરમીને લીધે આઈસ્ક્રીમની સીઝન પૂરબહારમાં છે. ત્યારે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ આઈસ્ક્રીમ પાર્લરો, પીઝા શોપ, ઠંડાપીણા સહિતના વેપારીઓ ત્યા દરોડા પાડ્યા હતા. જેમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી GST વિભાગના ધ્યાને આવી છે. અધિકારીઓએ તપાસ કરતા આ વેપારીઓને ત્યાંથી 40 કરોડના છૂપા વેચાણનો પર્દાફાશ થયો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ જી.એસ.ટી.વિભાગ […]

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ કેટલી બેઠકો પર 5 લાખની લીડ મેળવી શકશે

અમદાવાદઃ ગુજરાતમાં 25 લોકસભાની બેઠકો તેમજ 5 વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ તા.4થી જુનને મંગળવારે જાહેર થશે, એચલે ચૂંટણીના પરિણામોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે. શનિવારે સાંજે એક્ઝિટ પોલ જાહેર થયા એમાં ભાજપ-એનડીએ ફરીવાર સત્તાના સૂત્રો સંભાળશે એવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ એકાદ બેઠક મેળવે એવું અનુમાન કરવામાં […]

ગુજરાતમાં શૈક્ષણિક સત્રના પ્રારંભથી સ્કૂલવાનના ચેકિંગ માટે RTOને સુચના, ખાસ ટીમ બનાવાશે

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યના તમામ વિભાગો સક્રિય બન્યા છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી શાળાઓ ખૂલતા જ સ્કુલવાનના ચેકિંગ માટે આરટીઓને રાજ્ય સરકારે સુચના આપી છે. આરટીઓ દ્વારા ખાસ ટીમો બનાવીને સ્કૂલવાનનું ચેકિંગ કરવામાં આવશે. રાજ્યમાં 13મી જુનથી શાળાઓ શરૂ થશે. બાળકોને તેમના ઘેરથી શાળાએ લઈ જતી અને લાવતી સ્કૂલ વાન અને રિક્ષામાં સુરક્ષાને […]

ગુજરાતમાં વિવિધ રોગના સ્પેશ્યાલિસ્ટ સરકારી તબીબોના પગારમાં વધારો કરાશે,

અમદાવાદઃ ગાંધીનગર ખાતે તાજેતરમાં આરોગ્ય વિભાગના સચિવના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ તથા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના વડાઓ સાથે બેઠક મળી હતી. જેમાં સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ તબીબોની ઘટ નિવારવા માટે ક્લાસ-1 તબીબોને  રૂ.95 હજારથી વધુ રૂ.1.30 લાખ પગાર ચૂકવવા વૈચારિક સંમતિ અપાઇ હતી. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ આચારસંહિતા પૂર્ણ થયા બાદ જાહેરાત કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગના […]

ગુજરાતમાં ગરમીના લીધે શાળાઓમાં વેકેશન લંબાવવા શાળા સંચાલકોની CMને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં શાળાઓમાં હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. અને 13મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. બીજી બાજુ જુનના બીજા-ત્રીજા સપ્તાહમાં 41થી 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. ત્યારે શાળાઓને ઉનાળું વેકેશનમાં એક સપ્તાહનો વધારો કરવા શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે રાજ્યમાં શાળાઓનું વેકેશન 13 જૂનને બદલે 20 […]

ગુજરાતમાં 7મી જુનથી પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થશે, હજુ બે-ત્રણ દિવસ અસહ્ય ગરમી રહેશે

અમદાવાદઃ દક્ષિણ ભારતમાં કેરળમાં બે દિવસ પહેલા જ વાજતે-ગાજતે ચોમાસું આગમન થયા બાદ ચોમાસું આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં 7મી જુનથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જશે. અને 15 જુન બાદ ગુજરાતમાં મેધરાજાનું વિધિવત આગમન થઈ જશે. હાલ રાજ્યમાં તાપમાન 40થી 42 ડિગ્રીની આસપાસ નોંધાય રહ્યું છે. હજુ બે-ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ત્યાર […]

ગુજરાતઃ RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ 1353 બાળકોને પ્રવેશ અપાયો

અમદાવાદઃ RTE ACT-2009 હેઠળ રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં વધુ 1 હજાર 353 બાળકોને પ્રવેશ અપાયો છે. RTEના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ 3જી જૂન, 2024 સુધીમાં સંબંધિત શાળામાં રૂબરૂ જઈને જરૂરી આધાર પુરાવા રજૂ કરી પ્રવેશ મેળવવાનો રહેશે. RTE ACT-2009ની કલમ 12.1.(C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code