1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ ખરીદદારો, વેચાણકારોને ફિનટેકની સુવિધા પૂરી પાડવા અંગે ONDP અને સરકાર વચ્ચે MoU

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેટર્સ સમિટ-2024ના બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે ગૃહ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ‘ઈ-કોમર્સ: બિઝનેસ ઓન ફિંગરટીપ્સ’  અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં મંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ખરીદદારો, વેચાણકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા તથા ફિનટેકની સુવિધા પૂરી પાડવા અંગે ઓ.એન.ડી.પી, (ONDP) વતી ચીફ બિઝનેસ ઓફિસર શિરીષ જોષી અને ગુજરાત સરકાર વતી અધિક ઉદ્યોગ […]

દેશની પહેલી મેક ઇન ઇન્ડીયા ચીપનું ગુજરાતમાં 2024માં ઉત્પાદન થશે: કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત સમિટની દસમી કડીનાં બીજા દિવસે સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ’ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારુ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ભારતમાં ટેકનોલોજીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. હેલ્થ, એગ્રીકલ્ચર […]

ગ્રીન કોમ્પ્લેક્સ, નોકરીઓ, પહેલો કાર્બન ફાઈબર, મુકેશ અંબાણીએ ગુજરાત માટે કર્યા આ 5 કમિટમેન્ટ્સ

ગાંધીનગર: ગુજરાતમાં શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુકેશ અંબાણીએ ઘણાં મોટા એલાનો કર્યા છે. અંબાણીએ ગુજરાતને પાંચ વાયદા કર્યા છે. તેની સાથે જ કહ્યુ છે કે રિલાયન્સ 2030 સુધી ગુજરાતમાં પોતાનું રોકાણ ચાલુ રાખશે. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સ ખોલવાની પણ ઘોષણા કરી છે. જામનગરમાં શરૂ થશે ધીરુભાઈ અંબાણી ગ્રીન […]

વાઈબ્રન્ટ ગુજરાતમાં અંબાણી, અદાણી, ટાટા, સુઝુકી સૌએ ખોલ્યો રાજ્ય માટે ખજાનો, 200000 કરોડથી માંડી 35000 કરોડના રોકાણો થશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે યુએઈના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન જાયદની સાથે દુનિયાભરના વર્લ્ડ લીડર્સ અને ટોપ ઈન્ડસ્ટ્રી લીડર્સ સામેલ થયા છે. દેશના દિગ્ગજ કારોબારી મુકેશ અંબાણી, પંકજ પટેલ, ગૌતમ અદાણી, ટાટા સમૂહના કે. એન. ચંદ્રશેખરન, લક્ષ્મી મિત્તલ, નિખિલ કામત જેવા ઉદ્યોગપતિ પણ સામેલ થયા છે. વાઈબ્રન્ટ ગુજરાત […]

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે વિદેશી પ્રતિનિધિ મંડળનું આગમન

અમદાવાદઃ ગુજરાતમાં વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના પ્રતિનિધિ મંડળનું આગમન થઈ રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા ગુજરાતના પ્રવાસે પધારેલા મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ જેકિન્ટો ન્યુસીનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર શહેરના […]

માલદીવ કેવી રીતે બન્યું હિંદુથી મુસ્લિમ રાષ્ટ્ર, બિહાર-ગુજરાત સાથે શું છે કનેક્શન?

નવી દિલ્હી: પુરાતત્વવિદો અને ઈતિહાસકારો એકમત છે કે માલદીવમાં વસવાટ કરનારા પહેલા નિવાસીઓ મુસ્લિમ ન હતા. તેમના પ્રમાણે, સૌથી પહેલા અહીં વસવાટ કરનારા સંભવત ગુજરાતી હતા. ચીનના ઈશારે ભારત વિરુદ્ધ હાલના દિવસોમાં ઝેર ઓકી રહેલું માલદીવ પોતાનો ઈતિહાસ અને પોતાના ખરાબ દિવસો ભૂલી રહ્યું છે. જ્યારે પણ મદદની જરૂર પડી છે, ભારતે સૌથી પહેલા આ […]

ગુજરાતમાં સોમવારથી બે દિવસ કમોસમી વરસાદના ઝાપટાં પડવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતના હવામાનમાં વારંવાર ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે. ત્યા જ સોમવારથી બે દિવસ માવઠું પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 8-9 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  છેલ્લા કેટલાક દિવસોથી અરબ […]

ઉત્તરભારતમાં કાતિલ ઠંડી, ગુજરાતમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું

નવી દિલ્હીઃ હાલમાં સમગ્ર ઉત્તર ભારતમાં કોલ્ડવેવના કારણે તીવ્ર ઠંડીની અસર વર્તાઈ રહી છે. ગાઢ ધુમ્મસના કારણે લોકોની અવરજવર પર પણ અસર પડી રહી છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં શનિવારે સવારે લઘુત્તમ તાપમાન 8.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ પ્રભાવિત થઈ હતી. આજે સવારે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન […]

ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં શિક્ષકો માટે પ્રાકૃતિક કૃષિ સંમેલનો યોજાશે

ગાંધીનગરઃ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ આપવામાં શિક્ષકો પણ સંવાહક બનશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ખાસ શિક્ષકો માટે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ સંમેલનો યોજાશે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી શિક્ષકોને સંબોધન કરશે. રાજ્યના શિક્ષણ મંત્રી  ડૉ. કુબેરભાઈ ડીંડોરે રાજભવનમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી સાથે બેઠક કરીને જનસુખાકારી માટે અત્યંત અનિવાર્ય એવી પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવામાં શિક્ષણ વિભાગના સહયોગ માટે વિચાર-વિમર્શ […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારયાદીમાં 6.89 લાખ મતદારોનો થયો ઉમેરો

ગાંધીનગરઃ ચૂંટણી પંચની સુચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં તા.27 ઑક્ટોબરથી તા.09 ડિસેમ્બર, 2023 સુધી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 યોજાયો હતો. તા.27 ઑક્ટોબર, 2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં 2,51,54,900 પુરૂષ, 2,36,03,382 સ્ત્રી અને 1,427 ત્રીજી જાતિના મળી કુલ 4,87,59,709 મતદારો નોંધાયેલા હતા. તા.05 જાન્યુઆરી-2024ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code