1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં છેલ્લા 8 મહિનાથી પ્રવાસી શિક્ષકો પગારથી વંચિત, કોંગ્રેસે લખ્યો મુખ્યમંત્રીને પત્ર

ગાંધીનગરઃ ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ ચાલી રહી છે. ત્યારે સરકારે જે શાળાઓમાં શિક્ષકો અપુરતા હોય તેવી શાળાઓમાં ફિક્સ પગારમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરી હતી. પ્રવાસી શિક્ષકોની 31મી ઓક્ટોબરે મુદ પૂર્ણ થઈ ગઈ છે.  રાજ્યથી ધણીબધી શાળાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસી શિક્ષકો ફરજ બજાવી રહ્યા હતા પરંતુ પ્રવાસી શિક્ષકો  છેલ્લા આઠ મહિનાથી પગારથી વંચિત છે. ત્યારે […]

ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં DEO અને DPEOની 45થી વધુ જગ્યાઓ ખાલી,

અમદાવાદઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વહિવટ માટે મુખ્ય ગણાતી જિલ્લાઓની શિક્ષણાધિકારી કચેરીઓમાં ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફિસર (ડીઈઓ) તેમજ જિલ્લા પંચાયતો હસ્તકની શાળાઓ માટે ડિસ્ટ્રીક પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર (ડીપીઈઓ) 45 જેટલી જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણના વહિવટ તેમજ નવી નીતિના અમલી કરણ માટે મુશ્કેલી પડી રહી છે. જો કે રાજ્યના શિક્ષણ મંત્રીએ તાજેતરમાં એવું આશ્વાસન આપ્યું હતું […]

CM ફેલોશીપ પ્રોગામ, સ્નાતક થયેલા યુવાનોને દર મહિને રૂપિયા એક લાખનું મહેનતાણું અપાશે

ગાંધીનગર:  સરદાર પટેલ જન્મ જયંતી પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની વહીવટી વ્યવસ્થા, પ્રશાસન વ્યવસ્થા, જનસેવા અને જન કલ્યાણ કાર્યક્રમો, પ્રજાકીય પ્રશ્નોના સમાધાન સહિત ગુડ ગવર્નન્સ માટે યુવા શક્તિનું યોગદાન આ ફેલોશીપ દ્વારા મળતું થશે. સીએમ ફેલોશીપ પ્રોગ્રામ માટે સ્નાતક અને અનુસ્નાતક થયેલા યુવાનોને ફેલોશીપ […]

ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો, વહેલી પરોઢે ગુલાબી ઠંડીનો અહેસાસ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ધીમા પગલે ઠંડીનું આગમન થઇ રહ્યું છે. આગામી ત્રણ-ચાર દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. ત્યારબાદ ધીરે ધીરે ઠંડીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સોમવારે સૌથી વધુ મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી રાજકોટમાં જ્યારે સૌથી ઓછુ લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી વલસાડમાં નોંધાયું હતું. અમદાવાદમાં 36.4 ડિગ્રી […]

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 30.92 લાખ ટન થવાની ધારણા, સોમા’એ વ્યક્ત કર્યો અંદાજ

રાજકોટઃ આ વર્ષે સારા ચોમાસા અને સાનુકૂળ હવામાનને લીધે મગફળીનું બમ્પર ઉત્પાદન થયુ છે. હાલ સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડ્સમાં મગફળીની ધૂમ આવક થઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિએશન (સોમા)એ  ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 30.92 થવાનો અંદાજ દર્શાવ્યો છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસીએશનની વાર્ષિક સભા કાગવડ ખોડલધામ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલ […]

ભારતના વિકાસની ચર્ચા આજે સમગ્ર દુનિયામાં થઈ રહી છેઃ પીએમ મોદી

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ ખેરાલુ ગયા હતા. જ્યાં તેમણે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂર્હત કર્યું હતું. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અહીં આવતા પહેલા મા અંબાના ચરણોમાં આર્શિવાદ લેવાનો મોકો મોળ્યો. અંબાના આર્શિવાદ હંમેશા આપણી ઉપર મળી રહે, ગબ્બર પર્વત ઉપર જે રીતે વિકાસ થઈ […]

આજના ટેકનોલોજીકલ રિવોલ્યુશનના યુગમાં મેડિકલ ક્ષેત્ર પણ વિકાસ કરી રહ્યું છેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપોલો હોસ્પિટલ-ગાંધીનગર ખાતે આયોજિત “ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ”માં મેડીકલ ક્ષેત્રે દેશના ભવિષ્ય નિર્માણમાં યોગદાન આપી રહેલા તબીબી શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડીકલ સાયન્સ દ્વારા યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી […]

ગુજરાતમાં દિવાળી બાદ જિલ્લા અને તાલુકાઓમાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે

અમદાવાદઃ  રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ તેમજ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને  ભાજપની ગુજરાત સરકાર દ્વારા  દિવાળી બાદ ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે. ગરીબ કલ્યાણ મેળાઓમાં ગરીબ લોકોને વિવિધ પ્રકારની ટુલકીલ્સ નિશુલ્ક રીતે આપવામાં આવે છે જેના દ્વારા તેઓ પરિવારનું ગુજરાન ચલાવી શકે છે.  રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળાઓ યોજવાનો નિર્ણય લીધા બાદ વહિવટી તંત્રના અધિકારીઓએ ગરીબ […]

ગુજરાતમાં ખાનગી માધ્યમિક શાળાઓને અપાતી સહાય સરકારે એકાએક બંધ કરી દીધી

અમદાવાદઃ  ગુજરાતમાં ખાનગી માધ્યમિક શાળાઓને પ્રોત્સાહક આર્થિક સહાય રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવે છે. હવે શિક્ષણ વિભાગે કેટલીક સેલ્ફ ફાયનાન્સ નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની અનિયમિતતા બહાર આવતા  તમામ ખાનગી શાળાઓને અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રામ્ય વિસ્તારોની ખાનગી શાળાઓને સરકાર દ્વારા અપાતી પ્રોત્સાહક સહાયને લીધે શાળા સંચાલનમાં મુશ્કેલી પડતી […]

સોમનાથ, દ્વારકા સહિતના તમામ યાત્રાધામોમાં પાંચ દિવસીય ખાસ સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ,

ગાંધીનગરઃ ગુજરાતમાં તા.27 ઑક્ટોબર, શુક્રવારથી યાત્રાધામો ખાતે ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. 31 ઑક્ટોબર એટલે કે 5 દિવસ ચાલનારા આ સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજ્યના 8 મહત્વના યાત્રાધામો સહિત કુલ 53 યાત્રાધામો ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 2 ઑક્ટોબર ગાંધી જયંતીથી સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન શરુ કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code