1. Home
  2. Tag "gujarat"

નવીનીકરણની આગામી લહેર ગુજરાત જેવા રાજ્યો અને દેશના નાના શહેરો-નગરોમાંથી આવશે: રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તથા ઇલેક્ટ્રોનિક્સ તથા આઇટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે ટિઇકોન વડોદરા કાર્યક્રમમાં એક ચર્ચામાં ભાગ લીધો હતો, જેમાં સ્થાનિક રોકાણકારોએ ગુજરાતમાં પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે રૂ. 100 કરોડનું વચન આપ્યું હતું. આ પહેલ મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગયા વર્ષે સ્થાપિત ઉદ્યોગસાહસિકો અને હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ (એચએનઆઈ) પાસેથી ટેકો એકત્રિત […]

ગજરાતમાં બોર્ડ-નિગમોના કર્મચારીઓને સરકારે આપી દિવાળી ભેટ, હવે વિવિધ ભથ્થાનો લાભ મળશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારના વિવિધ ઠરાવોથી કેન્દ્રીય સાતમા પગારપંચના લાભો રાજ્યના કર્મચારીઓ તથા પંચાયત હસ્તકના કર્મચારીઓને  સાતમાં પગારપંચ મુજબ ચાર ભથ્થા ઘરભાડા ભથ્થા(HRA), સ્થાનિક વળતર ભથ્થા(CLA), પરિવહન ભથ્થા(TA), તબીબી ભથ્થા(MA) નો લાભ આપવામાં આવ્યો હતો.  જે અનુસાર રાજ્ય સરકાર હસ્તકના જુદા-જુદા બોર્ડ/કોર્પોરેશનમાં કામ કરતા અધિકારીઓ-કર્મચારીઓને પણ તેનો લાભ મળે તે માટે તેઓ તરફથી મળેલ વિવિધ રજૂઆતો […]

ગુજરાતમાં G-20ની બેઠકોના સફળ આયોજનનો યશ ‘ટીમ ગુજરાત’ને આપતા મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ એ G-20 ની ગુજરાતમાં યોજાયેલી વિવિધ 17 બેઠકોની જ્વલંત સફળતાનો યશ ‘ટીમ ગુજરાત’ ને આપ્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ કોઈપણ લાર્જ સ્કેલના આયોજનને સાથે મળીને સફળતાથી પાર પાડી શકાય તેવું વિઝન આપણને આપ્યું છે. મુખ્યમંત્રી G-20 ગુજરાત કનેક્ટની સફળતાના સહયોગી વિભાગોના વરિષ્ઠ સચિવો, અધિકારીઓ સાથેની […]

ગુજરાતમાં પાકિસ્તાની જાસૂસની ધરપકડ,સાગરિતોને પકડવા ATS સમગ્ર રાજ્યમાં પાડી રહી છે દરોડા

ATSને મળી મોટી સફળતા   ATSએ પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ ATS સમગ્ર રાજ્યમાં પાડી રહી છે દરોડા અમદાવાદ: ગુજરાત ATSને આજે એક મોટી સફળતા મળી છે. ATSએ પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. આ જાસૂસ ભારતમાં પાકિસ્તાની એજન્સી માટે કામ કરતો હતો. ધરપકડ કરાયેલા લોકોના સંપર્કમાં રહેલા અન્ય લોકોને પણ એટીએસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે. આ […]

હોટલ અને સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપાર સામે રાજ્યભરમાં 851 સ્થળોએ પોલીસના દરોડા

ગાંધીનગરઃ રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવા માટે ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ વિડિયો કોન્ફરન્સ યોજીને આપેલી સૂચના બાદ ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરના સ્પા સેન્ટર, કોમર્શિયલ બિલ્ડીંગ તથા હોટલ પર દરોડા શરૂ કર્યા છે. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા એક જ દિવસમાં 851  સ્થળો ઉપર […]

ગુજરાત લોજિસ્ટિક્સ ઈન્ડેક્સમાં દેશમાં મોખરે, કાર્ગો હેન્ડલિંગમાં 39 ટકાનું મહત્વનું યોગદાનઃ CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્લોબલ મેરિટાઈમ ઈન્ડિયા સમિટ-2023ના સમાપન અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, વિશ્વભરના ઈન્ડસ્ટ્રી લિડર્સ, પોલિસીમેકર્સ અને તજજ્ઞોના સામુહિક વિચારમંથનથી આ સમિટે મેરિટાઈમ સેક્ટરના પોટેન્શિયલને વિશાળ ફલક પર ઉજાગર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઈકોનોમી એડવાન્સમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે સફળતાપૂર્વક આગળ વધીને ભારતને વૈશ્વિક સ્તરે આર્થિક સત્તાઓમાં સ્થાન અપાવવામાં મેરિટાઈમ સેક્ટર મહત્વપૂર્ણ […]

શ્રમિક અન્નપૂર્ણા યોજના: એક જ વર્ષમાં 50 લાખ શ્રમિકોએ મેળવ્યો રૂ. 5માં ભોજનનો લાભ લીધો

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર 2022માં શ્રમિક અન્નપૂર્ણા યોજનાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી હતી, અને આજે માત્ર એક વર્ષના સમયગાળા દરમિયાન રાજ્યના લગભગ 50 લાખ શ્રમિકો આ યોજના હેઠળ રૂ. 5 માં ભોજનનો લાભ મેળવી ચૂક્યા છે. શ્રમિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા બાંધકામની સાઇટ પર ભોજનની ડિલીવરી પણ કરવામાં આવે છે. અત્યારે 50થી […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે સાત કાર્યકારી પ્રમુખોને સોંપી મહત્વની જવાબદારી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો હાલ ભાજપ પાસે છે. ત્યારે કોંગ્રેસે પણ મોંઘવારી, બેરોજગારી સહિતના પ્રશ્નો ઉઠાવીને કેટલીક બેઠકો પર જીતની રણનીતિ ઘડી કાઢી છે. પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક દ્વારા 26 […]

ટ્રાફિકને નડતર ન હોય એવા લારી-ગલ્લાવાળાને પરેશાન ન કરવા ગૃહ વિભાગે પોલીસને આપી સુચના

ગાંધીનગર:  નવરાત્રિ અને દિવાળીના તહેવાર દરમિયાન નાના વેપારીઓ  વેપાર સારો થવાની આશા ખતા હોય છે. સાથે જ તહેવારો દરમિયાન પોલીસથી પરેશાની પણ વધી જતી હોય છે. કારણ કે પોલીસ દ્વારા લારી-ગલ્લાવાળાઓને પરેશાન કરાતા હોય છે. એક જ સ્થળે લારી-ગલ્લા રાખીને રોજ ધંધો કરવાનો હોવાથી લારી-ગલ્લાવાળા પોલીસ સાથે કોઈ માથાકૂટ કરતા નથી. શહેરના ઘણાબધા સ્થળોએ પીસીઆર […]

ગુજરાતમાં પ્રથમવાર ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન

અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ ખાતે 24મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-2023નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોની 24 ટીમોના 110થી વધુ પોલીસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ પ્રથમ વખત ગુજરાતમાં યોજાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code