1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોમાં એસટીની વધુ 500 એકસ્ટ્રા બસ દોડાવાશે

ગાંધીનગર: રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે તહેવારો માટે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રાબસ દોડાવવામાં આવતી હોય છે. રક્ષાબંધનના તહેવારને લઈને ગુજરાત વાહન વ્યવહાર વિભાગ સજ્જ બન્યું છે. રક્ષાબંધનને લઈને ગુજરાત એસટી નિગમ  દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરો અને નાના મોટા શહેરોમાં 500 જેટલી એસટીની એક્સ્ટ્રાબસો દોડાવવામાં આવશે. […]

CID ક્રાઈમની રિવ્યુ બેઠક, પોલીસ તંત્ર એક્શન પ્લાન બનાવી એક સૂત્રતાથી કામ કરશેઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ નાગરિકોના સંરક્ષણ અને પ્રશ્નોના નિકાલ માટે રાજ્યનું સમગ્ર પોલીસ તંત્ર અલાયદો એકશન પ્લાન બનાવી એક સૂત્રતા સાથે ટીમ ગુજરાત બની કામ કરવા ભાર પૂર્વક અનુરોધ કર્યો છે. ગાંધીનગર ખાતે સીઆઇડી ક્રાઇમની કામગીરીની રીવ્યુ બેઠકમાં સમીક્ષા કરતા મંત્રી  સંઘવી એ ઉમેર્યું હતું કે,મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની […]

રાજ્યમાં 7600ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 7100થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા થયાં

અમદાવાદઃ ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા તેમજ ગ્રામીણ વિસ્તારના જૈવિક ઘન કચરાનો અસરકારક નિકાલ કરી સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે વર્ષ 2018માં ‘ગોબર ધન યોજના‘ અમલમાં મૂકી હતી. ગુજરાતમાં ‘ગોબર ધન પ્રોજેકટ‘ થકી ક્રાંતિ આવી છે. ગુજરાતમાં 7600ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં કુલ 7100થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું […]

ગુજરાતમાં વરસાદ ખેંચાતા વીજ માગ વધી, સિચાઈ માટે પાણીની કોઈ સમસ્યા નથીઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના પ્રારંભ પહેલા વરસાદનું આગમન થયું હતુ અને જુલાઈ મહિનામાં પણ સારોએવો વરસાદ પડ્યો હતો, સારા વરસાદને કારણે ખરીફ પાકના વાવેતરમાં પણ વધારો થયો છે. હવે જ્યારે કૃષિપાકને વરસાદની ખાસ જરૂર છે. ત્યારે ઓગસ્ટ મહિના દરમિયાન આગાહી હોવા છતાંયે વરસાદ ખેંચાયો છે. ખેડુતો ખરીફપાકને બચાવવા માટે બોર અને કૂવામાંથી પાણી મેળવીને સિંચાઈ કરી […]

ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખોના વાર્ષિક પ્રવાસ ભથ્થામાં કરાયો તોતિંગ વધારો

અમદાવાદઃ ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખોને પણ હવે મોંઘવારી નડી રહી છે. કારણ કે ઘણા વખતથી કેટલાક જિલ્લા પંચાયતોના પ્રમુખોએ પોતાને મળતા માનદ ભથ્થામાં વધારો કરવાની માગ કરી હતી. જિલ્લાના કાર્યક્રમોમાં મુખ્યમંત્રીને પણ આ સંદર્ભે રજુઆતો કરવામાં આવતી હતી. આખરે રાજ્ય સરકારે જિલ્લા પંચાયતોના પ્રમુખો તેમજ તાલુકા પંચાયતોના પ્રમુખોના પ્રવાસ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય […]

ગુજરાતમાં શેલ એનર્જી દ્વારા રિન્યુએબલ એનર્જી અને LNG ટર્મિનલ માટે રૂ.3500 કરોડનું રોકાણ થશે

ગાંધીનગરઃ ઉર્જા ક્ષેત્રની અગ્રગણ્ય કંપની શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં 3500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ અંગેના MoU રાજ્ય સરકાર અને શેલ એનર્જી વચ્ચે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે  બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં […]

ગુજરાતમાં શ્વાન ખસિકરણ પાછળ કરોડો રૂપિયોનો ખર્ચ છતાં પ્રતિદિન 464 લોકોને કૂતરા કરડે છે

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાંયે કૂતરાઓની વસતીમાં વધારો થઈ રહ્યો છે. તેથી કૂતરા કરડવાના બનાવો પણ વધી રહ્યા છે. ગુજરાતમાં વર્ષ 2022માં કૂતરા કરડવાના 1,96,261 બનાવો બન્યા હતાં.એટલે રાજયમાં દરરોજ 464 લોકો કુતરા કરડવાનો ભોગ બને છે. સમગ્ર દેશમાં કૂતરા કરડવામાં ગુજરાત પાંચમા નંબરે છે. […]

ગુજરાતમાં ગૌશાળા-પાંજરાપોળો માટે સહાયના ધોરણોમાં કરાયો સુધારો, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ગૌશાળા-પાંજરાપોળોના વિશાળ હિતમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં સહાયના ધોરણોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. રાજ્યમાં જે ગૌશાળા-પાંજરાપોળ એક જ રજિસ્ટ્રેશન ધરાવતી હોય, પરંતુ એક કરતાં વધુ સ્થળે પશુ નિભાવ શેલ્ટર હોમ હોય તેવી સંસ્થાઓને શાખા દીઠ વધુમાં વધુ 3 હજાર પશુની મર્યાદામાં પશુ દીઠ રોજના રૂ.30 પ્રમાણે સહાય અપાશે. […]

ગુજરાતમાં ભાજપ દ્વારા શુકવારથી મતદાતા ચેતના અભિયાન, વધુ મતદાન માટે ઘડાયો માસ્ટરપ્લાન

અમદાવાદઃ ગુજરાતમાં નવા મતદારોની નોંધણી ઝંબેશ ચાલી રહી છે. આ વખતની ચૂંટણીમાં યુવા મતદારોની સંખ્યા સૌથી વધુ હશે. ચૂંટણીમાં વધુને વધુ મતદાન ભાજપની તરફે થાય તે માટે ભાજપે રણનીતિ તૈયાર કરી છે. અમે માઈક્રો પ્લાનિંગ મુજબ પેઈજ પ્રમુખથી લઈને દરેક લેવલે ચર્ચા કરવામાં આવી રહી છે. મતદાતા ચેતના અભિયાન તા.25મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. જેમાં […]

ગુજરાતમાં હવે વાહનોની જુની-નવી HSRP નંબર પ્લેટનું કામ આરટીઓ નહીં પણ ડિલર્સ કરશે

અમદાવાદઃ રાજ્યમાં આરટીઓ કચેરીઓમાં કામનું ભારણ ઘટાડવાના હેતુથી તેમજ વાહન માલિકોને પણ આરટીઓ સુધી ધક્કો ન થાય તે માટે નજીકના ઓટો ડિલર્સને વાહનો માટેની HSRP નંબર પ્લેટની જવાબદારી સોંપી છે. હવેથી ઓટો ડિલર્સ વાહનોની જુની-નવી નંબર પ્લેટ બનાવીને લગાવી આપશે.જો કે સર્વિસ ચાર્જના વધારાનો બોજ હવે વાહન ચાલકો પર પડશે. એટલુ જ નહિ, નંબર પ્લેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code