1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં વરસાદી માહોલ જમ્યોઃ 115 તાલુકામાં વરસાદ, દાહોદમાં સૌથી વરસાદ વરસ્યો

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગે સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 115 જેટલા તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. રાજ્યમાં ચોમાસામાં […]

ગુજરાતમાં 101 તાલુકામાં વરસાદના હળવા ઝાપટાં પડ્યા, ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદઃ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા વિરામ બાદ રવિવારે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા સહિતના જિલ્લામાં મધ્યમ વરસાદ નોંધાયો છે. રાજ્યના કૂલ 101 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ […]

જિલ્લા પંચાયતોના તલાટી, કલાર્ક સહિત 1179 કર્મચારીઓની જિલ્લાફેર બદલીને CMએ આપી મંજુરી

ગાંધીનગરઃ  રાજ્યમાં હવે શિક્ષકોની જેમ પંચાયત સંવર્ગના વિવિધ 22 કેડરના કર્મચારીઓને આંતર જિલ્લા બદલીનો લાભ મળશે. રાજ્ય સરકારના પંચાયત સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના 1179 કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલીની કાર્યવાહીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરીની મહોર મારી છે. મુખ્યમંત્રીના નિર્ણયથી લાંબા સમયથી બદલીની રાહ જોતા સરકારી કર્મચારીઓને રાહત થશે. રાજ્ય સરકારના પંચાયત સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના 1179 […]

ગુજરાતઃ વર્ષ 2024-25માં 940 મેગાવોટની ક્ષમતા સાથે 2 લાખથી વધુ રૂફટોપ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક

અમદાવાદઃ પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને, વર્ષ 2030 સુધીમાં ભારતની 50 ટકા વીજળી આપૂર્તિ વિવિધ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત દ્વારા થાય, તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ પહેલ હાથ ધરવામાં આવી છે. વર્ષ 2015માં COP21-પેરિસ ખાતેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સંયુક્ત રીતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) લૉન્ચ કર્યું હતું. 121 દેશોમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન […]

બંગાળની ખાડીમાં સર્જાઈ સિસ્ટમઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે જેથી અત્યાર સુધીમાં લગભગ 80 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી વરસાદને વિરામ લીધો છે. પરંતુ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને પગલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી તંત્ર પણ […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજથી હળવા અને મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે ચોમાસાના પ્રથમ બે મહિના દરમિયાન સરેરાશ 82 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. અને હાલ શ્રાવણ મહિનામાં પણ કેટલાક વિસ્તારોમાં સરવડારૂપી મેઘો વરસી રહ્યો છે. ત્યારે દક્ષિણ  ગુજરાત અનો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે શનિવારથી હળવા અને મધ્યમ વરસાદના ઝાંપટાં પડવાની રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું […]

ગુજરાતમાં શહેરો માટે સીએનજી અને ઈલેક્ટ્રિક બસ માટે અપાતી ગ્રાન્ટમાં સરકારે કર્યો વધારો

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મ્યુનિ.કોર્પોરેશન અને નગરપાલિકાઓમાં સંચાલિત શહેરી પરિવહન સેવાની CNG અને ઇ-બસો માટે આપવામાં આવતા અનુદાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત હાલ ત્રણ મ્યુનિ.કોર્પોરેશન  અને ‘અ’ વર્ગની 10 નગરપાલિકાઓમાં 1068 CNG અને 382  ઇ-બસ શહેરી પરિવહન સેવામાં કાર્યરત કરેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ બસ સેવાઓ માટે […]

કાયદાના નિયમોનું પાલન કરાવતા પોલીસ કર્મચારીઓને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા DGPનો આદેશ

અમદાવાદઃ શહેરના ઈસ્કોન ઓવરબ્રિજ વિસ્તારમાં ઘનાઢ્ય પરિવારના નબીરાએ સર્જાયેલા ગંભીર અકસ્માતની ઘટના બાદ પોલીસ તંત્ર સફાળુ જાગ્યું છે અને ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર વાહન ચાલકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે, કેટલાક પોલીસ કર્મચારીઓ જ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતા હોવાની વ્યાપાક ફરિયાદો ઉઠી છે. જેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે […]

ગુજરાતઃ નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની નિમણુંક

અમદાવાદઃ ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે . નવા પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે IPS  હસમુખ પટેલને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. પીએસઆઇ અને લોકરક્ષક બે અલગ અલગ બોર્ડની જગ્યાએ પોલીસ ભરતી બોર્ડના નામે એક અલગ બોર્ડ ઊભું કરાશે. આ ભરતી બોર્ડ ટૂંક સમયમાં પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષા […]

ગુજરાતમાં ગણતરીના કલાકોમાં રાજકોટ અને વડોદરામાં હાર્ટ એટેકથી બે વ્યકિતના મૃત્યુ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી યુવાનોમાં હાર્ટએટેકના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજ્યમાં ગણતરીના કલાકોમાં બે યુવાનોના હાર્ટએટેકથી મોત થયા હતા. રાજકોટમાં મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. જ્યારે વડોદરામાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીનું હ્રદયરોગના હુમલામાં મૃત્યું થયું હતું. રાજ્યમાં હાર્ટ એટેકના બનાવોમાં થયેલા વધારાને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code