1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં પ્રથમ ક્રમે, જામનગરનો ફાળો સૌથી વધારે

એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ (EPI) એ ચાર મુખ્ય આધારસ્તંભોમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ એટલે કે નિકાસ સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટેનું વ્યાપક આકારણી માળખું છે. આ ચાર સ્તંભોમાં પોલિસી, બિઝનેસ ઇકોસિસ્ટમ, એક્સપોર્ટ ઇકોસિસ્ટમ અને એક્સપોર્ટ પર્ફોર્મન્સનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ (FY) 2021-22 માટે EPI 2022 મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું અને નીતિ આયોગ દ્વારા […]

ગીરસોમનાથમાં આભ ફાટ્યું : સુત્રાપાડમાં 22 અને વેરાવળમાં 19 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં આજે વરસાદની સ્થિતિ યથાવત છે. 24 કલાકમાં રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં 22 ઇંચ, વેરાવળમાં 19 ઇંચ,  તલાલામાં 12 ઇંચ, કોડીનારમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જયારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 12 ઇંચ, ઉપલેટામાં 5 ઇંચ  અને  જામંકંડોરણાના 7 ઇંચ વરસાદ થયો […]

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના 6 જિલ્લાઓ ‘ભૂમિ સન્માન’ એવોર્ડથી સન્માનિત

અમદાવાદઃ કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહેસૂલના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અંતર્ગત ભૂમિ સન્માન એવોર્ડ માટે ગુજરાતના 3 આદિજાતિ જિલ્લા સહિત કુલ 6 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના હસ્તે આજ રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના આ 6 જિલ્લાઓને ‘ભૂમિ સન્માન-પ્લેટિનમ સર્ટિફિકેટ’ એનાયત કરાયા હતા. વડાપ્રધાનએ સરકારી યોજનાના લાભથી છેવાડાનો કોઈપણ […]

ગુજરાતમાં ચાર વર્ષ દરમિયાન 7.13 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું એ સમયની જરૂરિયાત છે. વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે. રાજ્યપાલએ દેશમાં થયેલી હરિયાળી ક્રાંતિની વાતથી શરૂઆત કરતાં જણાવ્યું કે લગભગ 60ના દાયકામાં થયેલા અભ્યાસ અનુસાર, ભારતની જમીનમાં […]

ગુજરાતના ATSના તમામ કર્મચારીઓને બેઝિક પેના 45 ટકા હાઈરિસ્ક એલાઉન્સ અપાશે

ગાંધીનગરઃ  ગુજરાતના ATSના કર્મચારીઓને માટે સરકારે હાઈરિસ્ક એલાઉન્સ આપવાની જાહેરાત કરી છે. ATS (અન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ) ના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને હાઈરિસ્ક એલાઉન્સ અપાશે. જીવના જોખમે કામ કરતા આ કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ સહિતના પગારના 45 ટકા જેટલું હાઈરિસ્ક એલાઉન્સ અપાશે. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે  ATSના 240 કર્મચારીઓને ફાયદો મળશે. રાજ્યના ગૃહ વિભાગના સૂત્રોના કહેવા મુજબ  […]

ગુજરાતમાં આંખ આવવાના (કન્જેક્ટિવાઈટિસ)ના કેસોમાં વધારા, સરકારે એડવાઈઝરી બહાર પાડી

અમદાવાદઃ  ગુજરાતમાં વરસાદી સીઝનમાં ભાવનગર ત્યારબાદ સુરત અને હવે રાજ્યભરમાં આંખો આવવાના (કન્જેક્ટિવાઈટિસ)ના કેસ વધી રહ્યા છે. પરિવારના એક સભ્યને આંખ આવે ત્યાર બાદ પરિવારના અન્ય સભ્યમાં પણ આંખ આવવાનો રોગચાળો ફેલાતો હોય છે. કન્જક્ટિવાઇટિસને કારણે આંખ સતત ખૂંચ્યા કરે છે.આંખોમાં સતત ખંજવાળ રહે છે અને સતત પાણી પડ્યા કરે છે. આંખના ટીપાના વેચાણ 10 […]

ગુજરાતમાં પાંચ મેગા આઈટીઆઈની સ્થાપના કરાશે

અમદાવાદ: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે આઈ.ટી.આઈ. કુબેરનગરના નવનિર્મિત બહુમાળી મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે ઉદ્યોગ મંત્રીએ પીડિલાઈટ અને નોકિયા નિર્મિત સેન્ટર ઓફ એક્સેલન્સનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગ્રે ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં 5 મેગા આઈ.ટી.આઇ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે આઈ.ટી.આઈ કુબેરનગરના નવનિર્મિત બહુમાળી […]

રાજ્યમાં 19 અને 20મી જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગે આગામી સાત દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 52 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો હોવાનું જાણવા મળે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તા, 19 અને 20મી જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. […]

રાજ્યસભા ચૂંટણીઃ ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ જાહેર થયાં

અમદાવાદઃ ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકોમાં કોંગ્રેસ દ્વારા કોઇ દાવેદારી કરવામાં ન આવતા ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારો બિન હરીફ જાહેર કરાયા છે. જેમાં વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકરે સૌપ્રથમ ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ ભાજપે  બાબુભાઇ દેસાઇ અને કેસરીદેવસિહ ઝાલાના નામની જાહેરાત કરતા તેમણે પણ ફોર્મ સબમીટ કર્યા હતા. જો કે ફોર્મ ભરવાની સમય મર્યાદા વીત્યા બાદ […]

સાયક્લોનિક સરક્યુલેશનને લીધે ગુજરાતમાં મંગળવારથી ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં મંગળવારથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્ય પર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. તેની અસરને કારણે આગામી તા.18મીને મંગળવારથી કેટલાક દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ભાવનગર સહિત કેટલાક ભાગોમાં ભારેથી  અતિભારે વરસાદની વકી છે. 48 કલાકમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે તા. 18, 19, 20 અને 21મીએ ભારેથી અતિભારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code