1. Home
  2. Tag "gujarat"

વર્લ્ડ બેન્ક ગુજરાતમાં લાર્જ સ્કેલ પ્રોજેક્ટ સહિતના ક્ષેત્રોમાં સહાયતા માટે તત્પર છેઃ અજય બાંગા

ગાંધીનગરઃ ગુજરાતમાં યોજાઇ રહેલી G-20 બેઠકોમાં સહભાગી થવા આવેલા વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ  અજય બાંગા અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સાથે વિસ્તૃત બેઠક ગાંધીનગરમાં યોજી હતી. ગુજરાત સાથેના વર્લ્ડ બેંકના સંબંધોનો સેતુ સુદ્રઢ થતો રહ્યો છે અને ગુજરાત વિકાસના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે તે માટે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી […]

ગુજરાતના 20 જિલ્લાઓમાં મધ્યાહન ભોજન યોજના માટે દાળ, તેલનો જથ્થો મહિનાથી ફાળવાયો નથી

ગાંધીનગરઃ રાજ્યના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને સરકાર દ્વારા રેશનિગમાંથી અનાજ સહિતના ખાદ્ય પુરવઠો આપવામાં આવતો હોય છે. પરંતુ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી તેલ,દાળ સહિતનો જથ્થો આપવામાં આવ્યો નથી. આથી મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનાજનો પુરવઠો મળતો ન હોવાથી બાળકોને મધ્યાહન ભોજન કેવી રીતે આપવું તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ સંદર્ભે […]

ગુજરાતમાં 18મી જુલાઈથી ભારે વરસાદની આગાહી, ત્રણ દિવસ વરસાદના સામાન્ય ઝાપટાં પડશે

અમદાવાદઃ રાજ્યભરમાં તા.17મી સુધી સામાન્ય વરસાદના ઝાપટાં પડશે ત્યારબાદ તા. 18મીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 18થી 20 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ વધુ મજબુત બનતા તા. 18મીથી એક સપ્તાહ સુધી રાજ્યભરમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં […]

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 61 ટકાથી વધુ ભરાયો

અમદાવાદઃ ગુજરાતમાં તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 50.37 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ગુજરાતના લગભગ 31 જળાશયો 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયાં છે જયારે 44 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયો 50 ટકા સુધી પાણી ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ […]

ગુજરાતના 207 જળાશયોમાં 48.74 ટકા પાણીનો સંગ્રહ

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે અને આગામી તા. 16મી જુલાઈથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ જળાશયોમાં પણ અત્યાર સુધીમાં સારા એવા પ્રમાણમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્યના 207 જળાશયોમાં 48.74 ટકા જળસંગ્રહ થયુ છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 58.71 ટકા જળસંગ્રહ થયુ છે. તેમજ મધ્ય ગુજરાતના 17 […]

કચ્છના ખાવડા પંથકમાં ભૂકંપનો આંચકો, 3ની તીવ્રતા નોંધાઈ

ખાવડાથી 35 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ મધ્યરાત્રિ બાદ કચ્છમાં ભૂકંપનો આંચકો અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અવારૃ-નવાર ભૂકંપના હળવા આંચકા નોંધાય છે. પેટાળમાં ફોલ્ટલાઈન સક્રીય થઈ હોવાનું ભૂકંપના હળવા આંચકા આવતા હોવાનું જાણકારો માની રહ્યાં છે. દરમિયાન કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી હતી. મધ્ય રાત બાદ કચ્છના ખાવડામાં ભૂકંપનો આંચકો આવતા લોકો ભયના […]

આજે દુનિયાનો દરેક દેશ ભારત સાથે બિઝનેસ કરવા ઈચ્છુંકઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નવા કાર્યાલયનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, CAG અને સરકાર સામસામે હોવાની વર્ષો જૂની માન્યતા  બદલીને CAG સરકાર સાથે સાથે રહે તેમજ CAGના સૂચનોને પોઝિટિવ એપ્રોચથી સ્વીકારવાની કાર્યપ્રથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે અપનાવી છે. વડાપ્રધાન એ ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારથી […]

ગુજરાત રાજ્યસભા ચૂંટણીઃ ભાજપના નેતા બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલાએ નોંધાવી ઉમેદવારી

અમદાવાદઃ ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકો ઉપર આગામી તા. 24મી જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે, દરમિયાન ભાજપાએ આજે વધારે બે ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. દરમિયાન ગાંધીનગર ખાતે રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે […]

G20: ધાન્યમાંથી તૈયાર કરાયેલુ વિશ્વનું પ્રથમ શરબત વિદેશી મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

અમદાવાદઃ વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે અંકિત થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના પ્રાંગણમાં યોજાયેલી G20 બિઝનેસ સમિટને અનુલક્ષીને ધ ફર્ન હોટલના પ્રાંગણમાં ભારતીય પરંપરાગત આહાર ‘શ્રી અન્ન’, વિવિધ પ્રકારના મરી-મસાલા સહિત ચા-કોફીના સ્ટોલ્સ ઉભા કરીને વિદેશી ડેલિગેટ્સ સમક્ષ પ્રસ્તુત કરી વિવિધ પ્રકારની ‘વાઇડ વેરાયટી’ ને વિશ્વના દેશો સુધી પહોંચાડવાનો એક આયોજનબદ્ધ પ્રયાસ ‘ઉદ્યોગ મંત્રાલય – ટીમ […]

ગુજરાત સરકાર દ્વારા રસીકરણ અભિયાન,10 પ્રકારના રોગ સામેની પ્રતિરોધક રસી સંપૂર્ણપણે વિનામૂલ્યે

રાજ્ય સરકારનું સાર્વત્રિક રસીકરણ અભિયાન ગુજરાત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ અભિયાન અંતર્ગત 10 પ્રકારના રોગ સામેની પ્રતિરોધક રસી સંપૂર્ણપણે વિનામૂલ્યે અપાય છે સબ સેન્ટરથી સિવિલ હોસ્પિટલ સુધીનાં આરોગ્ય કેન્દ્રો તથા આંગણવાડીમાં પણ વિનામૂલ્યે રસી અપાય છે રાજ્યમાં દર વર્ષે 13 લાખ બાળકોને અંદાજિત રૂ. 408 કરોડની કિંમતની રસી નિ:શુલ્ક અપાય છે T(ટીટનસ) D(ડિપ્થેરિયા),બી.સી.જી.,હિપેટાઇટીસ બી, રોટા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code