રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો લગભગ 20 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ અષાઢી માહોલ જામ્યો છે અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તેમજ અનેક માર્ગો ઉપર વરસાદી પાણી ભરી વળ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે. […]


