1. Home
  2. Tag "gujarat"

સ્કૂલોમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા 20 વર્ષમાં 81358 શૌચાલયોનું નિર્માણ કરાયું

અમદાવાદઃ રાજ્યનો સાક્ષરતા દર વધે અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે શાળા છોડી જતી કન્યાઓની સંખ્યા ઘટે તેવા ઉમદા આશયથી દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શાળાઓમાં સ્વચ્છતા સુવિધા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જે અંતર્ગત છેલ્લાં ૨૦ વર્ષમાં સરકારી શાળાઓમાં ૮૧,૩૫૮ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં સરકારી […]

ગુજરાતમાં 55 હજારથી વધારે પોલીસ કર્મચારીઓને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન તાલીમ અપાશે

અમદાવાદઃ રાજ્યના લોકોને સમયસર સ્વાસ્થ્ય અને સલામતીને ભાગરૂપે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના પોલીસ જવાનોને CPR ની તાલીમ આપવામાં આવશે. રાજ્યમાં 35 મેડિકલ કોલેજો તથા અન્ય 14 સ્થળો ઉપર 2500થી વધારે ડોકટરો અને તબીબી વ્યવસાયિકો લગભગ 55 હજારથી વધારે પોલીસ જવાનોને સીપીઆર એટલે કે કોર્ડિયો પલ્મનરી રિસસિટેશનની તાલીમ આપશે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના […]

આ વર્ષે બનેલા રસ્તાઓમાં ચોમાસામાં ક્ષતિ થશે તો સંબંધિતો સામે પગલાં લેવાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 8 મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-2023 અન્વયે જે પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કર્યા છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા પરામર્શ […]

ગુજરાતઃ જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક વિદ્યુત ઠાકરનું નિધન

અમદાવાદઃ જાણીતા સિનિયર પત્રકાર અને રાજનૈતિક વિશ્લેષક વિદ્યુત ઠાકરનું 93 વર્ષની ઉંમરે અમદાવાદમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. સિનિયર પત્રકાર વિદ્યુત ઠાકરના નિધનની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમજ લખ્યું હતું કે, જાણીતા રાજનૈતિક વિશ્લેષક વિદ્યુત ઠાકરના નિધનના સમાચાર દુઃખદ છે. ભગવાન તેમની આત્મને શાંતિ આપે. […]

ફૂડ સેફટી ઈન્ડેક્સમાં ગુજરાત દેશભરમાં છેલ્લા ચાર વર્ષથી અગ્રેસર, રાજ્યમાં હાલ 8 ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ

અમદાવાદઃ સ્વસ્થ શરીર માટે સલામત અને પૌષ્ટિક ખોરાક ખૂબ જ જરૂરી છે, આજના ભેળસેળ યુક્ત યુગમાં દૂષિત ખોરાક અને પાણીની આરોગ્ય પર થતી અસરો પર ધ્યાન કેન્દ્રિત કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘે 7 મી જૂનને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને 7 જૂન, 2019 એ પ્રથમ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવ્યો. આ વર્ષે […]

પાકિસ્તાનની જેલમાંથી એક મહિનામાં ગુજરાતના ૩૫૫ જેટલા માછીમારોને મુક્તિ મળી

અમદાવાદઃ ગુજરાતના માછીમારો અરબી સમુદ્રમાં માછીમારી કરતા સમયે કેટલીક વાર દિશાભ્રમ થઇ જતા પાકિસ્તાનની સરહદ ઓળંગી જાય છે ત્યારે પાકિસ્તાનના સુરક્ષા દળો દ્વારા તેમનું અપહરણ કરી કેદ કરવામાં આવે છે. આવા નિર્દોષ માછીમારોને પોતાના વતન પરત લાવવા માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના પરિણામે જ […]

ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ વેકેશન ખૂલતા જ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી

ગાંધીનગરઃ  ગુજરાતમાં આજે સોમવારથી ઉનાળું વેકેશન બાદ શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી હતી. વિદ્યાર્થીઓ પોતાના સહધ્યાયીઓને મળીને ખૂશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. શિક્ષકોએ પણ શૈક્ષણિક સત્રનો પ્રથમ દિવસ હોય વિદ્યાર્થીઓનો પરિચય મેળવીને શિક્ષણકાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક સત્ર શરૂ થયો છે. […]

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાના 3 સભ્યોની મુદત આગામી ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થશે, જેથી ઓગસ્ટ મહિનામાં આ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય મતદાન કરશે. રાજ્યસભાની 18 ઓગસ્ટે આ બેઠકોની 6 વર્ષની ટર્મ પુરી થઇ રહી છે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના રાજ્યસભાની ચૂંટણીને લઇને જે નોડેલ ઓફિસર, ચૂંટણી અધિકારીની નિમણૂક કરવા […]

ગુજરાતઃ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત 200 ભારતીય માછીમારો પરત વતન ફર્યાં

અમદાવાદઃ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 200 જેટલા ગુજરાતી માછીમારો વાઘા બોર્ડર મારફતે ભારતમાં પ્રવેશ્યા હતા અને ખાસ ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યાં હતા. જ્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની જેલમાંથી તાજેતરમાં જ 181 માછીમારો મુક્ત કરાયાં બાદ વધારે 200 માછીમારોને મુક્ત કરવામાં આવ્યાં હતા. 200 માછીમારો ગુજરાતમાં પરત ફરતા પરિવારજનોમાં ખુશી ફેલાઈ છે. પાકિસ્તાનની જેલમાંથી […]

ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણમાં ગરમીમાં ઘટાડો, હવે ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાશે

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢ મહિનાના આગમન પહેલા જ મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. રવિવારે 140 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. આજે પણ આકાશ વાદળછાંયુ જોવા મળી રહ્યું છે. અને બનાસકાંઠા અને સાબરકાંઠા તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ હળવાથી ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે. હળવાથી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓની સાથે ભારે પવન ફૂંકાવાની પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code