1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ચોમાસામાં અત્યાર સુધીમાં સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો

સૌથી વધુ 68 ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં વરસ્યો, રાજ્યમાં 82 ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું- ખરીફ વાવેતર પૂર્ણ, રાજ્યના 52 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયા, સમાન સરદાર સરોવર ડેમમાં 75 ટકાથી વધુ જળસંગ્રહ ગાંધીનગરઃ રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 11 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. […]

ગુજરાતમાં જિલ્લા-તાલુકાઓમાં પોલીસ-સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સરપંચ પરિસંવાદમાં હર્ષ સંઘવી હાજર રહ્યા, પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવા અનોખા કાર્યક્રમનું આયોજન, પોલીસ અદિકારીઓએ સરપંચો સાથે સીધો સંવાદ કર્યો ગાંધીનગરઃ ગ્રામ્ય પોલીસિંગને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવાના ઉદ્દેશ્યથી સમગ્ર ગુજરાતમાં પોલીસ અને સરપંચ વચ્ચે ‘પરિસંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ પોલીસ મથકના અધિકારીઓ અને ગામના […]

ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન, વલસાડ અને પારડીમાં 4 ઈંચ

ગત મોડી રાતે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો, આજે રવિવારે 16 તાલુકામાં પડ્યો વરસાદ, ગુજરાતમાં 14મી ઓગસ્ટ બાદ ભારે વરસાદ પડવાની આગાહી અમદાવાદઃ ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમાન થયું છે. આજે બપોર સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં વલસાડમાં 4 ઈંચથી વધુ અને પારડીમાં 4 ઈંચ વરસાદ […]

ગુજરાતમાં કાલે શુક્રવારથી 15 ઓગસ્ટ સુધી “હર ઘર તિરંગા ”અભિયાનનું ભવ્ય આયોજન

રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં 3 કિમી લાંબી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે, જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રા સાથે સ્વચ્છતા રેલી પણ યોજાશે, તા.12થી 15 ઓગસ્ટ દરમિયાન વિવિધ સ્થળોએ સ્વચ્છતા સંવાદ કાર્યક્રમો યાજોશે ગાંધીનગરઃ ભારત સરકાર દ્વારા આવતી કાલ તા. 8 ઓગસ્ટથી તા. 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ […]

ગુજરાતમાં લખપતિ દીદીની સંખ્યા 5 લાખને પાર, 10 લાખ મહિલાઓને બનાવશે આત્મનિર્ભર

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ2023માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરવામાં આવી હતી, દેશમાં 2027 સુધીમાં3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો ઉદ્દેશ, મહિલાઓ કૃષિ, પશુપાલન, હસ્તકળા અને અન્ય સ્થાનિક ક્ષેત્રોમાં વ્યવસાય શરૂ કરી શકે છે ગાંધીનગરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર દેશની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરવામાં આવી હતી. 2027 સુધીમાં 3 કરોડ […]

એક રાખી દેશ કે જવાનો કે નામ, ગુજરાતની 53000 આંગણવાડી બહેનોએ જવાનોને રાખડીઓ મોકલી

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાખડી કળશ સરહદી દળોના જવાનો સુપ્રત કરાયો, ઈન્ડિયા બૂક ઓફ રેકર્ડમાં ગુજરાતની સિદ્ધીની નોંધ લેવાઈ, મુખ્યમંત્રી સમક્ષ પ્રમાણપત્ર-એવોર્ડ પ્રસ્તુત કરાયો ગાંધીનગરઃ દેશની સરહદોની દિવસ રાત ખડે પગે સુરક્ષા કરતા સેનાના જવાનોની રક્ષા માટે રક્ષાબંધન અવસરે ગુજરાતની બહેનો દ્વારા રક્ષાના પ્રતિક રૂપે સાડા ત્રણ લાખ રાખડીઓ આ ફરજ પરસ્ત જવાનોને મોકલવામાં આવી છે. રાજ્યની […]

ગુજરાતમાં ખરીફ પાકમાં મગફળીનું સૌથી વધુ 20.11 લાખ હેકટરમાં વાવેતર કરાયું

હવામાન અનુકૂળ રહેશે તો મગફળીનું બમ્પર ઉત્પાદન થવાની શક્યતા, સરકારે ટેકાના ભાવમાં વધારો કરતા મગફળીના વાવેતરમાં વધારો, કપાસની સરખામણીમાં મગફળીનો પાક ઝડપથી તૈયાર થાય છે અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે અષાઢના પ્રરંભ પહેલા જ મેધરાજાનું વાજતે ગાજતે આગમન થયું હતું. રાજ્યમાં સીઝનનો 64 ટકા વરસાદ પડી ચૂક્યો છે. અને મોટાભાગના ખેડૂતોએ વાવણીનું કાર્ય પૂરૂ કરી દીધુ […]

ગુજરાતમાં પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ વિક્રમજનક 1.94 કરોડથી વધુ બેંક ખાતા ખોલાયાં

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના દરેક નાગરિક માટે વિવિધ બેન્કિંગ સેવાઓની સાર્વત્રિક સુવિધા સુનિશ્ચિત કરવા માટે સૌ પ્રથમ પ્રધાનમંત્રી જન ધન યોજના-PMJDY હેઠળ ઝીરો બેલેન્સથી બેંક ખાતું ખોલાવાના અભિયાનનો દેશભરમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં અત્યારસુધીમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં PM જન ધન યોજના હેઠળ વિક્રમજનક કુલ 1.94 કરોડથી વધુ બેંક ખાતા ઝીરો બેલેન્સથી ખોલીને શહેરી અને […]

ગુજરાતમાં આજે 51 તાલુકામાં વરસાદ, 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં કેટલાક દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, તા. 6ઠ્ઠી ઓગસ્ટથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, 9મી ઓગસ્ટે રાજ્યભરમાં વરસાદની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 51 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જો કે તમામ તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યમાં થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે રાજ્યભરમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તેવામાં […]

ગુજરાતમાં અમદાવાદ સહિત 12 કેન્દ્રો પર NEET PGની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

અમદાવાદમાં LJ યુનિવર્સિટીમાં એક જ સેન્ટર, ટ્રાફિક જામ થતા વિદ્યાર્થી મુશ્કેલીમાં મૂકાયા, NEET PGની પરીક્ષાના સરળ પેપરથી ઉમેદવારો ખુશ, પેપર સરળ રહ્યું હોવાથી મેરિટ ઊંચું જાય તેવી શક્યતા અમદાવાદઃ  આજે દેશભરમાં મેડિકલના વિદ્યાર્થીઓ માટેની NEET PGની પરીક્ષા યોજાઈ હતી. MBBS પછી માસ્ટર્સ માટેની આ પ્રવેશ પરીક્ષા સિંગલ સેશનમાં લેવામાં આવી હતી. સવારે 9:00 વાગ્યાથી પરીક્ષાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code