1. Home
  2. Tag "gujarat"

પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ગુજરાતમાંથી 150થી વધુ વ્યક્તિઓને આમંત્રણ

ભારત આ વર્ષે તેનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. ત્યારે તેની ઉજવણીને ભવ્ય બનાવવા માટે સરકાર પ્રયત્નરત છે. આ ઉજવણીને સામન્ય લોકો સુધી પંહોચડવા માટે સરકારે આ વર્ષે દેશભરમાંથી વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓને રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનને માન આપવા માટે નવી દિલ્લીનાં કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. […]

ગુજરાતમાં 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે કરાશે

વિધાનસભાની અધ્યક્ષ સાબરકાંઠા ખાતે અને અન્ય મંત્રીઓ જિલ્લામાં ધ્વજ વંદન કરશે, વાલોડમાં રાજ્યપાલ હસ્તે અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે ધ્વજ વંદન, પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે ચાલતી તડામાર તૈયારી         ગાંધીનગરઃ રાષ્ટ્રના 76માં પ્રજાસત્તાક પર્વ-26મી જાન્યુઆરી-2025ની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં વાલોડ તાલુકાના ખાતે થશે. તા.26મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક […]

પ્રજાસત્તાક દિને ગુજરાત ‘વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’ ની ઝાંખી રજુ કરશે

“સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ” શીર્ષક અંતર્ગત ગુજરાત રાજ્ય દ્વારા 76 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જે ઝાંખીની રજૂઆત થઇ રહી છે, તે ખરા અર્થમાં ન માત્ર રાજ્ય કિન્તુ રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસના અભૂતપૂર્વ સંમિશ્રણને અસરકારકતાથી સાકારિત કરી રહી છે. ગુજરાતની ઝાંખીમાં 12 મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણ’થી લઈને 21 મી […]

ગુજરાતઃ વિધાનસભાનું બજેટ સત્રમાં 27 બેઠકો મળશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 19મી ફેબ્રુઆરીના રોજ મળશે. તેમજ નાણામંત્રી 20મી ફેબ્રુઆરીએ બજેટ રજુ કરશે. આ બજેટ સત્રમાં 27 બેઠકો મળશે. તેમજ વિવિધ વિધાયક રજુ કરવામાં આવશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા. 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. 19 ફેબ્રુઆરીથી […]

ગુજરાતઃ ટેબ્લોના કલાકારો દ્વારા આયોજીત નૃત્ય કાર્યક્રમમાં ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજેતા

અમદાવાદઃ 76 મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે થનાર છે. જેમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા 21મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત ટેબ્લો સાથે આવેલા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક પરફોર્મન્સ ત્રીજા ક્રમે વિજેતા બન્યું છે જે સૌ ગુજરાતીઓ માટે […]

ધો-10 અને 12ના વિદ્યાર્થીઓની ફી બાકી હોય તો હોલ ટિકિટ કે પરિણામ અટકાવી શકાશે નહીં

ગાંધીનગરઃ અમદાવાદ શહેર ડીઇઓ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે કોઇપણ વિદ્યાર્થીની ફી બાકી હોય તો તે વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દેવા, હોલ ટિકિટ આપી દેવી અને રિઝલટ પણ સમયસર આપી દેવું. વિદ્યાર્થીની ફી બાબતે વાલી સાથે વાતચીત કરી નિર્ણય કરવાનો રહેશે. આગામી સમયમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, ત્યારે કેટલીક સ્કૂલો દ્વારા […]

ગુજરાતઃ સાંકડા પુલોના સ્ટ્રકચર્સને પહોળા કરવા 467.50 કરોડ રૂપિયા ફાળવાયા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તરોત્તર સંગીન બનાવીને લોકોને અને ઉદ્યોગ વ્યાપારને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો સુચારુ અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં ફોરલેન માર્ગોની સાપેક્ષમાં જે હયાત પુલો અને સ્ટ્રકચર્સ સાંકડા છે તેને પહોળા કરવાના 11 કામો માટે 467.50 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. તેમણે આ અગાઉ સાંકડા […]

ગુજરાતમાં જુનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે

18મી ફેબ્રુઆરીએ મત ગણતરી કરાશે ચૂંટણી વિસ્તારોમાં આજથી આચારસંહિતાનો અમલ જારી બોટાદ અને વાંકાનેર પાલિકાની મધ્યસત્ર ચૂંટણી યોજાશે ગાંધીનગરઃ  રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જુનાગઢ મહાપાલિકા સહિત 66 નગરપાલિકાની ચૂંટણી 16મી ફેબ્રુઆરીએ યોજાશે. અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. આ વિસ્તારોમાં આજથી જ આચારસંહિતાનો અમલ […]

ગુજરાતઃ 44 પ્રવાસન માર્ગોના સુધારણા માટે 2269 કરોડ મંજૂર

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિને વધુ ગતિશીલ બનાવીને વધુને વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણાનો વ્યુહ અપનાવ્યો છે. રાજ્યના 44 પ્રવાસન સ્થળોને જોડતા રાજ્ય અને પંચાયત હસ્તકના હયાત માર્ગોના અપગ્રેડેશન, વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનિંગના કામો માટે 2268.93 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પ્રવાસન સ્થળોના કુલ 58 માર્ગો પર અપગ્રેડેશન, વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનિંગની […]

ગુજરાતમાં નોન ગ્રાન્ટેડ શાળા શરૂ કરવા માટે 31મી જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ જ સ્વીકારાશે માધ્યમિક બોર્ડની વેબસાઈટ gseb.org પર નવી શાળાની મંજૂરી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે, ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી બિનસરકારી અનુદાનિત નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અરજી કરવા માટેની મુદત 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. નોન ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code