1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ઉત્તરાયણમાં કાતિલ ઠંડી પડ્યા બાદ ઠંડીમાં ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણમાં કાતિલ ઠંડી પડ્યા બાદ હાલ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સિંગલ ડિજિટમાં જે તાપમાન નોંધાતું હતું હવે ત્યાંનું તાપમાન ડબલ ડિજિટમાં નોંધાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નલિયાનું તાપમાન 10 ડિગ્રીને પાર થઈ ગયું છે. જ્યારે અમદાવાદ અને વડોદરામાં તો લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોંચ્યું છે. હાલ બપોરના સમયે ગરમીનો પણ […]

ગુજરાતની 8 હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’ મારફતે મુસાફરોને બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે, આજે ગુજરાતની 8 હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે, જેનો ગુજરાતના 7.5 લાખ કરતા વધુ મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે. GSRTC […]

ગુજરાતઃ એક વર્ષ દરમિયાન સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા રૂ.૧૦૮ કરોડ તેમને પરત કરવામાં આવ્યા

ગાંધીનગરઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરત ખાતે એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. પોલીસ કમિશનર કચેરી ખાતે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરશ્રીઓ અને રાજ્યના નવ રેન્જ આઈ.જી.ઓ સાથે યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર તથા આઈજીઓએ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે ૨૦૨૪ના વર્ષમાં કરેલી કામગીરીને […]

ગુજરાતમાં કડકડતી ઠંડી બાદ તાપમાનમાં થયો 1થી 6 ડિગ્રીનો વધારો

પવનની દિશા બદલાતા ઠંડીનું જોર ઘટ્યું 26 જાન્યુઆરી બાદ વાતાવરણ એકાએક કરવટ બદલશે કેટલાક વિસ્તારમાં માવઠું પણ પડી શકે છે  અમદાવાદઃ રાજ્યમાં ઉત્તર-પૂર્વના ટાઢાબોળ પવનોને લીધે કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા હતા.પણ હવે પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીમાં થોડી રાહત મળી છે. મોટાભાગના સેન્ટરો પર લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 1 થી 6 ડિગ્રીનો વધારો થતા […]

ગુજરાતમાં 32 નગરપાલિકાઓને 60 સ્થળોએ સોલાર પ્લાન્ટ સ્થાપવા 45.37 કરોડ અપાશે

CM એ 63 પાલિકાઓને સોલાર પ્લાન્ટ્સ સ્થાપવા રૂ. 114.34 કરોડ મંજૂર કર્યા, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી સહાય ફાળવાઈ નગરપાલિકાઓ સોલાર પ્લાન્ટ સ્થાપી ને વીજઉત્પાદન કરશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સુધી વિસ્તારવાનો પર્યાવરણ-પ્રિય નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓમાં ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન અને ઉપયોગથી વીજબિલમાં […]

હોલિસ્ટિક અને અફોર્ડેબલ હેલ્થકેર ફોર ઓલની સંકલ્પ પૂર્તિ માટે ગુજરાત સંકલ્પબધ્ધઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ અમદાવાદ સિવિલ મેડિસીટીની યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ગ્લોબલ હેલ્થ – ટ્રાન્સફોર્મિંગ લાઈવ્સ બિયોન્ડ હોરાઈઝન્સ વિષય પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં 6 થી વધુ દેશ અને ભારતના 14 રાજ્યોના ડેલિગેશનએ ભાગ લીધો હતો આ પ્રસંગે ઉપસ્થિત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હોલિસ્ટિક અને […]

ઉત્તર-પૂર્વના બર્ફિલા પવનને લીધે ગુજરાત કડકડતી ઠંડીમાં સપડાયું,

15થી 20 કિમીની ઝડપે ટાઝોબોળ પવન ફુંકાયો હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાતાવરણમાં પલટો આવશે આકાશ વાદળછાંયુ બનશે, માવઠાની પણ શક્યતા  અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાણ બાદ ઠંડીનું જોર યથાવત રહ્યું છે. ઉત્તર-પૂર્વના બર્ફિલા પવનોને કારણે લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. આજે સવારથી જ પવનની ગતિ 15-20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી, જેથી વહેલી સવારે લોકોએ ઠંડા […]

ગુજરાતના વડનગરનો ગૌરવશાળી ઇતિહાસ 2500 વર્ષથી વધુ જૂનો છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ટિપ્પણી કરી હતી કે ગુજરાતમાં વડનગરનો ગૌરવશાળી ઇતિહાસ 2500 વર્ષથી વધુ જૂનો છે અને તેના સંરક્ષણ અને જાળવણી માટે અનોખા પ્રયાસો કરવામાં આવ્યા છે. X પરની એક પોસ્ટમાં, તેમણે કહ્યું હતું કે, “ગુજરાતના વડનગરનો 2500 વર્ષથી વધુ જૂનો ભવ્ય ઇતિહાસ છે. તેને જાળવવા અને સુરક્ષિત રાખવા માટે અહીં અનોખા પ્રયાસો […]

ગુજરાતઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અંતરિયાળ ગામોની મુલાકાતે

અમદાવાદઃ આજનો ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા ઉદ્દેશથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને પ્રોત્સાહન આપી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાતના દરિયાઈ સીમા ક્ષેત્રના જિલ્લાઓના અંતરિયાળ ગામોની મુલાકાતે છે. આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓમાં તેઓ લોકોને મળી રહ્યા છે અને ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કરી રહ્યા છે. […]

ગુજરાતમાં કડકડતી ઠંડી, આગામી બે દિવસમાં ઠંડી વધવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે, જ્યારે બર્ફીલા પવનોને કારણે રાજ્યનું તાપમાન પણ ઘટી રહ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 14 ડિગ્રીથી નીચે ગબડી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ સુધી ગુજરાતના તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની સંભાવના નથી. આગામી 2 દિવસમાં રાજ્યમાં તીવ્ર ઠંડી પડવાની શક્યતા છે. આજે ગુજરાતમાં તાપમાન 5 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code