1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં આજે લાભ પાંચમથી તમામ માર્કેટ યાર્ડ કામકાજનો શુભારંભ

દિવાળીની રજાઓ પૂર્ણ થતાં માર્કેટિંગ યાર્ડસમાં ખરીફ પાકની આવકનો પ્રારંભ, રાજકોટ યાર્ડની બહાર વાહનોની લાંબી લાઈનો લાગી, ગોંડલ અને ડીસા યાર્ડમાં મગફળીની ધૂમ આવક અમદાવાદઃ ગુજરાતના તમામ એપીએમસી યાને માર્કેટ યાર્ડ્સમાં દિવાળીની રજાઓ બાદ આજે લાભ પાંચમથી ખરીદ-વેચાણનો શુભારંભ થયો હતો. જેમાં ખેડુતો મગફળી, કપાસ સહિત ખરીફ પાક વેચવા માટે આવ્યા હતા. રાજકોટના માર્કેટ યાર્ડમાં […]

રિન્યૂએબલ એનર્જી ક્ષમતા વધારવા ગુજરાત સતત પ્રયત્નશીલ

અમદાવાદઃ ગુજરાત રાજ્યએ ઓક્ટોબર-2024માં રીન્યૂએબલ એનર્જી ક્ષેત્રે 30 ગીગાવોટ (GW) ની વિક્રમ જનક ક્ષમતા સ્થાપિત કરી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે અને એ સાથે દેશમાં રીન્યૂએબલ ક્ષેત્રમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે. આવી અભૂતપૂર્વ સિદ્ધીઓ થકી ગુજરાત રાજ્ય રૂફટોપ સોલાર અને પવન ઊર્જા ઇન્સ્ટોલેશનમાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે આ ઉપલબ્ધિની સાથે ગુજરાતે ભવિષ્ય માટે રીન્યૂએબલ એનર્જી […]

ગુજરાતઃ દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની હાઈકોર્ટે આપી મંજૂરી

અમદાવાદઃ ગુજરાતમાં લોકો જ્યારે દિવાળી પર્વ મનાવી રહ્યા છે અને કોર્ટ આજથી ખુલી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં અત્યારે દિવાળી વેકેશન વચ્ચે તત્કાલ સુનાવણી માટે આવતા કેસોમાં આજે એક 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત માટેની અરજી આવી હતી. ગતરોજ એક 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત માટેની અરજી આવી હતી. જેમાં પીડિતાને 16 અઠવાડિયાં અને 2 દિવસનો ગર્ભ […]

ગુજરાતમાં દિવાળીના ત્રણ દિવસમાં 15000થી વધુ ઈમરજન્સી કેસ નોંધાયા

તહેવારોમાં સરેરાશ ઈમરજન્સીના 5060 કેસ નોંધાયા, સામાન્ય દિવસોની તુલનાએ 12,34 ટકા કેસ નોંધાયા,  અમદાવાદમાં આમરજન્સીના કેસમાં 2.52 ટકાનો ઘટાડો અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં અકસ્માત, આગ કે ઈમરજન્સીને કારણે પોલીસ, ફાયર બ્રિગેડ અને 108ના તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવતું હોય છે. દિવાળીના તહેવારોમાં આગ લાગવાની ઘટના, શારીરિક ઈજા અને રોડ અકસ્માત સહિતના અનેક બનાવ બન્યા […]

હવામાન વિભાગ કહે છે, ગુજરાતમાં હવે સપ્તાહમાં ઠંડીમાં વધારો થશે

અંબાલાલ પટેલના કહેવા મુજબ 14મીથી 22 દરમિયાન માવઠુ પડી શકે છે, બે દિવસમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થશે, દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસથી વિઝિબિલિટી ઘટી અમદાવાદઃ કારતક મહિનાના પ્રારંભ સાથે વિધિવતરીતે શિયાળાની ઋતુનો પ્રારંભ થઈ ગયો છે. જો કે હજુ પણ પંખા અને એસી ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. એટલે હજુ પણ […]

5000 લોકોએ 2.50 લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રે કરી અનોખી પહેલ

ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટતા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં તેમાંથી ઉત્પન્ન થતા અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જેને પરિણામે કેન્સર, હ્રદયરોગ અને મધુપ્રમેહ જેવી બિમારીઓ વધી છે. આ બધામાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, તેમ જણાવતાં […]

ગુજરાતઃ દિવાળીની ઉજવણી દરમિયાન આગની અનેક જગ્યાએ ઘટના બની

અમદાવાદઃ ગુજરાતમાં દિવળીની રાતે લોકોએ ફટાકડા ફોડીને તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી. દિવાળીની રાત્રે રાજ્યમાં આગની અલગ અલગ ઘટના બની છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, વઢવાણ, બનાસકાંઠા અને જાફરાબાદમાં આગ લાગવાની ઘટના ઘટી છે. ત્યારે શહેરમાં પણ ફાયર વિભાગના અલગ અલગ કોલ મળ્યા હતા. જેમાં થલતેજ, નિકોલ વિસ્તારમાં મકાનમાં આગ લાગી હોવાના કોલ મળ્યા […]

ગુજરાતઃ આલ્કોહૉલ ડિટેક્શન ડોગ ‘આદ્રેવ’ની મદદથી સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ રાજકોટમાં નોંધાયો

અમદાવાદઃ ગુજરાત પોલીસે રાજ્યમાં આલ્કોહૉલ ડિટેક્શન માટે એક ડોગને ખાસ તાલીમ આપીને બુટલેગરો દ્વારા યુક્તિપૂર્વક સંતાડેલા આલ્કોહોલને પકડવા માટે તૈયાર કર્યો છે. આ આલ્કોહૉલ ડિટેક્શન ડોગ ‘આદ્રેવ’ની મદદથી ગુજરાતનો સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ તાજેતરમાં રાજકોટમાં નોંધાયો છે.  રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આલ્કોહોલ ડિટેક્શન માટે ગુજરાત પોલીસ હસ્તકની નરોડા સ્થિત ડોગ ટ્રેનિંગ સ્કુલ […]

કલમ 370 કાયમ માટે દફનાવી દેવામાં આવીઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ આજે દેશ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન વડાપ્રધાને રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની સલામી પણ લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને એકતાના […]

ગુજરાતઃ દિવાળીના તહેવારમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે નહીં થાય કાર્યવાહી

ટ્રાફિક અવેરનેસ માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો પોલીસ ‘પાવતી બુક’ લઇને નહિ, પરંતુ ફુલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ સાથે જોવા મળશે અમદાવાદઃ ગુજરાત પોલીસ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ તહેવારોમાં અલગ અલગ માર્કેટ પ્લેસ, હાઇવે કે વિવિધ સર્કલ ઉપર ઉભી રહેતી પોલીસ ‘પાવતી બુક’ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code