1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં શિયાળાના આગમન ટાણે જ ઉષ્ણતામાનમાં થયો વધારો

રાજસ્થાનના રણ પ્રદેશ પરથી આવતા પવનને લીધે ગરમીમાં વધારો, હજુ 5 દિવસ બપોરના ટાણે ગરમીનો અનુભવ થશે, અમદાવાદમાં તાપમાન 36 ડિગ્રીએ પહોંચ્યુ અમદાવાદઃ શિયાળાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે હાલ બપોરના ટાણે લોકોને ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત શહેરોમાં હાલ ઉષ્ણતામાનનો પારો 36 ડિગ્રીને વટાવી ગયો છે. ત્યારે […]

દિવ્યાંગ આર્ટિસ્ટને મળવા માટે નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રીએ રોડ-શોમાં કાફલો અટકાવ્યો

વડોદરાઃ ટાટા ફેક્ટરીનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝને આવકારવા માટે યોજાયેલા રોડ શોમાં એક વિશેષ પ્રસંગ જોવા મળ્યો હતો. શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે આ બન્ને મહાનુભાવો પોતાના કાફલાને રોકાવી નીચે ઉતર્યા હતા અને આ છાત્રાને મળ્યા હતા.  પૂર્વોક્ત મુજબ એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા […]

ગુજરાતઃ કઠલાલમાં પોલીસ રિડ્રેસલ માટે ટ્રેનિંગ સેન્ટર બનાવાશે

અમદાવાદઃ પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન મળે સરકાર દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી જાણકારી આપવામાં આવી છે. આ પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી. જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપવી, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી […]

ગુજરાતમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન

ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન નિયમોને CMની મંજૂરી, વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કે બોટિંગના રજિસ્ટ્રેશન માટે અરજી કરવાની રહેશે, નિયમોના ભંગ બદલ દંડરૂપી શિક્ષાત્મક પગલાં લેવાશે  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી વધુ સલામત અને સુરક્ષિત બનાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ હેતુસર મુખ્યમંત્રીએ ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ (કેટેગરી ‘C’ ઇનલેન્ડ વેસેલ્સની […]

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિએ ગુજરાતને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે એવાર્ડ એનાયત કર્યો

પાંચમો રાષ્ટ્રીય જળ પુરસ્કાર એવાર્ડ’ સમારોહ યોજાયો, જળ વ્યવસ્થાપનમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને, ગુજરાતના 90 ટકા ગ્રામીણ ઘરોમાં નળ જોડાણ ગાંધીનગરઃ રાજ્યના ખૂણે- ખૂણે શુદ્ધ પાણી પહોચાડવું એ ગુજરાત સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે. જેના પરિણામે આજે નવી દિલ્હી ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર- એવાર્ડ’ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાત અને પુડ્ડુચેરીને ઉત્તમ […]

ગુજરાતઃ વિધાનસભામાં કાયદાના ડ્રાફ્ટિંગ માટે તાલીમ વર્ગ યોજાશે

અમદાવાદઃ ગાંધીનગરમાં કાયદાના ડ્રાફ્ટિંગ માટે તાલીમ વર્ગ યોજાશે. ગુજરાત વિધાનસભામાં તાલીમ વર્ગ યોજાશે. લેજિસ્લેટિવ ડ્રાફ્ટિગં તાલીમમાં અધિકારીઓને પણ તાલીમ આપવામાં આવશે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહની ખાસ હાજરી રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ધારાસભ્યો અને સાંસદો પણ આ તાલીમમાં હાજરી આપશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી એ આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું […]

અમદાવાદ, સુરત સહિત 26 તાલુકામાં વીજળીના કડાકા સાથે પડ્યો વરસાદ

અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલના સ્થળે ભરાયા પાણી, હવામાન વિભાગ કહે છે 5મી નવેમ્બર સુધી આવી સ્થિતિ રહેશે, નૈઋત્યના ચોમાસાની વિદાય છતાં વરસાદ કેમ પડે છે? અમદાવાદઃ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે, છતાંયે કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. ગ્લોબલ વોર્મિંગ તેમજ લો પ્રેશરને લીધે વાદળો ખેંચાઈ આવતા બીજીબાજુ હવામાનમાં ઉષ્ણતામાન વધુ હોવાને લીધે વાતાવરણમાં […]

ગુજરાતઃ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા ફ્રેઈટ રેલ લાઇનનો વિકાસ કરાશે

અમદાવાદઃ ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસથી વિશ્વ સ્તરીય માળખાકીય સુવિધાઓ અને જીવનશૈલીના ઉચ્ચ ધોરણોયુક્ત ધોલેરા સ્માર્ટ સિટીનો વિકાસ કરવામાં આવ્યો છે. ગુજરાતનાં ધોલેરા ખાતે આવેલ “સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન” (SIR) માં ભારતના સૌથી મોટા “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી”નું નિર્માણ થઇ રહ્યું છે.   ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડની યાદીમાં જણાવ્યા અનુસાર ધોલેરા સ્માર્ટ સિટી […]

કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની દેશની કુલ નિકાસના ૩૧ ટકા શેર સાથે ગુજરાત પ્રમુખ નિર્યાતકાર રાજ્ય: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં પાછલા બે દશકમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે.  આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, સુદ્રઢ ઔદ્યોગિક અને લોજિસ્ટીક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે ગુજરાત ભારતનું પેટ્રો કેપિટલ – પેટ્રો હબ બની શક્યુ છે. મુખ્યમંત્રીએ ૨૦૨૩-૨૪ના વર્ષમાં દેશમાંથી કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસના ૩૧ ટકા શેર સાથે ગુજરાત […]

ગુજરાતમાં 41 તાલુકામાં પડ્યો વસાદ, મેંદરડા, કોટડા સાંગણીમાં બે ઈંચ વરસાદ

બુધવારે કોટડાસાંગણી, મેંદરડા સહિત સૌરાષ્ટ્રના અનેક તાલુકામાં વરસાદ પડ્યો, રાજ્યભરમાં વરસાદે ગુરૂવારે વિરામ લીધો, ચોમાસુ હવે વિદાય લેવાની તૈયારીમાં છે અમદાવાદઃ ગુજરાતમાં આજે વરસાદે વિરામ લીધો હતો. સવારથી સાંજના 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં એકપણ સ્થળે વરસાદ નોંધાયો નથી. દરમિયાન આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 41 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code