1. Home
  2. Tag "gujarat"

ગુજરાત સરકારે ડ્રગ્સના દુષણને ઉગતું જ ડામી દેવા અભિયાન જ નહિ, જંગ છેડી છે: હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ગુજરાતમાંથી ડ્રગ્સના દુષણને ઉગતું જ ડામી દેવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને ડ્રગ્સ સામે મક્કમતાથી આરપારની લડાઈ લડવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. ત્યારે ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન જ નહિ, જંગ છેડી દીધી છે. છેલ્લા એક અઠવાડીયામાં એટલે કે તા.1લી ઓગષ્ટથી તા.7મી ઓગષ્ટ સુધીમાં ગુજરાત પોલીસે અલગ અલગ […]

ગુજરાત સરકારના પ્રોત્સાહનને કારણે રમતગમતમાં આદિવાસી યુવાનો બની રહ્યા છે, ચેમ્પિયન

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આદિજાતિ સમુદાયના ઉત્કર્ષ માટે નોંધનીય પ્રયાસો કર્યા છે. તેના પરિણામે આજે ગુજરાતનો આદિજાતિ બાંધવ દરેક ક્ષેત્રે અગ્રેસર બન્યો છે. વડાપ્રધાનએ ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી હતી, જેના હેઠળ આદિવાસી ખેલાડીઓએ રાજ્યને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે. આદિવાસી યુવાનોએ એથ્લેટિક્સ, આર્ચરી, જુડો, કુસ્તી, ખો-ખો, રાઈફલ […]

ગુજરાતમાં ડ્રગ્સ નાબુદી અભિયાન તેજ બન્યું, સાત દિવસમાં રૂ. 836 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદઃ ગુજરાતમાંથી ડ્રગ્સના દુષણને ઉગતું જ ડામી દેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને ડ્રગ્સ સામે મક્કમતાથી આરપારની લડાઈ લડવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. ત્યારે ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન જ નહિ, જંગ છેડી દીધી છે. છેલ્લા એક અઠવાડીયામાં એટલે કે તા.1લી ઓગષ્ટથી તા.7મી ઓગષ્ટ સુધીમાં ગુજરાત પોલીસે અલગ અલગ 9 […]

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા નહીવત, કાંઠા વિસ્તારોમાં પવન ફુંકાશે

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના પ્રારંભ પહેલા મેધરાજાનું આગમન થયું છે. અને અત્યાર સુધીમાં સરેરાશ 68.98 ટકા વરસાદ પડી ગયો છે. જેમાં કચ્છમાં 86.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.51 ટકા, મધ્ય ગુજરાતમાં 50.73 ટકા, સૌરાષ્ટ્રમાં 78.34 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં 82.95 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આમ સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો છે. વરસાદને કારણે રાજ્યના 47 […]

ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ સહિત વિદ્યાશાખાઓમાં 19,631 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો,

અમદાવાદઃ ગુજરાતમાં તબીબી વિદ્યાશાખાઓમાં પ્રવેશ પ્રકિયાનો પ્રારંભ થયો છે. જેમાં મેડિકલ-ડેન્ટલ-આયુર્વેદ-હોમિયોપથીની બેઠકો પર પ્રવેશ માટે ઓનલાઈન વિતરણ અને રજિસ્ટ્રેશન પ્રક્રિયાના ચોથા દિવસે કુલ 20,070 વિદ્યાર્થીને પિન વિતરણ કરવામાં આવ્યું છે. જેની સામે 19,631 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવીને પ્રવેશ કન્ફોર્મ કરાવી લીધો છે. ગુજરાતમાં આ વખતે યુજીનીટની બબાલને લીધે પ્રવેશ કાર્યવાહીમાં થોડો વિલંબ થયો હતો. અને પ્રવેશ […]

ગુજરાતમાં 33 ગરીબ કલ્યાણ મેળાની સપ્ટેમ્બરમાં યોજાશે, 125 કરોડ રૂપિયાની કીટ્સનું વિતરણ કરાશે

ગાંધીનગરઃ રાજ્યના ગરીબ વર્ગો અને અંતરિયાળ વિસ્તારોના વંચિત લોકો સુધી સરકારની કલ્યાણ યોજનાઓના લાભ હાથોહાથ પહોંચાડતા ગરીબ કલ્યાણ મેળાની 14મી કડી આગામી સપ્ટેમ્બર-2024માં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સાકાર કરવા દરેક જિલ્લામાં એક-એક એમ કુલ 33 ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન રાજ્ય સરકાર દ્વારા થવાનું છે. લોકોના કલ્યાણ અને વિકાસ માટે રાજ્ય સરકાર […]

ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પરીક્ષામાં ચોરી સામે હવે આંકરો દંડ અને સજાની જોગવાઈ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરાયા બાદ હવે આ એક્ટ મુજબ પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં, આ નિયમ પ્રમાણે હવે જો કોઈ પરીક્ષામાં ગેરરીતિ કરશે તો દંડની જોગવાઈમાં પણ પાંચ ઘણો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે કોઈપણ વિદ્યાર્થી ઉત્તરવહીમાં અભદ્ર ભાષા કે […]

વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપ્યો નવો કીર્તિમાન

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તા. 5 જૂન નિમિતે શરૂ કરાયેલું રાષ્ટ્રવ્યાપી ‘એક પેડ મા કે નામ’ અભિયાન આજે સાચા અર્થમાં ગુજરાત સહિત દેશના રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં ‘જન અભિયાન’ પ્રસ્થાપિત થઇ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં તા. 6 ઓગસ્ટ 2024ની સ્થિતિએ બીજા નંબરે સૌથી વધુ 7.15 […]

સેન્ટ્રલ સિલ્ક બોર્ડ 10 ઓગસ્ટ ગુજરાતમાં રેશમ ઉત્પાદન પ્રોજેક્ટનો પ્રારંભ કરશે

અમદાવાદઃ રેશમ ઉદ્યોગના વિકાસ માટે 1948માં સંસદના અધિનિયમ દ્વારા સેન્ટ્રલ સિલ્ક બોર્ડની રચના કરવામાં આવી હતી. આઝાદ ભારતના પ્રથમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અને સેન્ટ્રલ સિલ્ક બોર્ડના હોદ્દેદાર પ્રથમ અધ્યક્ષ સ્વ. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારતીય રેશમ ઉદ્યોગના વિકાસ માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. ભારતમાં 26 રાજ્યોના […]

ગુજરાતમાં ગત સપ્તાહમાં 18 IASની બદલી બાદ વધુ 10 અધિકારીઓની સાગમટે બદલીઓ,

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ બદલીઓની મૌસમ ચાલી રહી છે. ગત સપ્તાહમાં આઈએએસ અને આઈપીએસની બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો.  જેમાં 18 જેટલાં આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત આઠ આઈપીએસ અધિકારીઓની પણ બદલી કરવામાં કરવામાં આવી હતી. ત્યારે હવે બીજા રાઉન્ડમાં વધુ 10 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં કલેક્ટરોનો સમાવેશ પણ થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code