1. Home
  2. Tag "gujarat"

દેશમાં સૌથી વધુ ગુજરાતના 41556 ઉદ્યોગોનું ઝીરો ઇફેક્ટ અને ડિફેક્ટ સર્ટિફિકેશન

ગાંધીનગરઃ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ગુણવત્તાયુક્ત ઔદ્યોગિક ઉત્પાદન માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી સર્ટિફિકેશન પ્રોસેસ ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ અંતર્ગત ગુજરાતના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું સૌથી વધુ પ્રમાણન થયું છે. ગુજરાત બાદ કર્ણાટક, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાનનો ક્રમ આવ્યો છે. એમાંય વડોદરાના એક ઉદ્યોગે તો સતત સાત વખત ગોલ્ડ સર્ટિફિકેટ મેળવવાનો વિક્રમ નોંધાવ્યો […]

ગુજરાતમાં 47 જળાશયો છલકાતા હાઈએલર્ટ, સરદાર સરોવર ડેમ 60 ટકા ભરાયો

ગાંધીનગરઃ ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 60 ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,04,901  એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 61.33  ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,25,972  એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 58.19 ટકા જેટલો […]

ગુજરાતના પોલીસ વિભાગમાં ASIની સીધી ભરતીને બદલે હવે બઢતીથી જગ્યાઓ ભરાશે

અમદાવાદઃ ગુજરાતના પોલીસ વિભાગમાં એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરની હવે સીધી ભરતીને બદલે હેડ કોન્સ્ટેબલોને બઢતી આપવાનો ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની આ જાહેરાતથી બિન હથિયારી ASI વર્ગ-૩ની જગ્યાઓ પ્રમોશનથી ભરાશે. કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી આગામી 30 ઓગસ્ટ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ કરાયો છે. ગુજરાત પોલીસની બિન હથિયારી […]

ગુજરાત : સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો છલકાયા

અમદાવાદઃ રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે નવ જળાશયો 90% થી 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 31 ડેમ 70% થી 100% ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50% થી 70% ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 39 ડેમ 25 થી 50% ભરાયા […]

ગુજરાતઃ 54 નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો-વાહનોની ખરીદી માટે 63 કરોડ રૂપિયાની કરી ફાળવણી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં આકસ્મિક જરૂરી અગ્નિશમન વાહનો – સાધનો ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસ ખરીદી માટે કુલ 63 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. ગુજરાત દેશના વિકાસનું રોલમોડેલ સ્ટેટ છે અને તેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એટલું જ નહીં, ફાયર સેફ્ટીની જરૂરિયાતો પણ […]

ગુજરાતની ખૂબ જાણીતી ભૂતિયા લોકવાર્તાને નવા અંદાજમાં હળવા કટાક્ષ સાથે રજૂ કરતી ફિલ્મ કારખાનું

કેમ છો? કુશળ હશો ! ‘હું એવો ગુજરાતી, જેની; હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.’ કવિ શ્રી વિનોદ જોશીની પંક્તિ આ ટાણે યાદ આવે છે. ગુજરાતી હોવાનો ગર્વ આપણને બધાને હૈયે વસેલો છે. એવામાં આપણી ભાષામાં તદ્દન નવીન અને રસપ્રદ વિષય સાથે છેલ્લા 2 વર્ષની અથાક મહેનત પછી મર્કટ બ્રોસ દ્વારા “કારખાનું” નામની […]

ગુજરાતઃ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ કરાયા અનફ્રીઝ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યનો ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં, ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ […]

ગુજરાતની તમામ મહિલાઓની સુરક્ષા એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છેઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યની તમામ મહિલાઓની સુરક્ષા એ રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે. દુષ્કર્મોના કેસોમાં નરાધમોને કડકમાં કડક સજા થાય એ માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે કડક આદેશો આપ્યા છે જેના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવી રહી છે. મંત્રી  સંધવી એ ઉમેર્યું કે, તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના […]

ગુજરાત સરકારના પ્રોત્સાહનને કારણે 6.64 લાખ ઘરો પર લાગ્યા સોલાર રૂફટોપ

અમદાવાદઃ ગુજરાત સરકારની પ્રોત્સાહક નીતિને કારણે હવે માત્ર શહેરોમાં જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો પોતાના ઘર પર સોલાર રૂફટોપ લગાવીને વીજળીની બચત કરી રહ્યા છે. સોલાર રૂફટોપ શરૂઆતમાં ઘર પર લગાવવાથી મોંઘી પડે છે. પરંતુ સરકાર દ્વારા સબસિડી મળતી હોવાથી લોકોને રાહત થાય છે. અને સોલાર રૂફટોપ લાગાવ્યા બાદ વીજળી બિલમાં સારીએવી બચત […]

ગુજરાત સહિત દેશભરમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2024 દરમિયાન પશુધનની વસતી ગણતરી કરાશે

ગાંધીનગરઃ દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં તેમજ ખેડૂતોને આર્થિક સ્થિરતા પ્રદાન કરવામાં પશુપાલન વ્યવસાય અને વિવિધ સંવર્ગના પશુધન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગુજરાતના અનેક ખેડૂતો આજે પશુપાલન વ્યવસાય થકી સમૃદ્ધ બન્યા છે. પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટેની નીતિઓ, કાર્યક્રમો તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઘડતર ઉપરાંત અનેક મહત્ત્વના નિર્ણયો માટે પશુધન સંબંધિત અદ્યતન ડેટા સંગ્રહ હોવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code