1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં 70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોની વાવણી, સૌથી વધુ કપાસનું વાવેતર

ગાંધીનગરઃ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે રાજ્યમાં વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60 ટકાથી વધુ નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે […]

ગુજરાતમાં 7 વર્ષમાં 24 હજાર કરોડનો ટોલટેક્સ વસુલાયો, દેશમાં ટોપ ટ્વેન્ટીમાં 5 ગુજરાતના ટોલ

અમદાવાદઃ દેશના સૌથી વધુ આવક હોય એવા 20 ટોલપ્લાઝામાં ગુજરાતના પાંચનો સમાવેશ છે. ગુજરાતમાં ટોલટેક્સ વસુલતા કૂલ 46 પ્લાઝા છે, અને છેલ્લા સાત વર્ષમાં વાહનચાલકો પાસેથી 24 હજારનો ટોલ વસુલવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2017-18માં 2510 કરોડ, વર્ષ 2018-19માં 2745 કરોડ, વર્ષ 2019-20માં 2984 કરોડ, વર્ષ 2020-21માં 2721 કરોડ, 2021-22માં 3642 કરોડ, 2022-23માં 4519 કરોડ, […]

ગુજરાતઃ ‘વહાલી દીકરી યોજના’ હેઠળ 5 વર્ષમાં 2.37 લાખથી વધુ દીકરીઓની નોંધણી

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારની દીકરીઓના હિતમાં વર્ષ 2019 માં ‘વહાલી દીકરી યોજના’ લાગુ કરવામાં આવી હતી. જેનો હેતુ રાજ્યમાં કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ ગરીબ વ્યક્તિને તેની દીકરીના ભણતરથી લઈને લગ્ન સુધીના પ્રસંગોના ખર્ચને પહોંચી વળવા માટે સરકારની મદદ મળી રહી છે. છેલ્લા 5 વર્ષોમાં આ યોજના હેઠળ 2.37 […]

ગુજરાતની સહકારી બેંકો પર સાઇબર એટેક, 5000 કરોડથી વધુના વ્યવહારો અટકાયા

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે એક અખબારી યાદી જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ કોપરેટીવ બેંક અને તેમની સાથે સંકળાયેલી 13 જેટલી જીલ્લા બેંકો અને 150 જેટલી અર્બન બેંકોના સમગ્ર ડિજિટલ વહેવારો છેલ્લા ત્રણ દિવસથી અટકી ગયા છે. હજી સુધી આ બેંકોના સત્તાધીશોએ કોઈપણ જાતનો ખુલાસો કરેલ નથી પરંતુ ગુજરાતના ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, […]

ગુજરાતમાં વર્ષ 2024-25માં જુન સુધીમાં 50,298 GST રજિસ્ટ્રેશન રદ, 4 વર્ષમાં 3 લાખ કેન્સલ થયાં

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2024-25ના જુન મહિના સુધીમાં એટલે કે પ્રથમ 6 મહિનામાં તંત્ર દ્વારા 50,000થી વધુ જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ કરાયા છે. જીએસટી રજિસ્ટ્રેશન રદ કરવાનું કારણ વ્યવસાયને તાળા લાગવા, પ્રોપરાઈટરનું અવસાન થવું, રીટર્ન ભરવામાં નિષ્ફળતા, મર્જર થવું,  બિઝનેસના બંધારણમાં ફેરફાર કરવો, છેતરપિંડી કરવા માટે રજીસ્ટ્રેશન મેળવવું, માહિતી છુપાવવી જેવા વિવિધ કારણોસર જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં […]

ગુજરાતમાં ખાનગી ક્લિનિક-હોસ્પિટલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત, ગાંધીનગર જિલ્લામાં કાર્યવાહીનો પ્રારંભ

ગાંધીનગરઃ ગુજરાતમાં કેન્દ્રિય કાયદા મુજબ તમામ ખાનગી ક્લિનિક અને હોસ્પિટલોનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તેથી ગાંધીનગર જિલ્લામાં ખાનગી ક્લિનિક અને હોસ્પિટલોનું રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં 1200 જેટલી ખાનગી ક્લિનિકો અને ખાનગી હોસ્પિટલો હોવાનો અંદાજ છે. કેન્દ્ર સરકાર દ્વારા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદો બનાવવામાં આવ્યો છે. જેમાં ખાનગી ક્લિનિક કે હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 134થી વધુ તાલુકામાં વરસાદ, કચ્છ અને પાટણ જિલ્લામાં મેઘ મહેર

અમદાવાદઃ ગુજરાતમાં આજે મંગળવારે બપોર સુધીમાં 134થી વધુ તાલુકાઓમાં ઝાપટાંથી લઈને ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં કચ્છના અબડાસામાં 4 ઈંચથી વધુ, પાટણના સરસ્વતી તાલુકામાં 4 ઈંચ, પાટણમાં 3 ઈંચ, બનાસકાંઠાના ભાભરમાં અને પાટણના સાંતલપુરમાં અઢી ઈંચ, કચ્છના માંડવીમાં બે ઈંચથી વધુ, બનાસકાંઠાના લાખણીમાં બે ઈંચ, પાટણના રાધનપુરમાં બે ઈંચ, આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના […]

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે સરકારના પ્રયાસો છતાં વર્ષે 1800 ટન જંતુનાશક દવાનો ખેતીમાં વપરાશ

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ખેડુતો રાસાયણિક ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પણ ખેડુતો સાથે વાર્તાલાપ અને શિબિરો યોજીને અનેક ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરતા કર્યા છે. છતાં પણ હજુ ઘણાબધા ખેડુતો વધુ ખેત ઉત્પાદન મેળવવાની લાલસાએ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો બેફામ ઉપયોગ […]

પ્રત્યેક યુનિવર્સિટી એક રમત નક્કી કરી યુવાનોને ચેમ્પિયન બનાવેઃ રાજ્યપાલ દેવવ્રતજી

ગાંધીનગરઃ રાજ્યપાલ અને રાજ્યની યુનિવર્સિટીઓના કુલાધિપતિ  આચાર્ય દેવવ્રતજીએ આજે તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને કહ્યું હતું કે, પ્રત્યેક યુનિવર્સિટી કોઈપણ એક રમત નક્કી કરે અને પસંદગીની એ રમતમાં પોતાની યુનિવર્સિટીના યુવાનોને ‘ચેમ્પિયન’ બનાવે. વર્ષ – 2036 માં ભારત-ગુજરાત ઓલિમ્પિકના યજમાન બનવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે આપણા યુવાનોને રમતગમતમાં વિશેષરૂપે તૈયાર કરવા ખૂબ જરૂરી છે. આ માટે દરેક યુનિવર્સિટી એકબીજા સાથે ચર્ચા […]

ગુજરાતમાં ભારે વરસાદને લીધે 45 જળાશયો છલકાતાં હાઈએલર્ટ અપાયું

ગાંધીનગરઃ રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સાત જળાશયોમાં 90 ટકાથી 100 ભરાતા  એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,78,286 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 53.37 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 2,64,362 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code