1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં 40.26 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર, બિયારણનો પુરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની ઋતુમાં વરસાદ અને કૃષિ પાકોના વાવેતરની પરિસ્થિતિ વિશે પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં તા. 10 જૂલાઈની સ્થિતીએ કુલ 223.37 મી.મી. વરસાદ વરસ્યો છે, જે સરેરેશ વરસાદના 25.30% છે. જેમાં રાજ્યના 89 તાલુકાઓમાં 51થી 125 મી.મી., 82 તાલુકાઓમાં 126થી 250 મી.મી., 54 તાલુકાઓમાં 251 થી 500 મી.મી. જ્યારે 24 તાલુકાઓમાં […]

ગુજરાતમાં ધોરણ 3થી 10ના તમામ શિક્ષકો માટે શુક્રવારે ઓનલાઈન તાલીમ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગરઃ રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના ધોરણ 3થી 10ના શિક્ષકોને આગામી તા.12મી જુલાઈને શુક્રવારના રોજ ટેલિકોન્ફરન્સ દ્વારા ઓન લાઈન વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે. ઓનલાઈન તાલીમમાં બે મોડ્યુલ દ્વારા પ્રવર્તમાન સમયની શૈક્ષણિક જરૂરિયાત અને સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓને ધ્યાને રાખીને 20 ઓનલાઈન કોર્સ જીસીઈઆરટી દ્વારા વિકસાવવામાં આવ્યા છે. આ દરેક કોર્સનો સમય ગાળો એક કલાકનો છે. […]

ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો ગોરંભાયા, બફોરો વધ્યો, છતાંયે મેઘરાજા મન મુકીને વરસતા નથી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વરસાદ તૂટી પડશે એવો માહોલ સર્જાયો છે. આકાશમાં કાળા ડિબાંગ ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. અને સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા અસહ્ય બફારો અનુભવાય રહ્યો છે. છતાંયે મેઘરાજા મન મુકીને વરસતા નથી. આજે બુધવારે બપોર સુધીમાં 20 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ વરસાદની સિસ્ટમ ઉત્તર ભારત […]

ગુજરાતઃ વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી, સ્પેશિયલ ડ્રાઇવમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અનધિકૃત વ્યાજખોર પોલીસ કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી સાથે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની […]

પ્રાતિજમાં 4 ઈંચ,ઓલપાડ સહિત 45 તાલુકામાં ઝાપટાં, રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ છતાયે મેઘરાજા મન મુકીને વરસાતા નથી. આજે મંગળવારે સવારથી બપોરના 4 વાગ્યા સુધી  45 તાલુકામાં બે ઈંચથી લઈને વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેમાં રાજકોટના ધોરાજીમાં બે ઈંચથી વધુ તથા ખેડાના માતરમાં બે ઈંચ, તેમજ તારાપુર, મહેમદાવાદ, નડિયાદ, ઓલપાડ, ખેડા, વસો, તેમજ ભાવનગરના તળાજામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત […]

ગુજરાતમાં 14 ARTO કચેરીને RTOમાં અપગ્રેડ કરીને 30 ટકા સ્ટાફ વધારાશે

ગાંધીનગરઃ રાજ્યના શહેરી વિસ્તારોમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેના લીધે આરટીઓ કચેરીઓમાં કામનું ભારણ વધતું જાય છે. ઘણા શહેરોમાં એઆરટીઓ કચેરીઓ કાર્યરત છે.  આવી 114 જેટલી એઆરટીઓ કચેરીઓને આરટીઓ કચેરીમાં અપગ્રેડ કરીને સ્ટાફમાં 30 ટકા જેટલો વધારો કરાશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ગાંધીનગરની એઆરટીઓ કચેરીને આગામી […]

ગુજરાતઃ સાયન્સ અને ટેકનોલોજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડીનેસ અંગે કરાર

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ ભાગીદારી કરાર થયા હતા. ઇન્ટેલ કોર્પોરેશન સાથેની આ ભાગીદારીથી ગુજરાતને ડિજિટલ અર્થતંત્રમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટે હબ બનાવવાની દિશાના વિઝનને વેગ મળશે.  નવી ઉભરતી ટેકનોલોજીસને ઇન્‍ટેલના પ્લેટફોર્મ પર આ ડિજિટલ રેડીનેસ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને […]

ગુજરાત સરકાર દ્વારા મેડીકલ કોલેજોમાં ઝીંકાયેલા જંગી ફી વધારાનો કોંગ્રેસે કર્યો વિરોધ

અમદાવાદઃ GMERS સોસાયટી તબીબી સ્નાતક અભ્યાસક્રમ વર્ષ 2024-25માં કરવામાં આવેલા તોતીંગ ફી વધારો પરત ખેંચવાની માગણી કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે  રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ હતું કે,  સરકારી ક્વોટાની બેઠકોમાં અત્યાર સુધીમાં વાર્ષિક રૂ.૩.૩૦ લાખ ફી લેવામાં આવતી હતી જેમાં 66.66 ટકાના વધારા સાથે રૂ.5.50 લાખ ફી કરાઈ […]

ગુજરાતમાં ટેટ-ટાટ ઉતિર્ણ થયેલા ચિત્ર શિક્ષકોની 10 ટકા ભરતી કરવા કલા સંઘની માગણી

ગાંધીનગરઃ ગુજરાત સરકારે તાજેતરમાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં 24,700 શિક્ષકોની કાયમી ભરતી કરવાનું નક્કી કર્યું છે, ત્યારે ટેટ અને ટાટ ઉતિર્ણ થયેલા ચિત્રના શિક્ષકોની 10 ટકા ભરતી કરવા માગ ઊઠી છે. રાજ્યમાં ઘણીબધી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ચિત્રના શિક્ષકો જ નથી. અને સરકારે 15 વર્ષથી ચિત્રના શિક્ષકોની ભરતી કરી નથી.  રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા […]

અયોધ્યાની જેમ જ ગુજરાતમાં પણ ભાજપાને હરાવાશેઃ રાહુલ ગાંધી

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. તેઓ રાજકોટ ગેમ ઝોન અકસ્માત, મોરબી બ્રિજ અને સુરત અકસ્માતના પીડિતોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા. ભાજપ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ગુજરાતમાં ભાજપને હરાવવાના છીએ અને કોંગ્રેસનો કોઈ કાર્યકર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code