1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 14 ARTO કચેરીને RTOમાં અપગ્રેડ કરીને 30 ટકા સ્ટાફ વધારાશે
ગુજરાતમાં 14 ARTO કચેરીને RTOમાં અપગ્રેડ કરીને 30 ટકા સ્ટાફ વધારાશે

ગુજરાતમાં 14 ARTO કચેરીને RTOમાં અપગ્રેડ કરીને 30 ટકા સ્ટાફ વધારાશે

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના શહેરી વિસ્તારોમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેના લીધે આરટીઓ કચેરીઓમાં કામનું ભારણ વધતું જાય છે. ઘણા શહેરોમાં એઆરટીઓ કચેરીઓ કાર્યરત છે.  આવી 114 જેટલી એઆરટીઓ કચેરીઓને આરટીઓ કચેરીમાં અપગ્રેડ કરીને સ્ટાફમાં 30 ટકા જેટલો વધારો કરાશે.

રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ગાંધીનગરની એઆરટીઓ કચેરીને આગામી સમયમાં સંપૂર્ણ આરટીઓ કચેરીમાં અપગ્રેડ કરવામાં આવશે. ઉપરાંત આગામી સમયમાં રાજ્યમાં 14 જેટલી એઆરટીઓ કચેરીઓ સંપૂર્ણ આરટીઓ કચેરી બનશે. અને સ્ટાફમાં 30 ટકાનો વધારો કરાશે, જેનાથી વાહન વ્યવહારને લગતા કામો ઝડપી થઇ શકશે, આ ફેરફારનો ઉદ્દેશ્ય શહેરના નાગરિકોને વધુ સગવડતા સાથે ટ્રાન્સપોર્ટ સંબંધિત સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

ગાંધીનગરની નવી આરટીઓ કચેરીમાં વ્હીકલ રજિસ્ટ્રેશન, લાયસન્સ પ્રોસેસિંગ અને અન્ય ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે વધુ પ્રાદેશિક સવલતો ઉપલબ્ધ થશે. આ સુધારા નાગરિકોના સમય અને સવલત બંનેમાં લાભ આપશે અને ટૂંક સમયમાં તેની કામગીરી શરૂ થશે. અગાઉ ગાંધીનગરની એઆરટીઓ કચેરી દરેક પ્રકારની મંજુરીઓ માટે અમદાવાદ આરટીઓ પર આધારિત હતી. પરંતુ, છેલ્લા પાંચ વર્ષથી એવું નથી. ગાંધીનગર એઆરટીઓ અને અમદાવાદ આરટીઓ બંને હવેથી વાહન વ્યવહાર કમિશનરને રિપોર્ટ કરે છે, જેના કારણે હવે ઝડપી નિર્ણય લઈ શકાય છે. પહેલા રિક્ષાના ભાડા પણ અમદાવાદ આરટીઓથી જ મંજૂર કરાવવા પડતા હતા, પરંતુ છેલ્લા દસ વર્ષથી ગાંધીનગર એઆરટીઓ ઓફિસ જ આ ભાવ નક્કી કરે છે. આ અપગ્રેડેશનથી અનેક વ્યવસાયિક અને પ્રશાસનિક લાભો થશે. નવી આરટીઓ કચેરીમાં એકાઉન્ટિંગ વિભાગમાં એકાઉન્ટ ઓફિસરની પોસ્ટ હશે, જ્યારે એઆરટીઓમાં સબ એકાઉન્ટન્ટ અથવા સબ ઓડિટર જ હોય છે. તે સિવાય, આરટીઓ કચેરીમાં લીગલ કામો માટે પ્રોસિક્યુટરની પોસ્ટ પણ હોય છે, જેનાથી કાયદાકીય પ્રક્રિયાઓ વધુ સરળ અને ઝડપી બને છે. આરટીઓની નીચે બે એઆરટીઓની જગ્યા પણ હોય છે. તેનાથી એડમિનિસ્ટ્રેટિવ કામગીરી અને ફિલ્ડ વર્કમાં સુધારો થશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code