1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં વરસાદી માહોલઃ ચાર દિવસ વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે. ત્યારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર,, નર્મદા, ભરૂચ, તાપી, રાજકોટ, જામગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી,ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે […]

ગુજરાતમાં જંત્રીના દર ફરીવાર વધારવા માટે સરકારની હિલચાલ, મકાનો મોંઘા થશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી છે, 12 વર્ષ પછી ગત વર્ષે જંત્રીના દરમાં વધારો કર્યો હતો. હવે ફરીવાર સરકાર જંત્રીના ભાવમાં વધારો કરી રહી છે, જંત્રી એટલે જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટેને સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં લઘુતમ ભાવ છે, શહેરી વિસ્તારોમાં વિસ્તાર પ્રમાણે જંત્રીના દર અલગ […]

ગુજરાતમાં હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી, 62 તાલુકામાં ઝાપટાંથી લઈ બે ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ધીમા પગલે વરસાદી માહોલ જામતો જાય છે. આકાશમાં વાદળો ગોરંભાયા છે. તેમજ હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા અસહ્ય બફોરો અનુભવાય રહ્યો છે. અને વરસાદ સાંબેલાધારે તૂટી પડશે એવુ લાગી રહ્યું પણ મેઘરાજા હજુ મન મુકીને વરસતા નથી. રાજ્યમાં છૂટા-છવાયા વિસ્તારમાં વરસાદના સમયાંતરે ઝાપટાં પડી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ પડ્યો […]

ગુજરાતમાં જામતો વરસાદી માહોલ, કચ્છ સહિત 90 તાલુકામાં દિવસ દરમિયાન પડ્યો વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે. આજે ગુરૂવારે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 90 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં પોશીના, ભૂજ, ગઢડા, ભાવનગર, નખત્રાણા, વલ્લભીપુર, જેતપુર, મહુવા,માણાવદર સહિત 90 તાલુકામાં વરસાદ પડતા ખેડુતોમાં હરખની હેલી જોવા મળી  છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. અને માછીમારોને દરિયો ન ખેડવાની […]

ગુજરાતઃ ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે NDRF ની ટીમો તૈનાત કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનના પગલે રાજ્યમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 10થી વધુ જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. આજે સવારથી પાટણ, અમરેલી તેમજ જૂનાગઢમાં વંથલીમાં વરસાદ વરસ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર […]

ગુજરાતઃ દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઇવેની બંને બાજુ 40 હજાર રોપાઓનું વાવેતર કરાશે

ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, દ્વારકા થી સોમનાથ સુધીના આશરે ૨૦૦ કિમી લંબાઈના કોસ્ટલ હાઈવેની બન્ને બાજુ વન વિભાગ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે આશરે ૪૦,૦૦૦ જેટલા રોપાઓનું ૧૦x૧૦ મી.ના અંતરે વાવેતર કરવામાં […]

ગુજરાતમાં બુધવારથી ૨૧મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની ૨૧મી કડી બુધવાર તા. ૨૬ જૂન થી શુક્રવાર તા.૨૮ જૂનના દિવસો દરમિયાન યોજવામાં આવશે. ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત […]

ગુજરાતમાં જામતો વરસાદી માહોલ, આજે મંગળવારે બપોર સુધીમાં 60 તાલુકામાં પડ્યો વરસાદ,

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે. આજં મંગળવારે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 60 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ખેડા, વિસાવદર, દેસર, કાલોલ,સાવલી અને જાંબુઘોડામાં એખથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે બાકીના તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થયું છે. આજે મંગળવારે […]

ગુજરાતઃ પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થિનીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટીને 1.31 ટકા થયો

અમદાવાદઃ ગુજરાતની વધુ ને વધુ દીકરીઓ શિક્ષણ મેળવે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે, તે માટે રાજ્ય સરકાર દર વર્ષે કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમનું આયોજન કરે છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમની 21મી શૃંખલા આયોજિત થઈ રહી છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાના […]

ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, દ્વારકા, જામનગરમાં રેડ એલર્ટ

અમદાવાદઃ  રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ચાતક નજરે રાહ જોવાય રહી છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યભરમાં આગાની પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં જામનગર અને દ્વારકાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code