1. Home
  2. Tag "Gujarati news"

ભાદર ડેમ-2માંથી સિચાઈ માટેનું પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર

રાજકોટ,18 જાન્યઆરી 2026: સૌરાષ્ટ્રના ભાદર-2 ડેમમાંથી કમાન્ડ વિસ્તારમાં રવિ સીઝન માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. કુતિયાણા અને રાણાવાવ વિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સરકારમાં કરેલી સફળ રજૂઆત બાદ, શનિવારે સવારે વિધિવત રીતે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા એને લઈને ડેમના હેઠવાસમાં આવતા ગામો અને ખેડૂતો સહિતના સૌ કોઈને મોટો ફાયદો થશે. રવિ […]

સુરતમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ છવાતાં વિઝિબિલિટી ઘટી, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

સુરત,18 જાન્યઆરી 2026:  દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં થોડા વધારો થતાં ઠંડીનું જોર ઘટ્યુ છે. પણ વહેલી સવારથી ગાઢ ધૂમ્મસ અને કેટલાક વિસ્તારમાં ઝાકળને લીધે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. સુરત શહેરમાં આજે સતત બીજા દિવસે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. આકાશચુંબી ઈમારતો ધુમ્મસમાં […]

ગુજરાતમાં ભાજપનું નહીં પણ ભયનું શાસન ચાલે છેઃ કેજરિવાલ

અમદાવાદ,18 જાન્યઆરી 2026:  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી રહી છે. શનિવારે સાંજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમદાવાદમાં એરપોર્ટ પર ઉતરતા કેજરિવાલનું આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું. આમ […]

વૈષ્ણોદેવી સર્કલ પાસે ફોર્ચ્યુનર કાર ડિવાઈડ કૂદી ST બસ સાથે અથડાઈ, કારચાલકનું મોત

અમદાવાદ,18 જાન્યઆરી 2026: શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર વાહનોની તેજ રફતારને લીધે રોડ અકસ્માતના બનાવો વધતી જાય છે. ત્યારે આજે  વહેલી સવારે વૈષ્ણદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાતા ફોર્ચ્યુંનર કારચાલકનું મોત નિપજ્યુ હતુ. જ્યારે યુવતી સહિત ત્રણેક લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં […]

હરિયાણા પોલીસની ડિજિટલ સ્ટ્રાઈક: 1000થી વધુ આપત્તિજનક લિંક્સ બ્લોક

ચંદીગઢ, 17 જાન્યુઆરી 2026: સોશિયલ મીડિયા પર વધતી જતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ઉશ્કેરણીજનક પોસ્ટ્સ સામે હરિયાણા પોલીસે લાલ આંખ કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સહયોગથી શરૂ કરાયેલા એક વિશેષ ડિજિટલ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,018 જેટલી આપત્તિજનક લિંક્સ અને પ્રોફાઈલની ઓળખ કરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી 583 લિંક્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી […]

કુપવાડામાં 2.3 કિલો હેરોઈન સાથે મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ

નવી દિલ્હી, 17 જાન્યુઆરી 2026: જમ્મુ-કાશ્મીરમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે ચલાવવામાં આવી રહેલા ‘વોર ઓન ડ્રગ્સ’ અભિયાન હેઠળ કુપવાડા પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતા 2.3 કિલોગ્રામ હેરોઈન જેવા નશીલા પદાર્થ સાથે એક મહિલા ડ્રગ પેડલરની ધરપકડ કરી છે, જ્યારે તેના અન્ય સાથીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે. પોલીસ […]

દિલ્હી-NCR માં ધુમ્મસ-પ્રદુષણનો કહેર યથાવત, AQI 450ને પાર

નવી દિલ્હી, 17 જાન્યુઆરી 2026: રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં શનિવારે સવારે પ્રકૃતિ અને પ્રદૂષણનો બેવડો પ્રહાર જોવા મળ્યો હતો. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્યની નજીક પહોંચી જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. બીજી તરફ, પ્રદૂષણનું સ્તર પણ અત્યંત જોખમી ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગયું છે, જેના કારણે પ્રશાસને પ્રતિબંધો વધુ કડક બનાવ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા […]

સિંગર બી પ્રાકને મારી નાખવાની ધમકી મળી: ખંડણીની માંગણી

મુંબઈ, 17 જાન્યુઆરી 2026 : શનિવાર મનોરંજન જગતમાંથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણીતા પંજાબી ગાયક બી પ્રાકને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે ગાયક પાસે 10 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી છે અને ચીમકી આપી છે કે જો એક અઠવાડિયામાં પૈસા નહીં મળે તો તેમને ‘ધૂળમાં મેળવી’ દેવામાં આવશે. આ […]

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ધુરંધર, મુંબઈમાં લાગ્યા પોસ્ટર

મુંબઈ, 17 જાન્યુઆરી 2026: બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) સહિત મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) મહાયુતિ ગઠબંધને શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઐતિહાસિક વિજય બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાજપના શહેરી વિસ્તારોના સૌથી સફળ રણનીતિકાર તરીકે ઉભરી આવ્યા છે. આ જીતનો જશ્ન મુંબઈના માર્ગો પર જોવા મળી રહ્યો છે, જ્યાં ફડણવીસને ‘મહારાષ્ટ્રના ધુરંધર’ તરીકે […]

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો 16મી ફેબ્રુઆરીથી થશે પ્રારંભ, 17મી ફેબ્રુઆરીએ રજુ થશે બજેટ

ગાંધીનગર, 16 જાન્યુઆરી 2026: ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો આગામી 16મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. અને 17મી ફેબ્રુઆરીએ 2026-27ના વર્ષનું બજેટ ગૃહમાં નાણા મંત્રી દ્વારા રજુ કરવામાં આવશે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 8માં સત્રનું આહ્વાન કર્યુ હતું. દરમિયાન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અગે ચર્ચા કરવામાં આવી હતી.  વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના પણ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code