1. Home
  2. Tag "Gujarati news"

સુરતની આનંદ વિલા સોસાયટીમાં સાયકલ ચલાવતા બાળકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત

સુરત, 16 જાન્યુઆરી 2026: શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી આનંદ વિલા સોસાયટીમાં 8 વર્ષનો બાળક સાયકલ ચલાવી રહ્યો હતો. તે દરમિયાન પતંગની દોરી ગળામાં ભરાતા લોહી-લૂહાણ હાલતમાં ગબડી પડ્યો હતો. બાળકને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો.હોસ્પિટલ પહોંચતા તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.  સુરત શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના તહેવાર દરમિયાન દર વર્ષે પતંગની […]

હરિદ્વાર હરકી પૌડી પર બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ

હરિદ્વાર, 16 જાન્યુઆરી 2026: વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ હરિદ્વારની પવિત્રતા અને મર્યાદા જાળવી રાખવા માટે ‘શ્રીગંગા સભા’ દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. હરકી પૌડી ક્ષેત્રમાં હવે બિન-હિંદુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, જે અંગેના બોર્ડ પણ ઠેર-ઠેર લગાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતા વીડિયોને […]

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: BMCમાં ભાજપનો દબદબો

મુંબઈ, 16 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રની પ્રતિષ્ઠાભરી મુંબઈ અને પુણે મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવાની પ્રક્રિયા તેજ બની છે. અત્યાર સુધીના વલણોમાં ભારતીય જનતા પાર્ટીએ મુંબઈ અને પુણે બંને મહાનગરોમાં મજબૂત પકડ જમાવી છે. મુંબઈ મહાનગરપાલિકાની 227 બેઠકો પૈકી 109 બેઠકો ઉપર ભાજપ આગળ છે. જ્યારે 64 બેઠક ઉપર શિવસેના(U), 16 ઉપર કોંગ્રેસ અને 20 બેઠકો […]

દિલ્હી-NCR: હાડ થીજવતી ઠંડી, ગાઢ ધુમ્મસ અને ઝેરી હવાનો ત્રિપલ માર

નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2026: રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર) હાલમાં અતિશય ઠંડી, ગાઢ ધુમ્મસ અને ગંભીર વાયુ પ્રદૂષણના ત્રિવેણી સંગમનો સામનો કરી રહ્યું છે. સવારની શરૂઆત કાતિલ ઠંડી અને શૂન્ય વિઝિબિલિટી સાથે થાય છે, જ્યારે દિવસ ચઢતાની સાથે હવા એટલી ઝેરી બની જાય છે કે લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બની ગયું છે. દિલ્હી, નોઈડા […]

વેનેઝુએલાઃ મારિયા મચાદોએ પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ટ્રમ્પને સોંપ્યો

ન્યૂયોર્ક, 16 જાન્યુઆરી 2026: વેનેઝુએલાના રાજકારણમાં ચાલી રહેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા વચ્ચે ગુરુવારે વોશિંગ્ટનમાં એક ઐતિહાસિક અને અણધારી ઘટના બની હતી. વેનેઝુએલાના અગ્રણી વિપક્ષી નેતા મારિયા કોરિના મચાદોએ વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ ખાનગી મુલાકાત દરમિયાન એક અભૂતપૂર્વ ઘટનાક્રમમાં મચાદોએ પોતાનો ‘નોબેલ શાંતિ પુરસ્કાર’ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સુપરત કર્યો હતો. […]

એકબીજા પ્રત્યે સદભાવ રાખી, ભેદભાવ દૂર કરી, એકતાના સૂત્રને આત્મસાત કરીએઃ રાજ્યપાલ

ભાવનગર,15 જાન્યુઆરી 2026: ગાંધી વિચારના પ્રચાર–પ્રસાર માટે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવાનો સાથે ભાવનગર જિલ્લાના હણોલ ગામે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ હૃદયસ્પર્શી સંવાદ સાધ્યો હતો. આ યુવાનો હણોલ ગામમાં 11 દિવસ સુધી રોકાઈ ગ્રામજીવન, સામાજિક સમરસતા, સહઅસ્તિત્વ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને નજીકથી અનુભવી રહ્યા હતા. ભાવનગર જિલ્લાના હણોલ ગામ ખાતે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત યોજાયેલા […]

અમિતભાઈ શાહની ગુજરાતી યુવાનો અપીલઃ આદિ શંકરાયાર્ય રચિત વિવેક ચુડામણી જીવનમાં એક વખત જરૂર વાંચજો

[અલકેશ પટેલ] અમદાવાદ, 15 જાન્યુઆરી, 2026: Amit Shah આદિ શંકરાચાર્યનું સમગ્ર લખાણ હવે ગુજરાતીમાં ઉપલબ્ધ છે ત્યારે ગુજરાતી યુવાનોને અપીલ કરું છું કે તેમના દ્વારા રચિત વિવેક ચુડામણી જીવનમાં એક વખત અચૂક વાંચજો, તેમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે કહ્યું હતું. શહેરના ટાગોર હૉલમાં આયોજિત એક કાર્યક્રમમાં આદિ શંકરાચાર્યના સમગ્ર કર્તૃત્વના ગુજરાતી ભાવાનુવાદનું […]

વિસાવદર નજીક બાઈકચાલકને બચાવવા જતા કાર ચબૂતરા સાથે અથડાતા બેના મોત

જૂનાગઢ,15 જાન્યુઆરી 2026:  જિલ્લાના વિસાવદરના ચાપરડા ગામની સીમમાં પૂર ઝડપે આવેલી કારના ચાલકે બાઈકચાલકને બચાવવા જતા કારના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પક્ષીઓના ચબૂતરા સાથે ધડાકાભેર અથડાતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે પરિવારના અન્ય પાંચ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવની વિગત એવી છે કે,  જુનાગઢથી વિસાવદર […]

હાલોલના તરવાડા ગામ નજીક ઈકોકારે ત્રણ રાહદારીને અડફેટે લેતા બેનાં મોત

હાલોલ, 15 જાન્યુઆરી 2026:  પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક તરવડા ગામ પાસે હાઈવે પર આજે ઈકોકારે ત્રણ રાહદારીને ટક્કર મારીને કારચાલક કાર સાથે નાસી ગયો હતો. હિટ એન્ડ રનની આ ઘટનામાં બે રાહદારીઓના મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. આ બનાવમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને નાસી ગયેલા કારચાલકની શોધખેળ આદરી છે. આ અકસ્માતના […]

ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવાને ઉત્તરાણના દિને 3810 કોલ મળ્યા

અમદાવાદ, 15 જાન્યુઆરી 2026:  રાજ્યભરમાં મકરસંક્રાંતિના પર્વની હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરવામાં આવી હતી, પરંતુ બીજી તરફ અકસ્માતો અને મેડિકલ ઈમરજન્સીની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. ‘108’ ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, 14મી જાન્યુઆરીના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 3,810 ઈમરજન્સી કોલ મળ્યા હતા, જે ગયા વર્ષની તુલનાએ વધુ હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code