1. Home
  2. Tag "Gujarati Newspaper"

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારી હોસ્પિટલો સામે આકરી કાર્યવાહી કરાશેઃ આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક કાર્યવાહી કરી છે. જેમાં રાજ્ય સરકારની લોકહિતકારી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મા” અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિકોને ગુણવત્તાસભર નિ:શુલ્ક સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગ સતત સજાગ હોવાનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું… સાથે ભવિષ્યમાં પણ જો […]

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજભવન ખાતે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લીધી

ગાંધીનગરઃ ગાંધીનગર રાજભવન ખાતે માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજ્યાપાલએ મંત્રીનું સ્વાગત તેમજ સાલ ઓઢાડી સમ્માન કર્યુ હતું. રાજ્યપાલએ આ મુલાકાત દરમ્યાન જણાવ્યું કે, માન.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના […]

હર્ષ સંઘવીએ કચ્છની સરહદે રાષ્ટ્રીય ગીતના 150 વર્ષની ઉજવણી કરી

ભૂજઃ “વંદે માતરમ્” ગીતના 150 વર્ષ પૂર્ણ થતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામની બોર્ડર આઉટ પોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્ર ગીતનું સમૂહગાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈને “સ્વદેશી અપનાવવા” આહવાન કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘણીએ જણાવ્યું હતું કે, […]

ટ્રમ્પ દ્વારા 100થી વધુ દેશોની આયાત પર ટેરિફ નક્કી કરવાની કાયદેસરતા પર અમેરિકન કોર્ટના ન્યાયાધીશોને શંકા

અમેરિકાના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો આપ્યો છે. 1977ના આંતરરાષ્ટ્રીય કટોકટી આર્થિક શક્તિ અધિનિયમનો ઉપયોગ કરીને વેપાર ખાધ ઓછી થાય અને અમેરિકામાં વધુ ઉત્પાદન થાય તે માટે 100થી વધુ દેશોની આયાત પર એકપક્ષીય ટેરિફ નક્કી કરવાની ટ્રમ્પની કાર્યવાહીની કાયદેસરતા પર શંકા વ્યક્ત કરી છે.આ કેસ વર્ષોમાં સૌથી મહત્વપૂર્ણ આર્થિક કેસોમાંનો એક તરીકે જોવામાં […]

T20 માં રેકોર્ડ થયેલી સૌથી વધુ ભાગીદારી, ટોચના 5 ની સંપૂર્ણ યાદી

T20 ક્રિકેટ એક રોમાંચક અને સૌને પસંદ આવતો અનુભવ છે, જેમાં ઝડપી રન, મોટા શોટ અને રેકોર્ડબ્રેક પ્રદર્શનનો સમાવેશ થાય છે. આ ફોર્મેટમાં કોઈપણ ટીમની જીત માટે ભાગીદારી મહત્વની છે. આપણે એવી ભાગીદારીઓ વિશે વાત કરીએ  જેમણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં પોતાના નામ સુવર્ણ અક્ષરોમાં લખ્યા છે. લચલાન યામામોટો-લેક અને કેન્ડલ કાડોવાકી-ફ્લેમિંગ (જાપાન) T20 ઇતિહાસમાં […]

PM મોદી વારાણસીની મુલાકાત લેશે, ચાર નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે

નવી દિલ્હીઃ ભારતના આધુનિક રેલ માળખાના વિસ્તરણ તરફ એક મહત્વપૂર્ણ પગલા તરીકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરના રોજ સવારે 8:15 વાગ્યે વારાણસીની મુલાકાત લેશે અને ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ પ્રધાનમંત્રીના વિશ્વ કક્ષાની રેલ સેવાઓ દ્વારા નાગરિકોને સરળ, ઝડપી અને વધુ આરામદાયક મુસાફરી પૂરી પાડવાના વિઝનને સાકાર કરવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. […]

WhatsApp લાવશે નવું સિક્યુરિટી ફીચર: બોગસ કોલ્સ અને મેસેજથી મળશે મુક્તિ

નવી દિલ્હીઃ મેટા કંપનીના ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ  હવે તેના કરોડો યુઝર્સ માટે મોટું અપડેટ લાવવાની તૈયારીમાં છે. આ નવું ફીચર યુઝર્સને ફર્જી કોલ્સ અને મેસેજથી મુક્તિ આપશે અને સાઇબર હુમલાઓથી બચાવશે. હાલ આ ફીચરનું પરીક્ષણ બીટા વર્ઝનમાં કરવામાં આવી રહ્યું છે અને તેને ‘Strict Account Settings’ નામથી રજૂ કરવામાં આવશે. અહેવાલ અનુસાર, આ ફીચરને […]

ISI પ્રમુખની ‘કાબુલ ચા’ આજે મોંઘી પડી રહી છે: પાક ઉપપ્રધાનમંત્રીએ સ્વીકારી ભૂલ

પાકિસ્તાન અને અફગાનિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા શરૂ થવાના પહેલાં જ પાકિસ્તાનના ઉપપ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન ઈશાક ડારે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ઈમરાન ખાનની સરકાર દરમિયાન ISIના તત્કાલીન પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ કાબુલમાં ચા પીવા ગયા હતા, જેની કિંમત આજે પાકિસ્તાનને તહરીક-એ-તાલિબાન (TTP)ના સતત હુમલાઓ રૂપે ચૂકવવી પડી રહી છે. […]

વિદ્યાર્થીઓની આત્મહત્યા મુદ્દે કેન્દ્ર સરકાર ચિંતિત, કોચિંગ સેન્ટરો માટે નવા માર્ગદર્શક નિયમો તૈયાર

નવી દિલ્હી: દેશભરમાં વધતા વિદ્યાર્થી આત્મહત્યાના બનાવો અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સોગંદનામુ દાખલ કર્યું છે. સરકારે કોર્ટને જણાવ્યું છે કે કોચિંગ સેન્ટરોની વ્યાખ્યા, નોંધણીની શરતો, ફી માપદંડો અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય જેવા તમામ મુદ્દાઓ પર નવા માર્ગદર્શક નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. આ નિયમોને રાષ્ટ્રીય કાર્યબળ (National Task Force – NTF)ના અંતિમ રિપોર્ટના […]

અદાણી એન્ટરપ્રાઇઝિસના કચ્છ કોપર અને કેરાવેલ મિનરલ્સે મુખ્ય ઓસ્ટ્રેલિયન તાંબાના પ્રકલ્પને ઝડપી બનાવવા વ્યૂહાત્મક એમઓયુ કર્યા

અમદાવાદ: પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના મર્ચિસન ક્ષેત્રમાં ફ્લેગશિપ કેરાવેલ કોપર પ્રકલ્પમાટે વ્યૂહાત્મક સહયોગનો માર્ગ મોકળો કરવાના ધ્યેય સાથે કેરાવેલ મિનરલ્સ લિમિટેડ (ASX: CVV) એ અદાણી એન્ટરપ્રાઇઝીસ  લિ.ની પેટાકંપની કચ્છ કોપર લિ. (KCL) સાથે એક સીમાચિહ્નસમા બિન-બંધનકર્તા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યાની જાહેરાત કરી છે. આ કરારના ભાગરુપે કંપનીઓ ૨૦૨૬માં અંતિમ રોકાણના નિર્ણય (FID) તરફ પ્રોજેક્ટના વિકાસને વેગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code