1. Home
  2. Tag "Gujarati Newspaper"

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પ્રહલાદનગરનું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું

અમદાવાદ, 29 જાન્યુઆરી 2026:  શહેરના પોશ ગણાતા કોર્પોરેટ રોડ પરના પ્રહલાદનગર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રૂપિયા 76 કરોડથી વધુના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. હવે મ્યુનિએ કરોડોના ખર્ચે બનાવેલું મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સને રૂપિયા 350 કરોડમાં વેચવા કાઢ્યુ છે. વિપક્ષ કોંગ્રેસે આ મામલે ભારે વિરોધ કરીને મ્યુનિની નીતિ-રીતિની આંકરી ટીકા કરી હતી. […]

ઊનાના ગાંગડા ગામે પૂત્રને બચાવવા માટે પિતાએ દાંતરડું મારી દીપડાને મોતને ઘાટ ઉતાર્યો

ઊના, 29 જાન્યુઆરી 2026:  ગીર સોમનાથ જિલ્લામાં દીપડાની સંખ્યા વધતા જાય છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં વાડી-ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખેત મજુરો પર દીપડાના હુમલાના બનાવો પણ અવાર-નવાર બનતા હોય છે. ઊના તાલુકાના ગાંગડા ગામની સીમમાં મોડી રાત્રે દીપડાએ યુવાન પર હુમલો કર્યો હતો. તેથી પોતાના પૂત્રને બચાવવા માટે પિતાએ દાંતરડું લઈને હિંસક દીપડા સામે […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણગીર સફારીમાં વિહાર કરતા સિંહોનો નજારો માણ્યો

ગાંધીનગર, 29 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સાસણ ગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો હતો. મુખ્યમંત્રીએ ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. નિર્ભય મુક્ત રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવો નિહાળી મુખ્યમંત્રીશ્રી આનંદિત થયા હતા. મુખ્યમંત્રીએ આજે ગીર સફારીમાં કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મુખ્યમંત્રી એ જુદા જુદા બે વિસ્તારમાં સિંહોને […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણગીરમાં વનકર્મીઓ માટેના 183 વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું

ગાંધીનગર, 29 જાન્યુઆરી 2026:  વનસંપદા અને વન્ય જીવ સૃષ્ટિમાં સમૃદ્ધ ગુજરાતમાં વન્ય પ્રાણી સંરક્ષણ, સંવર્ધન, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની વિવિધ કામગીરી માટે ફિલ્ડમાં ફરજ બજાવતા વનકર્મીઓને ચોક્કસ પ્રકારની ખાસ સુવિધાથી સજ્જ વાહનો આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સાસણગીરમાં આવા 183 વાહનોને આજે ગુરુવારે સવારે ફ્લેગ ઓફ કરાવ્યું હતું.  વન વિભાગે વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત 174 ફિલ્ડ […]

શહીદ દિન નિમિત્તે કાલે શુક્રવારે સવારે 11 વાગ્યે બે મીનીટનું મૌન પાળવા લોકોને અપીલ

ગાંધીનગર, 29 જાન્યુઆરી 2026:  ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેમની સ્મૃતિમાં દર વર્ષે તા. ૩૦ જાન્યુઆરીના રોજ “શહીદ દિને” ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે આવતીકાલે તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૬ને શુક્રવારના રોજ “શહીદ દિને” નિમિત્તે સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને શ્રદ્ધાંજલિ […]

ગિરનાર પર્વત પર ભારે પવનને લીધે રોપ-વે સેવા બંધ કરાઈ

જૂનાગઢ, 28 જાન્યુઆરી 2026:  ગરવા ગિરનાર પર્વત પર આજે વહેલી સવારથી પવનની ગતિમાં વધારો થતા રોપવે સેવા બંધ કરવામાં આવી છે. રોપવે સેવા બંધ કરતા અનેક પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાનમાં આવેલા પલટા અને ગિરનાર પર્વત પર ફૂંકાતા ભારે પવનને કારણે ‘ગિરનાર રોપ-વે’ મેનેજમેન્ટ દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી હતી. અંતે, સુરક્ષાના માપદંડોને પ્રાથમિકતા આપીને […]

અમદાવાદ – મહેસાણા હાઇવેને આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મુખ્યમંત્રીએ આપી મંજુરી

ગાંધીનગર, 28 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રાજ્યની જનતા માટે રોડ-રસ્તા સહિતની શ્રેષ્ઠ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતા મહત્વના એવા અમદાવાદ-મહેસાણા વચ્ચેના ૫૧ કિમીના હાઇવેને રૂ. ૨,૬૩૦ કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના પ્રોજેક્ટને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ […]

આંગણવાડીઓમાં આધારશિલા અભ્સાસક્રમને જુન 2026થી અમલી બનાવાશે

ગાંધીનગર, 28 જાન્યુઆરી 2026: રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેટ ઈ.સી.સી.ઈ. (ECCE) કાઉન્સિલની બેઠકમાં રાજ્યની આંગણવાડીઓના ૩ થી ૬ વર્ષના બાળકો માટે નવો પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમ “આધારશિલા” મંજૂર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ને સુસંગત આ અભ્યાસક્રમ જૂન ૨૦૨૬-૨૭ ના શૈક્ષણિક વર્ષથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે. મહિલા અને […]

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારને આપી શ્રદ્ધાંજલિ

ગાંધીનગર, 28 જાન્યુઆરી 2026: ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આજે તા.28 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવનમાં આયોજિત શોકસભા દરમિયાન રાજ્યપાલએ બે મિનિટનું મૌન પાળી દિવંગત  અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે લોકભવનના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા […]

સુરતમાં ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમન્ડ ગ્રુપ પર ઈન્કમ ટેક્સના દરોડા

સુરત, 28 જાન્યુઆરી 2026:  શહેરના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના ‘લક્ષ્મી ગ્રુપ’ પર આજે વહેલી સવારથી ઈન્કમટેક્સના અધિકારીઓએ સર્ચની કાર્યવાહી હાથ ધરતા હીરાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં ડાયમંડ, એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા ગજેરા ગ્રુપના રાજ્યભરમાં આવેલા ઠેકાણાઓ પર 150થી વધુ અધિકારીઓની અલગ-અલગ ટીમોએ એકસાથે ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code