1. Home
  2. Tag "Gujarati Newspaper"

ડીસામાં બનાસ પુલ નજીક ચાર વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, પાલનપુરમાં હીટ એન્ડ રન

ડીસા, 22 જાન્યુઆરી 2026:  બનાસકાંઠાના ડીસા નજીક બનાસ પુલ પર આજે વહેલી સવારે ધુમ્મસના કારણે ચાર વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ, દૂધનું ટેન્કર અને ઈકોકાર વચ્ચે અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર રોડ […]

દેશમાં 28 રાજ્યોમાં સાબર ફ્રોડ કરતી ગેન્ગના 8 આરોપીને દબોચી લેવાયા

ગાંધીનગર, 22 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. ત્યારે ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા સાયબર માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં દેશવ્યાપી સાયબર ફ્રોડ કરતી ગેન્ગને દબોચી લેવામાં આવી છે. ગેંગના માસ્ટરમાઇન્ડ સહિત કુલ 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ દ્વારા દેશના 28 રાજ્યોમાં કુલ 1,229થી વધુ […]

રાજકોટમાં ગોપવંદના શાકમાર્કેટના હોકર્સએ ગેરકાયદે પાર્કિંગના પ્રશ્ને મ્યુનિ.સામે ઘરણા કર્યા

રાજકોટ, 22 જાન્યુઆરી 2026:  શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલા ગોપવંદના શાકમાર્કેટ હોકર્સ ઝોનમાં ગેરકાયદેસર થતા પાર્કિંગને લીધે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે અગાઉ મ્યુનિ અને ટ્રાફિક પોલીસને રજુઆત છતાં કોઈ પલા ન લેવાતા આજે સ્થાનિક અગ્રણી નરેશ ગઢવીની આગેવાનીમાં વેપારીઓ દ્વારા મ્યુનિના પ્રાંગણમાં શાકભાજી પાથરી અનોખો વિરોધ કર્યો હતો. વેપારીઓ દ્વારા ગળામાં પ્લાસ્ટિકની મોટરકાર […]

વડોદરામાં હોટલમાંથી બે શખસો બે પિસ્તોલ 56 કાર્તૂસ અને બારબોર ગન સાથે પકડાયા

વડોદરા, 22 જાન્યુઆરી 2026:  જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વેમાલી ગામની સીમમાં આવેલી હોટેલ રોયલ પેલેસ પર બાતમીના આધારે રેડ પાડતા હોટલમાં રોકાયેલા ત્રણ શખસો પાસેની જડતી લેતા બે શખસો પાસેથી બે પિસ્તોલ,  56 કાર્તૂસ અને બાર બોર ગન મળી આવી હતી. આ હથિયારો ક્યાંથી આવ્યા અને તે ક્યાં લઈ જવાના હતા તે દિશામાં પોલીસે […]

અમદાવાદમાં BGMI ગેમ રમવા બાબતે બોલાચાલી બાદ યુવકની છરીના ઘા મારીને હત્યા

અમદાવાદ, 22 જાન્યુઆરી 2026:  શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં BGMI ગેમ રમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને આકાશ ઓડ નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ગાયકવાડ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ કેસમાં બે આરોપી લાલો રાઠોડ અને તેના મિત્ર શાહિદખાન પઠાણની […]

કોંગ્રેસના સાંસદના ભત્રીજાએ અકસ્માતે ગોળી વાગતા પત્નીના મોત બાદ કરી આત્મહત્યા

અમદાવાદ, 22 જાન્યુઆરી 2026:  શહેરના જજીસ બંગલો રોડ પર એનઆરઆઈ ટાવરમાં રહેતા યશરાજસિંહ ગોહિલ ગત મોડી રાતે રિવોલ્વર ફેરવતા હતા તે સમયે તેમના પત્ની રાજેશ્વરીબાને અકસ્માતે ગોળી વાગતા ત્વરિત 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી. 180ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રાજેશ્વરીબાને મૃત જાહેર કરતા આઘાતમાં આવી જઈને યશરાજસિંહ ગોહિલે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. યશરાજસિંહ […]

નિવૃતિના 5 વર્ષ કે ઓછો સમય બાકી છે, એવા શિક્ષકોને ટેટ આપવી નહીં પડે

ગાંધીનગર.21 જાન્યુઆરી 2026:  રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકો માટે ટેટ (Teacher Eligibility Test) સંબંધે સ્પષ્ટ નિર્ણય લીધો છે. જે શિક્ષકોને નિવૃત્તિમાં પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે, તેવા શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવાની ફરજમાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણયને કારણે નિવૃતિ વય નજીક પહોંચેલા શિક્ષકોને રાહત થશે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના […]

અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 32 લાખથી વધુ ખેડૂતોને રૂ. 9.466 કરોડથી વધુ સહાય ચૂકવાઈ

ગાંધીનગર, 21 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં ૩૨ લાખથી વધુ ખેડૂતોના કુલ રૂ. ૯,૫૧૬ કરોડના ઓનલાઇન બીલો […]

મુખ્યમંત્રીએ કહ્યું આવુ નહીં ચલાવુ, અધિકારીઓને ખખડાવ્યા, જાણો કેમ ?

ગાંધીનગર,21 જાન્યુઆરી 2026:   સુરતના કામરેજ તાલુકાના તડકેશ્વર ગામમાં 21 કરોડના તોતિંગ ખર્ચે બનાવેલી પાણીની ટાંકી લોકાર્પણ પહેલા જ પાણી ભરીને ટેસ્ટિંગ દરમિયાન ધડાકા સાથે તૂટી પડતા આ બનાવની ગંભીર નોંધ લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોષ વ્યક્ત કરીને જવાબદાર અધિકારીઓને ખખડાવ્યા હતા. દરમિયાન કેબિનેટમાં મુખ્ય સચિવ એમ.કે.દાસે એવું કહ્યું કે પાણીની ટાંકી પડયા બાદ જવાબદારોને સસ્પેન્ડ […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના મરામતની કામગીરીથી વાહનોની ગતિ ધીમી પડી

અમદાવાદ, 21 જાન્યુઆરી 2026:  વડોદરા- અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર મરામતનું કામ ચાલી રહ્યુ છે. છેલ્લા 20 દિવસથી મોટા પાયે રોડ રિસરફેસિંગની કામગીરી ચાલી રહી હોવાથી વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. પેચ વર્ક દૂર કરીને એક્સપ્રેસ વેને સંપૂર્ણપણે નવો બનાવવાની એટલે કે રિસરફેસ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રોડનું કામ ચાલતુ હોવાથી વાહનોની ગતિ ધીમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code