Homeગુજરાતીગુજરાતડીસામાં બનાસ પુલ નજીક ચાર વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, પાલનપુરમાં હીટ એન્ડ...

ડીસામાં બનાસ પુલ નજીક ચાર વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, પાલનપુરમાં હીટ એન્ડ રન

ડીસા, 22 જાન્યુઆરી 2026:  બનાસકાંઠાના ડીસા નજીક બનાસ પુલ પર આજે વહેલી સવારે ધુમ્મસના કારણે ચાર વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ, દૂધનું ટેન્કર અને ઈકોકાર વચ્ચે અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર રોડ ક્રોસ કરતા એક આધેડને ટક્કર મારીને પિકઅપ વાહનચાલક વાહન સાથે નાસી ગયો હતો. આ બનાવમાં પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ડીસા નજીક બનાસ પુલ પર આજે વહેલી સવારે ધુમ્મસના કારણે ચાર વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ પાછળ દુધનું ટેન્કર અને આગળ ઈકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને બસ વચ્ચે ઈકો કાર આવી જતાં ઈકો આગળ અને પાછળ બંને ભાગેથી ભાગીને ભુક્કો થઈ ગઇ હતી. જ્યારે ટેન્કર બસના પાછળના ભાગે ઘૂસી ગઇ હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી.જેમાં રોડ ક્રોસ કરી રહેલા એક આધેડને પિકઅપ ડાલના ચાલકે ટક્કર મારતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે, આધેડને ટક્કર મારનાર વાહનચાલક એક હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થયેલો હોવાથી પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી હતી.

ડીસા પાસેના અકસ્માતના બનાવમાં ઇકો કારમાં બેસી સ્કૂલે જતાં ચારથી વધુ વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે બનાસ પુલ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના પગલે વાહનચાલકોને લાંબા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવા અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

અકસ્માતના બીજા બનાવમાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર રાત્રે રોડ ક્રોસ કરી રહેલા એક આધેડને પિકઅપ ડાલના ચાલકે ટક્કર મારી હતી. આ બનાવની જાણ થતાં આસપાસના લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આધેડને સિવિલ હોસ્પિટલ પાલનપુર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મૃતકનું નામ ચીનુભાઈ બાબુભાઈ શાહ હોવાનું જાણવા મળ્યું હતું.બાદમાં પોલીસે બનાવ સ્થળ નજીક આવેલી એક હોટલના સીસીટીવી કેમેરાની તપાસ કરતાં રોડ ક્રોસ કરતા આધેડને અમદાવાદ તરફથી આવતા પિકઅપ ડાલા જેવા વાહને ટક્કર મારી હતી અને વાહનચાલક ફરાર થઈ ગયો હોવાનું ફૂટેજમાં જોવા મળ્યું હતું.આ અંગે પોલીસે વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img