1. Home
  2. Tag "Gujarati Report"

તેલંગાણાના હોસ્ટેલમાં ડિનર પછી 50 થી વધુ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા, હોસ્પિટલમાં દાખલ

હૈદરાબાદ: તેલંગાણાના જોગુલામ્બા ગડવાલમાં એક સરકારી છાત્રાલયમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિભોજન કર્યા પછી 50 થી વધુ વિદ્યાર્થીઓ અચાનક બીમાર પડી ગયા. બધાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના ધર્મવરમ, ઇટિક્યાલા મંડલના એક છાત્રાલયમાં બની હતી. બધા બાળકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે […]

ખેડૂતોને મદદ માટે CM ભૂપેન્દ્ર પટેલનો ઝડપી નિર્ણય: 3 દિવસમાં થશે નુકસાનનો સર્વે

ગાંધીનગરઃ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે રાજ્યના તમામ જિલ્લા તંત્રોને સ્પષ્ટ સૂચના આપી છે કે, વરસાદથી થયેલા નુકસાનનો સર્વે માત્ર ત્રણ દિવસની અંદર પૂર્ણ કરવો જરૂરી છે. CM એ જણાવ્યું કે સર્વે પૂર્ણ […]

પીએમ મોદીએ છત્તીસગઢમાં નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું

રાયપુર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના નવા રાયપુરમાં નવી વિધાનસભા ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સહાય અને વિધાનસભા અધ્યક્ષ ડૉ. રમણ સિંહ સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા હતા. નયા રાયપુરના સેક્ટર 19 માં બનેલ નવી વિધાનસભા ભવન ભવ્ય છે. આ ભવન ની દરેક ઈંટ માં રાજ્ય નો ઇતિહાસ […]

કોટામાં SUV અને સ્કૂલ વાન વચ્ચે ટક્કર, બે વિદ્યાર્થીનીઓના મોત, અનેક ઘાયલ

કોટા: દેશમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં જ રાજ્યમાં લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં કોટામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે સ્કૂલના બાળકોના મોત થયા અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. બાળકોને લઈ જતી સ્કૂલ વાન એક SUV વચ્ચે જોરદાર ટક્કર થી […]

મુંબઈ એરપોર્ટ ઉપર મહિલા મુસાફર રૂ. 47 કરોડના કોકેન સાથે ઝડપાઈ

મુંબઈઃ મુંબઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર નેટવર્કને મોટો ફટકો આપતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ કોલંબોથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) પર પહોંચેલી એક મહિલા મુસાફર પાસેથી ગેરકાયદેસર બજારમાં આશરે ₹47 કરોડની કિંમતનું 4.7 કિલો કોકેન જપ્ત કર્યું છે. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, DRI અધિકારીઓએ મુસાફરના આગમન પછી તરત જ તેને અટકાવી અને તેના […]

રાજ કુમાર અરોરાએ નાણાકીય સલાહકાર (સંરક્ષણ સેવાઓ) તરીકેનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ ભારતીય સંરક્ષણ ખાતા સેવા (IDAS)ના 1990 બેચના અધિકારી રાજ કુમાર અરોરાએ 1 નવેમ્બર, 2025ના રોજ નાણાકીય સલાહકાર (સંરક્ષણ સેવાઓ) [FADS] તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. અરોરાને સંરક્ષણ સંપાદન, નાણાકીય નીતિ, એકાઉન્ટિંગ, ઓડિટ, બજેટિંગ અને કર્મચારી સંચાલનના ક્ષેત્રોમાં વ્યાપક અનુભવ છે. તેમની વર્તમાન નિમણૂક પહેલાં, તેમણે સંરક્ષણ ખાતાના નિયંત્રક જનરલ (CGDA) તરીકે સેવા આપી હતી. […]

પીએમ મોદીએ શ્રીકાકુલમ ભાગદોડમાં શ્રદ્ધાળુઓના મોત પર દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ સ્થિત વેંકટેશ્વર સ્વામી મંદિર ખાતે ભાગદોડ દરમિયાન 9 શ્રદ્ધાળુઓના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી. પીએમઓ એ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ મૃતકોના પરિજનોને બબ્બે લાખ રૂપિયાની સહાય રાશિ આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંદેશમાં કહ્યું, “આંધ્ર પ્રદેશના […]

આંધ્રપ્રદેશમાં એકાદશીના દિવસે વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ, 10 શ્રદ્ધાળુઓના મોત

નવી દિલ્હી: આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં કાશીબુગ્ગા મંદિરમાં ભાગદોડમાં દસ લોકોના મોત થયાના અહેવાલ છે. આજે એકાદશીના દિવસે કાશીબુગ્ગાના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત […]

પ્રધાનમંત્રી મોદીએ બ્રહ્માકુમારીઓને વૈશ્વિક શાંતિ શિલ્પી તરીકે બિરદાવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે (1 નવેમ્બર) નવા રાયપુરમાં બ્રહ્માકુમારીઓના ભવ્ય “શાંતિ શિખર એકેડેમી ફોર પીસફુલ વર્લ્ડ” – એક આધ્યાત્મિક સશક્તિકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું, અને આ સંગઠનને ભારતના પ્રાચીન શાણપણ અને વિશ્વની સંવાદિતાની શોધ વચ્ચે જીવંત સેતુ તરીકે પ્રશંસા કરી હતી. એકેડેમીમાં હજારો સફેદ વસ્ત્રો પહેરેલી બહેનો અને વૈશ્વિક પ્રતિનિધિઓને સંબોધતા, પ્રધાનમંત્રીએ ચળવળ સાથેના […]

અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- “પીએમ મોદીએ કલમ 370 રદ કરીને સરદાર પટેલનું અધૂરું કામ પૂર્ણ કર્યું”

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 રદ કરીને સરદાર વલ્લભભાઈ પટેલના એકીકૃત ભારતનું સ્વપ્ન સાકાર કર્યું છે. દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની 150 મી જન્મજયંતિ પર અહીં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી આપતા શાહે કહ્યું કે આઝાદી પછી, અંગ્રેજોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code