1. Home
  2. Tag "Gujarati Report"

અમેરિકામાં ભારતીય મૂળના CEO પર 4,200 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ

નવી દિલ્હી: અમેરિકન રોકાણ કંપની બ્લેકરોકને 500 મિલિયન ડોલર (4,200 કરોડ) થી વધુની છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું હોવાના અહેવાલ છે. કંપનીએ તેના ભારતીય મૂળના સીઈઓ બંકિમ બ્રહ્મભટ્ટ પર આ કૌભાંડનો આરોપ લગાવ્યો છે. કંપનીનો આરોપ છે કે બ્રહ્મભટ્ટની ટેલિકોમ કંપનીએ નકલી એકાઉન્ટનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરી હતી. જોકે, બ્રહ્મભટ્ટના વકીલે આ આરોપોને સખત રીતે નકારી […]

કેરળમાં OBC આરક્ષણ ઉપર તરાપ, અમુક હિસ્સો મુસ્લિમો અને ખ્રિસ્તીઓને ફાળવવામાં આવ્યો

નવીદિલ્હી: કેરળ રાજ્યમાં અન્ય પછાત વર્ગ (OBC) માટેના આરક્ષણના હક્કોને લઈને 9 સપ્ટેમ્બર, 2025ના રોજ એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ખુલાસો થયો કે ઓબીસી આરક્ષણનો એક હિસ્સો ધર્મના આધાર પર આપવામાં આવી રહ્યો છે. તેમાં 10 ટકા હિસ્સો મુસ્લિમ સમુદાયને અને 6 ટકા હિસ્સો ખ્રિસ્તી સમુદાયને ફાળવવામાં આવ્યો છે. રાષ્ટ્રીય પછાત વર્ગ […]

ઓપરેશન ‘સિંદૂર’ માટે ભારતીય નૌસેના સંપૂર્ણ તૈયાર: વાઈસ એડમિરલ સંજય વાત્સાયન

નવી દિલ્હી: ભારતીય નૌસેનાના વાઈસ એડમિરલ સંજય વાત્સાયને જણાવ્યું છે કે, દેશની નૌસેના “ઓપરેશન સિંદૂર” માટે સંપૂર્ણ રીતે તૈયાર અને તહેનાત છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, “ભારતની વ્યૂહરચના અને યોજનાઓમાં કોઈ વિક્ષેપ નથી. ઓપરેશન સિંદૂર માટે અમે પૂરી રીતે તૈયાર છીએ. અન્ય યોજનાઓ, તાલીમ અભ્યાસો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી પણ યથાવત રહેશે.” વાત્સાયને […]

કમોસમી વરસાદને પગલે APMCમાં શાકભાજીની આવક 60 ટકા ઘટી, ભાવવધારાનો સંકેત

અમદાવાદ:  રાજ્યમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદને પગલે જનજીવનને વ્યાપક અસર પડી છે. તેમજ માવઠાએ ખેડૂતોની સાથે બજાર તંત્રને પણ હચમાચાવી નાખ્યું છે. છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સતત વરસેલા વરસાદને કારણે ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે, જેના પરિણામે મુખ્ય APMC બજારોમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેની અસર હવે ગૃહીણીઓના બજેટ ઉપર પણ […]

અમદાવાદના બોડકદેવમાં વેપારીના બંગ્લામાં ત્રાટક્યા લૂંટારૂઓ, ચાકુની અણીએ ચલાવી 23 લાખની મતાની લૂંટ

અમદાવાદ: શહેરના પોશ મનાતા બોડકદેવ વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ લૂંટારાઓએ વેપારીના ઘરમાં ઘુસ્યા હતા અને તિક્ષણ હથિયાર બતાવીને વેપારી અને તેમના પત્નીને બંધક બનાવ્યાં હતા. જે બાદ ઘરમાંથી સોના-હીરાના દાગીના, ઘડિયાળ અને રોકડ મળી કુલ 22.91 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી […]

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી,  5 નવેમ્બરથી રાહતની આશા

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસા બાદ પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી 24 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા છે., જ્યારે ત્યારબાદના ત્રણ દિવસ દરમિયાન મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. રાજ્યમાં સતત વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, હાલની હવામાન પરિસ્થિતિ મુજબ […]

ગાઝા-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ, શાંતિદળમાં માત્ર મુસ્લિમ દેશોના સૈનિકો તૈનાત થશે

ગાઝા અને ઇઝરાયેલ વચ્ચે અંતે યુદ્ધવિરામની જાહેરાત થઈ છે. અહેવાલ મુજબ, ગાઝામાં તૈનાત થનારા શાંતિદળમાં ફક્ત મુસ્લિમ દેશોના સૈનિકો જ સામેલ કરવામાં આવશે. આ યુદ્ધવિરામ કરારની મધ્યસ્થતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. કરાર મુજબ, ગાઝા પટ્ટામાં સુરક્ષા જાળવવાની અને કરારનું પાલન કરાવવાની જવાબદારી પ્રાદેશિક દેશોના સૈનિકો સંભાળશે. હાલ ભલે નાગરિક-સૈનિક નિયંત્રણ કેન્દ્રનું સંચાલન અમેરિકા […]

કર્ણાટકઃ તમામ સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની બોટલના વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવાયો

બેંગલુરુઃ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ રાજ્યભરમાં પર્યાવરણ સુરક્ષા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે તમામ શાસકીય કચેરીઓ અને અધિકૃત મિટિંગોમાં પ્લાસ્ટિકની પાણીની બોટલોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે. હવે શાસકીય કાર્યક્રમો અને કચેરીઓમાં પીવાના પાણી માટે માત્ર પર્યાવરણમિત્ર સામગ્રીનો જ ઉપયોગ કરાશે. મુખ્યપ્રધાને જણાવ્યું કે અગાઉ પણ આ અંગે સૂચના આપવામાં […]

દેવઉઠી એકાદશી નિમિત્તે અયોધ્યામાં પંચકોષી પરિક્રમામાં ઉમટી ભક્તોની ભારે ભીડ

અયોધ્યાઃ  પવિત્ર કાર્તિક મહિનાની દેવઉઠી એકાદશીના અવસરે આજે રામનગરી અયોધ્યામાં ભક્તિ અને આસ્થાનો અનોખો મેળો જોવા મળ્યો હતો. વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ શરૂ થયેલી પંચકોષી પરિક્રમામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. 15 કિલોમીટર લાંબી આ પરિક્રમા યાત્રા રાત્રીના બે વાગ્યે પૂરી થશે. સમગ્ર અયોધ્યા ‘જય શ્રીરામ’ના ઉલ્લાસભેર નાદથી ગુંજી ઉઠી હતી. દેવઉઠી એકાદશીના […]

ગુજરાતમાં 141 તાલુકામાં માવઠું, સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3 ઇંચ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કમોસમી વરસાદની સૌથી વધુ અસર જોવા મળી છે. શુક્રવારથી છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં 3.46 ઇંચથી વધુ કમોસમી વરસાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code